ETV Bharat / state

Surat News : રમી રહેલી માસૂમ બાળકી કાકાના કારની અડફેટે આવી જતા કરુણ મૃત્યુ - સુરત અકસ્માત મૃત્યુ

સુરતમાં શેરીમાં રમી રહેલી માસૂમ બાળકી પોતાના કાકાની કારની અડફેટે આવી જતા કરૂણ મૃત્યુ નીપજ્યું છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. કાર ચાલકને જાણ પણ ન હતી કે કારની નીચે બાળકી આવી ગઈ છે.

Surat News : રમી રહેલી માસૂમ બાળકી કાકાના કારની અડફેટે આવી જતા કરુણ મૃત્યુ

author img

By

Published : Feb 24, 2023, 5:36 PM IST

સુરતમાં કારે અડફેટે ચડતા બાળકીનું મૃત્યુ

સુરત : હાથમાં ગુલાબી રંગનો બોલ લઈને રમી રહેલી માસૂમ બાળકી પોતાના કાકાની કારની અડફેટે અચાનક જ આવી જતા તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ હચમચાવી દેનાર બનાવ સુરતના ગોડાદરા વિસ્તારનો છે. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થવા પામી હતી. જેના આધારે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શું હતો બનાવ : નાના બાળકો જ્યારે ઘરની બહાર રમી રહ્યા હોય, ત્યારે વાલીઓને ખૂબ જ સતર્ક રહેવાની જરૂર હોય છે. કારણ કે, સુરતના ગોડાદરા વિસ્તારમાં જે ઘટના બની છે તે વાલીઓ માટે લાલબત્તી સમાન બનાવ છે. આશરે ત્રણ વર્ષની બાળકી હાથમાં ગુલાબી રંગનો બોલ લઈ અન્ય ત્રણ ચાર બાળકો સાથે ઘરની નજીક રમી રહી હતી. અન્ય બાળકો સાયકલ લઈને રમી રહ્યા હતા. જ્યારે બાળકી હાથમાં બોલ લઈને રમી રહી હતી, ત્યારે અચાનક જ તે સોસાયટીના વળાંક પર પહોંચી હતી તે સમયે બીજી બાજુથી એક કાર આવી જતા બાળકી કારના પૈડાં નીચે આવી ગઈ હતી. કારચાલકને ખબર પણ નહોતી કે કાર નીચે બાળકી દબાઈ ગઈ છે.

આ પણ વાંચો : Surat Crime: સાત વર્ષની માસુમ બાળકી પર રેપ વિથ મડર મામલે આરોપીને મુકેશ દોષિત જાહેર

સારવાર દરમિયાન મૃત્યુ : આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થવા પામી હતી. જ્યારે બાળકી કારની નીચે આવે છે, ત્યારે સામેથી એક મહિલા બુમ મારતા આવે છે. ત્યારે કાર ચાલકે નીચે આવે છે અને ઘરના સદસ્યો પણ દોડીને ઘટના સ્થળે દોડી આવે છે. બાળકીને ટુ-વ્હીલર બાઈકથી હોસ્પિટલ લઈ જવામાં આવે છે. પરિવારના સભ્યો આ ઘટનાથી આઘાતમાં આવી જાય છે અને રડવા લાગે છે. આ સમગ્ર ઘટના CCTVમાં સ્પષ્ટપણે જોવા મળે છે. બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.

આ પણ વાંચો : Surat Dog Bite Case: માસૂમ બાળકી પર 30થી વધુ ડોગ બાઈટના ઘા, સારવાર બાદ મૃત્યુ

માથા ભાગે કાર ચડી ગઈ : ગોડાદરા પોલીસ મથકના PSO દિલીપભાઈએ જણાવ્યું હતું કે, બાળકી કાકાના કારની અડફેટે આવી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. બાળકીના પિતા અંકલેશ્વર GIDC ખાતે રહે છે અને બિલ્ડર છે. પિતા વશરામભાઈ જીજાડા પત્ની અને તેમના દીકરા દીકરી સાથે ગોડાદરાના શિવસાગર રેસીડેન્સીમાં સાસરી પક્ષના પ્રસંગમાં આવ્યા હતા. કાર ચાલક બાળકીના કાકા છે અને તેમનું નામ દિનેશ આહીર છે. બાળકી કારની આગળ આવી ગઈ હતી અને માથાના ભાગે કાર ચડી ગઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.