ETV Bharat / state

મોરબી બ્રિજ દુર્ઘટનામાં નિરાધાર બાળકોના સુરતના ઉદ્યોગપતિ બનશે પાલનહાર - વાત્સલ્ય ધામ સંસ્થા

મોરબીમાં રવિવારે ઝુલતો પુલ તૂટી (Morbi Hanging Bridge Tragedy) પડવાથી 150 લોકોના મૃત્યુ થયા છે. 200થી વધુ લોકોને બચાવી લેવાયા છે. આ બચાવ કામગીરીમાં મોરબી પોલીસે જાનની પરવા કર્યા વગર મચ્છુ નદીમાં કૂદી પડી હતી. મોરબીમાં બનેલી ઘટના બાદ સુરત શહેરના જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરાએ એક મહત્વની જાહેરાત કરી છે. આ ઘટનામાં માતા પિતાની છત્રછાયા જે બાળકોએ (Guardian of Destitute Children) ગુમાવી છે. તેમની જવાબદારી સુરતના ઉદ્યોગપતિ વસંત ગજેરાની સામાજિક સંસ્થાએ ઉઠાવી છે.

મોરબી બ્રિજ દુર્ઘટનામાં નિરાધાર બાળકોના સુરતના ઉદ્યોગપતિ બનશે પાલનહાર

author img

By

Published : Nov 2, 2022, 9:17 PM IST

સુરત શહેરના જાણીતા ઉદ્યોગપતિ (Prominent industrialist from Surat) વસંત ગજેરાએ મોરબીમાં બનેલી ઘટના બાદ એક મહત્વની જાહેરાત (Surat businessman will be the Guardian) કરી છે. કન્સ્ટ્રકશન અને હીરા ઉદ્યોગ (Construction and Diamond Industry) સાથે સંકળાયેલા વસંત ગજેરાએ જણાવ્યું છે કે, બ્રિજ દુર્ઘટનામાં જે પણ બાળકો નિરાધાર થયા હોય એવા બાળકોની સંપૂર્ણ જવાબદારી ( Guardian of Destitute Children) તે ઉપાડશે. દેશને હચમચાવી દેનાર આ ઘટનામાં નિરાધાર બાળકો જ્યાં સુધી પગભર ન થાય ત્યાં સુધી સંપૂર્ણ જવાબદારી વસંત ગજેરા દ્વારા ઉઠાવવામાં આવશે. ઉદ્યોગપતિ વસંત ગજેરાની સંસ્થા વાત્સલ્ય ધામ (Vatsalya Dham Institution) દ્વારા આ નિરાધાર થયેલા બાળકોને શિક્ષણ આપવામાં આવશે.

સુરતના જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરા એ મોરબીમાં બનેલી ઘટના બાદ એક મહત્વની જાહેરાત કરી છે.

વાત્સલ્ય ધામમાં વિનામૂલ્યે ભણાવવામાં આવશે આ ઘટનામાં કેટલાક લોકોએ માતા-પિતા ગુમાવ્યા છે તો કેટલાક પરિવારે પોતાના બાળકો ગુમાવ્યા છે. આ ઘટનામાં માતા-પિતાની છત્રછાયા જે બાળકોએ ગુમાવી છે. તેમની જવાબદારી સુરતના ઉદ્યોગપતિ વસંત ગજેરાની સામાજિક સંસ્થાએ ઉઠાવી છે. વસંત ગજેરાએ જણાવ્યું હતું કે, ગુજરાતના મોરબીમાં જે ઘટના બની છે. જેમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. આ ઘટનામાં 150થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. જે લોકો મૃત્યુ પામ્યા છે ઈશ્વર એમના આત્માને શાંતિ આપે. જે બાળકો અનાથ (Surat Businessman Take responsibility of Orphan) થયા હોય, જેમના કોઈ વડીલ ન હોય એવા જેટલા પણ બાળકો હોય તેવા બાળકોને ધોરણ એકથી કોલેજ સુધી જ્યાં સુધી પોતે પગભર બની ન શકે ત્યાં સુધી સાન્તાબા ચેરીટેબલ ટ્રસ્ટ અમારા વાત્સલ્ય ધામમાં વિનામૂલ્યે ભણાવવામાં આવશે.

બાળકોને પ્રેમ વાત્સલ્ય આપવામાં આવશે સાથે તેઓએ જણાવ્યું હતું કે, તમામ પ્રકારનું ધ્યાન આપવામાં આવશે. જ્યાં સુધી તેઓ પોતે કમાતા નહીં થઈ શકે ત્યાં સુધી અમે તેમનું રક્ષણ કરીશું. તે ઉપરાંત વાત્સલ્ય ધામમાં હાલમાં 700થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. તથા કોઈપણ કોમ્યુનિટીના બાળકો હોય વાત્સલ્ય ધામએ બાળકોને સંપૂર્ણ રીતે સ્વીકારે છે. એવા બાળકોને પ્રેમ વાત્સલ્ય આપવામાં આવશે. માતા-પિતા નથી તો એમને માતા-પિતાનો પ્રેમ આપવામાં આવશે. આવું અમારી સંસ્થાએ વિચાર્યું છે.

વાત્સલ્ય ધામ શું છે 25 મે વર્ષ 2005થી વસંત ગજેરા વાત્સલ્ય ધામ ચલાવી રહ્યા છે. વાત્સલ્યધામ જેવી સંસ્થાએ બાળકોના વિકાસમાં એક અનન્ય સેવા પ્રદાન કરવાનું કાર્ય શરૂ કર્યું છે. તેમણે નિરાધારિત બાળકોને રેલવે સ્ટેશનો, બસ સ્ટેશનો, રિમાન્ડ હોમ્સ અને આવા ઘણા સ્થળોએથી વાત્સલ્યધામમાં સ્થાન આપીને તેમની કેળવણી શરૂ કરી છે. આ કાર્ય આજે એક દાયકાથી આગળ વધ્યું છે. દાયકાઓ પહેલા, જેમ વાવેલા બીજ જે વૃક્ષ તરીકે કામ આવે છે. તેમ આ બાળકો પણ ઘણા લોકોના જીવનમાં મદદ કરવા માટે સફળ થયા છે. વાત્સલ્યધામ બાળકનો વિકાસ કરવામાં માને છે. બાળકોને માનવજીવનને બચાવવા માટે શીખવવામાં આવે છે. તે સમાજને માટે અમૂલ્ય ભેટ છે. જો નિરાધાર અને બિનઅનુભવીને યોગ્ય માર્ગદર્શન ન આપવામાં આવે તો, તેઓ ગુનાના રસ્તા તરફ વળી જાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.