ETV Bharat / state

Rath Yatra 2023 : સુરતમાં 600 વર્ષ પહેલા પ્રથમ જગન્નાથજીની યાત્રા નીકળી હતી, આચાર્યનો ચમત્કાર જોઈ મુઘલો આશ્ચર્યમાં મુકાયા - સુરતમાં ગોડીયા બાવાનું મંદિર

સુરતમાં પ્રથમવાર જગન્નાથજીની યાત્રા 600 વર્ષ પહેલાં નીકળી હતી. મુઘલ બાદશાહના રાજમાં ઓરિસ્સાથી ત્રણ આચાર્યો ગુજરાતમાં આવ્યા હતા. તે સમયે કોઈ ઘંટ વગાડે તેને મૃત્યુની સજા આપવામાં આવતી, ત્યારે આચાર્યએ શંખનાદ ઘંટ વગાડ્યો હતો. જે આચાર્યનો ચમત્કાર જોઈ મુઘલ બાદશાહે જમીન આપી હતી અને ત્યા ભગવાનની સ્થાપના કરીને રથયાત્રા કાઢવામાં આવી હતી, ત્યારે શું છે રસપ્રદ ઈતિહાસ જૂઓ.

Rath Yatra 2023 : સુરતમાં 600 વર્ષ પહેલા પ્રથમ જગન્નાથજીની યાત્રા નીકળી હતી, આચાર્યનો ચમત્કાર જોઈ મુઘલો આશ્ચર્યમાં મુકાયા

author img

By

Published : Jun 9, 2023, 4:19 PM IST

સુરતમાં 600 વર્ષ પહેલા પ્રથમ જગન્નાથજીની યાત્રા નીકળી હતી

સુરત : ઘણા ઓછા લોકો જાણતા હશે કે સુરત શહેરમાં સૌ પ્રથમવાર જગન્નાથજીની યાત્રા 600 વર્ષ પહેલાં નીકળી હતી. જોકે આના કરતાં પણ વધુ મહત્વનું છે કે જે સ્થળેથી પ્રથમવાર સુરતમાં જગન્નાથની યાત્રા નીકળી હતી. તે સ્થળ માટે જમીન ઓરિસ્સાથી આવેલા આચાર્યના ચમત્કાર જોઈ મુઘલ બાદશાહએ આપી હતી. 600 વર્ષ પહેલા રથયાત્રા કાઢવા માટે પ્રતીમાઓ ઓરિસ્સાના પૂરી થી મંગાવવામાં આવી હતી.

આચાર્યો ઓરિસ્સાના પૂરીથી ત્રણ મૂર્તિઓ લાવ્યા હતા

શું છે સમગ્ર ઇતિહાસ : સુરત શહેર ખાતે ગોડીયા બાવાનું મંદિર ઐતિહાસિક મંદિર તરીકે ઓળખાય છે. સુરત માટે આ મંદિર ખૂબ જ મહત્વનું છે, કારણ કે સુરતમાં પ્રથમ જગન્નાથજીની રથયાત્રા આજ મંદિરમાંથી નીકળી હતી. કહેવાય છે કે ઓરિસ્સાના ગંજામ જિલ્લાથી ત્રણ જેટલા આચાર્યો 600 વર્ષ પહેલા ગુજરાત આવ્યા હતા અને ત્રણેય આચાર્યો ગુજરાતના અમદાવાદ, માંડવી અને સુરત ખાતે રોકાયા હતા. તે સમયે સુરતમાં મુઘલોનું રાજ હતું.

ઘંટ વગાડે તેને મૃત્યુની સજા : કહેવાય છે તે સમયે જો કોઈ પણ વ્યક્તિ શંખનાદ કે ઘંટ વગાડે તેને મૃત્યુની સજા કરવામાં આવતી હતી. પૂરીથી આવેલા આચાર્યએ શંખનાદ અને ઘંટ વગાડ્યો, જ્યારે મુગલોના સૈનિકો તેમને જોવા આવ્યા ત્યારે જોયું કે આચાર્ય વિષ્ણુદાસનો ધડ અને માથું અલગ છે. તેઓ પાછા ચાલ્યા ગયા. આવી જ રીતે ત્રણ વાર થયું. સૈનિકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા કે કઈ રીતે આ શંખ અને ઘંટ વગાડવામાં આવેલ છે જેથી આ ઘટના અંગે જ્યારે તેઓએ પોતાના બાદશાહને જાણ કરી તો પોતે બાદશાહ ત્યાં પહોંચ્યા.

ગોડીયા બાવાનું મંદિર
ગોડીયા બાવાનું મંદિર

મુઘલ બાદશાહ એ જમીન આપી : આચાર્યને જોઈ મુઘલ બાદશાહ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. ચમત્કાર જોઈ મોગલ બાદશાહ એ કહ્યું કે, તમને જે જોઈએ તે કહો, પરંતુ તમારી સામાન્ય સ્થિતિમાં આવી જાઓ. આચાર્યએ તેમની પાસેથી જમીનની માંગણી કરી જેથી મુઘલ બાદશાહ એ તેમને અહીં જમીન આપી અને આ જમીન પર તેઓએ ભગવાન હરિની સ્થાપના કરી અને ત્યારથી જ આ મંદિર રથયાત્રા કાઢવામાં આવે છે. એટલું જ નહીં મુગલે ત્યારથી જ દર વર્ષે 40 રૂપિયા દીવાબતી માટે આપવાનો નિર્ણય પણ કર્યો હતો, પરંતુ મંદિરના મુખ્ય પૂજારી પદ્મા ચરણદાસ લઇ રહ્યા નથી.

600 વર્ષ પહેલાં આ મંદિરમાં પરિસરની અંદર જ રથયાત્રા કાઢવામાં આવતી હતી, પરંતુ વર્ષ 1992થી યાત્રા મંદિર પરિસર બહાર કાઢવાની શરૂઆત થઈ. વિષ્ણુદાસજી આચાર્ય ખાસ રથયાત્રા માટે પૂરીથી પ્રતિમાઓ મંગાવી હતી. આ મંદિર 4,500 સ્ક્વેર મીટર જગ્યામાં છે. જે મંદિર બનાવવા માટે ખાસ મુઘલ બાદશાહે આચાર્યનું ચમત્કાર જોઈ આપી હતી. - પદ્મ ચરણદાસ (મંદિરના પૂજારી)

ઓરિસ્સાથી ત્રણ મૂર્તિઓ લઈને આવ્યા : સુરતમાં સૌ પ્રથમવાર આ જ મંદિરથી રથયાત્રા કાઢવામાં આવી હતી. સૌથી અગત્યની વાત આજે કે, જે આચાર્ય વિષ્ણુજીદાસ સુરત આવ્યા હતા. તેઓ રથયાત્રા માટે ત્યાં ઓરિસ્સાના પૂરીથી ત્રણ મૂર્તિઓ પણ લઈને આવ્યા હતા. યાત્રા માટે તેઓએ પુરીના કારીગરો દ્વારા તૈયાર લીમડાના થડમાંથી તૈયાર ત્રણ મૂર્તિઓ લઈને આવ્યા હતા. 600 વર્ષ જૂની આ પ્રતિમા આજે પણ મંદિર પરિસરમાં છે અને દર વર્ષે રથયાત્રા દરમિયાન આ પ્રતિમાની પૂજા કરવામાં આવે છે. સાથે અન્ય જે ત્રણ મૂર્તિઓ છે તેને રથયાત્રામાં લઈ જવામાં આવતી હોય છે.

  1. Rath Yatra 2023 : સુરતમાં આ રંગના કિંમતી વાઘા ધારણ કરી ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગર ચર્ચા પર નીકળશે
  2. Rath Yatra 2023: અમદાવાદમાં 146મી જગન્નાથ રથયાત્રાની તૈયારીઓ ચાલુ, અખાત્રીજના દિવસે નવનિર્મિત રથની પૂજા
  3. Rath Yatra 2023 : ભગવાન જગન્નાથ 74 વર્ષ બાદ નવા રથમાં બેસીને કરશે નગરચર્યા, રથનું કરાયું રિહર્સલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.