ETV Bharat / state

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સુરતનો સિંહફાળો, જમીનથી ઉપર કેવી રીતે દોડશે છુકછુક ગાડી જૂઓ - bullet train india

સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પુરજોશમાં (Bullet Train Project) જોવા મળી રહી છે. સુરતમાં 48 કિલોમીટર તેમજ 54 ફૂટ જમીનથી પર બુલેટ ટ્રેન દોડશે. આ ઉપરાંત સમગ્ર દેશમાં બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ સુરત માટે અતિ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. (Surat Bullet Train Project Performance)

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સુરતનો સિંહફાળો, જમીનથી ઉપર કેવી રીતે દોડશે છુકછુક ગાડી જૂઓ

author img

By

Published : Jan 10, 2023, 6:21 PM IST

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સુરતનો સિંહફાળો...

સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અતિ મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી બુલેટ ટ્રેનની (Bullet Train Project) રફતારથી ચાલી રહી છે. સુરત જિલ્લામાંથી 48 કિલોમીટરના રૂટ પર દોડનારી બુલેટ ટ્રેનની કામગીરી સ્પીડ પકડી રહી છે. સુરત જિલ્લાના આંત્રોલી ગામમાં જે સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યું છે તે સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સુરત મહત્વપૂર્ણ પણ છે કારણ કે, બુલેટ ટ્રેનનો સ્ટીલનો વપરાશ થશે તે સુરતની હજીરા ખાતે આવેલી આર્સેલર મિત્તલની શાખા AMNS ઇન્ડિયા દ્વારા આપવામાં આવશે.(Surat Bullet Train Project Performance)

બુલેટ ટ્રેન ચલાવવાનું લક્ષ્યાંક 2026 સુધીમાં સુરતથી બીલીમોરા વચ્ચે પહેલી બુલેટ ટ્રેન ચલાવવાનું લક્ષ્યાંક છે. સુરત જિલ્લામાંથી 48 કિલોમીટરના રૂટ પર દોડનારી બુલેટ ટ્રેનની કામગીરી સ્પીડ પકડી રહી છે. કુલ 144.48 હેકટર જમીન અને 999 બ્લોકની સંપાદન કરવાના પ્રક્રિયા પૂર્ણ થતાં ઝડપી આ કામગીરી શરૂ થઈ ગઈ હતી. 28 ગામ વચ્ચેથી બુલેટ ટ્રેન પસાર થશે. હિંદુસ્તાનમાં આ પ્રકારનું જટિલ નિર્માણ કાર્ય પહેલીવાર થઈ રહ્યું છે અને એમાં સુરતે આગેવાની લીધી છે. પહેલા જે મશીનો વિદેશથી આવ્યા હતા એ હવે આપણે ત્યાં ચેન્નાઇ, સુરતનાં મશીનો પર કામ ચાલી રહ્યું છે. (Surat Bullet Train Project)

સુરત આપશે બુલેટ ટ્રેનને સારી ગુણવત્તા વાળું સ્ટીલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મેક ઇન ઇન્ડિયાનો દમખમ જોવા મળશે. બુલેટ ટ્રેન બનાવવા માટે જે સ્ટીલનો ઉપયોગ થશે તે ભારતની કંપની દ્વારા આપવામાં આવશે અને એનું કનેક્શન સીધું સુરત સાથે છે. સુરતની હજીરા ખાતે આવેલી આર્સેલર મિત્તલની શાખા AMNS ઇન્ડિયા દ્વારા બુલેટ ટ્રેન માટે સારી ગુણવત્તાની સ્ટીલ આપવામાં આવશે. આ અંગેની જાહેરાત ઇન્ડિયાના ચેરમેન લક્ષ્મી મિત્તલએ સુરત ખાતે કરી હતી અને હાલ જાણવા મળી રહ્યું તે મુજબ સુરતની જ એક વિશાળકાય કંપની દ્વારા બુલેટ ટ્રેનના કોચ તૈયાર કરવામાં પણ આવી શકે છે. (Bullet train operation in Surat)

54 ફૂટ જમીનથી પર બુલેટ ટ્રેન દોડશે સુરત સહિત દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં 54 ફૂટ જમીનથી ઉપર બુલેટ ટ્રેન દોડશે, એટલું જ નહીં 18 મીટરની ઊંચાઈએ રહેશે પિલર, 08 મીટર ઊંડું છે ફાઉન્ડેશન, 04 મીટર પહોળો રોડ પણ બનીને તૈયાર થઈ રહ્યો છે. સુરતમાંથી બુલેટ ટ્રેન 48 કિલોમીટરના વિસ્તારમાંથી પસાર થશે. અત્યારે 12 કિમી વિસ્તારમાં પિલરની કામગીરી કરી દેવામાં આવી છે. નવી ટેકનોલોજીના કારણે હાઈસ્પીડ પર ચાલતી બુલેટ ટ્રેન આરામદાયક અને કોઈપણ પ્રકારની જર્ક યાત્રીઓને અનુભવ કરવા દેશે નહીં. આ સંપૂર્ણ ધરતીકંપ પર રહિત તૈયાર કરવામાં આવી રહી છે. (bullet train project gujarat)

2026માં સુરતથી બીલીમોરા વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેન 2026ના વર્ષ સુધીમાં દેશની પહેલી બુલેટ ટ્રેન સેવા શરૂ થઈ જશે. પહેલાં, ગુજરાત વિભાગમાં, સુરત-બિલીમોરા લાઈન શરૂ કરાશે. એ માટેનું કામકાજ સમયસર પૂરું થવાની ધારણા છે. 15 ઓગસ્ટ 2026માં સુરતથી બીલીમોરા વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેન દોડશે. દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું ટ્રાયલ બિલિમોરા અને સુરત વચ્ચે થશે. 350 કિમી પ્રતિ કલાકની ઝડપથી ટ્રાયલ થશે. ભાડું એરોપ્લેનના ઇકોનોમી ક્લાસની ટિકિટના બરાબર જ રહેશે 350 કિમી સ્પીડથી ટ્રાયલ, 320 કિમીની ઝડપથી યાત્રા કરી શકાશે. (bullet train route in gujarat)

આ પણ વાંચો Welcome 2023: આ વર્ષે ગુજરાતને મળશે આ નવી 11 ભેટ

ગ્રીન સ્ટેશનને ડાયમંડની ડિઝાઇન આપવામાં આવશે સુરતના અંત્રોલી વિસ્તારમાં તૈયાર થઇ રહેલ આ બુલેટ ગ્રીન સ્ટેશન બીજી બાબતમાં પણ ખાસ છે. કારણ કે સુરતને લોકો ડાયમંડ સિટી તરીકે ઓળખે છે. પ્રવક્તા સુષમા ગૌરે જણાવ્યું હતું કે, ગ્રીન સ્ટેશનને ડાયમંડની ડિઝાઇન આપવામાં આવશે. જેથી બુલેટ ટ્રેનથી સવાર યાત્રીઓ જ્યારે સુરત રેલવે સ્ટેશન પર આવે ત્યારે તેઓ અનુભવ થાય કે તેઓ ડાયમંડ સિટીમાં આવી ગયા છે. દિવાલો પર અને અન્ય જગ્યાએ હીરાની તસવીર જોવા મળશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઇકો ફ્રેન્ડલી રહેશે, પાણી શુદ્ધિકરણ માટે સ્ટેશન અને ડેપો પર સુએઝ પ્લાન્ટ જોવા મળશે.બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર્યાવરણ પ્રત્યે વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવી અનેક સિસ્ટમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પર્યાવરણ લક્ષી બનાવશે. સ્ટેશન બિલ્ડિંગમાં 80 ટકા લાઈટ નેચરલ રિસોર્સથી રહેશે. (bullet train india)

આ પણ વાંચો હાઈકોર્ટે આપી લગભગ 20 હજાર મેન્ગ્રોવ વૃક્ષો કાપવાની મંજૂરી

પહેલા અને બીજા માળ પર પ્લેટફોર્મ રહેશે અંત્રોલી ખાતે તૈયાર થઈ રહેલા ગ્રીન સ્ટેશનમાં તમામ પ્રકારની સુવિધા યાત્રીઓને મળી રહેશે. ત્રણ માળના આ સ્ટેશનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર એન્ટ્રન્સ અને પહેલા અને બીજા માળ પર પ્લેટફોર્મ રહેશે.. સ્ટેશન પર સુરતના ઉદ્યોગ અંગેની પણ જાણકારી મળી રહેશે. આ સ્ટેશનમાં રેસ્ટોરન્ટ સહિતની અન્ય સુવિધાઓ યાત્રીઓ માટે રહેશે.(Bullet train route in Surat)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.