ETV Bharat / state

કોરોના પણ ભાજપ કોર્પોરેટરને ન સુધારી શક્યો, કોરોનાને માત આપ્યા બાદ પણ સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડાવ્યા ધજાગરા

author img

By

Published : Sep 29, 2020, 3:12 PM IST

સુરત શહેરમાં વધુ એક નેતા વિવાદમાં સપડાયા છે. સુરત મનપાની ડ્રેનેજ કમિટિના ચેરમેન અમિત રાજપૂત કોરોના સંક્રમિત થયા હતા. જે બાદ તેમને કોરોના મુક્ત થતા ઘરે પરત ફર્યા હતા. ત્યારે લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું, પરંતુ આ સ્વાગતમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા. બીજી તરફ કેટલાક લોકોએ માસ્ક પણ પહેર્યું ન હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ભાજપ કોર્પોરેટર
ભાજપ કોર્પોરેટર

સુરતઃ શહેરમાં અનલોક-1 બાદ કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે સ્થિતિ એવી છે કે, રોજના 300 જેટલા કેસો સામે આવી રહ્યા છે. તંત્ર દ્વારા લોકોને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી રહી છે. જ્યારે બીજી તરફ ભાજપના જ નેતાઓ જ કલેક્ટરના જાહેરનામાંનો ભંગ કરી રહ્યા છે.

કોરોના સંક્રમણ વચ્ચે ભાજપના નેતાઓ જ રેલીઓ યોજી વિવાદમાં સપડાઈ રહ્યા છે. ત્યારે આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. સુરતમાં સુરત મહાનગર પાલિકાના જ ડ્રેનેજ વિભાગના ચેરમેન અમિત રાજપૂત વિવાદમાં સપડાયા છે. થોડા દિવસ પહેલા તેમને કોરોના પોઝિટિવ થયા હતા અને સારવાર હેઠળ હતા, પરંતુ આખરે તેમને કોરોનામુક્ત થયા હતા. જે બાદ તેમને ઘરે પરત ફર્યા હતા, ત્યારે તેમની જ સોસાયટીમાં અન્ય કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું, પરંતુ આ સ્વાગતમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા. તો બીજી તરફ કેટલાક લોકોએ માસ્ક પણ પહેર્યું ન હતું.

કોરોનાને માત આપ્યા બાદ પણ સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડાવ્યા ધજાગરા

આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને જવાબદાર અધિકારીની હાજરીમાં આ પ્રકારની ઘટના બનતા લોકો રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે. મનપા માસ્ક ન પહેરવા બદલ દંડ વસુલી રહી છે, જ્યારે બીજી તરફ આવા ભાજપના નેતાઓ સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી? તેવા પણ સવાલ લોકો સોશિયલ મીડિયામાં ઉઠાવી રહ્યા છે.

આ વયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, અમિત રાજપૂત કોઈ સેલેબ્રિટિ હોય તેમ લોકો માસ્ક પહેર્યા વગર જ સેલ્ફી લઇ રહ્યા છે. ત્યારે ભાજપના નેતાની આ પ્રકારની હરકત સામે લોકો રોષ પણ પ્રગટ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.