ETV Bharat / state

સુરતમાં હજારો લોકોની અવરજવર ત્રીજા માળે યુવક પટકાયો, મોતનું રહસ્ય ઘેરાયું

સુરત: અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી બહુમાળીના ત્રીજા માળેથી નીચે પટકાતા 25 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. લોકોની ભારે અવરજવર રહેતા બહુમાળી બિલ્ડીંગના ત્રીજા માળેથી યુવક કઈ રીતે નીચે પટકાયો તેનું રહસ્ય ઘેરાય રહ્યું છે. બહુમાળી બિલ્ડીંગમાં બનેલી આ વિચિત્ર ઘટના અગાઉ યુવકે પોતાના મિત્રને એક મેસેજ પણ મોબાઈલ પર કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, મારા શરીરમાં કોઈ ઘુસી ગયું છે અને તે મને ટ્રેસ પર લઈ આવ્યું છે. મારી પાસે ચાલીસ હજાર રૂપિયા રોકડા પડ્યા છે અને તું મને બચાવવા આવ. સરકારી કચેરીમાં બનેલી આ ઘટના હવે પોલીસ માટે તપાસનો વિષય બની રહે છે.

author img

By

Published : Sep 7, 2019, 5:40 AM IST

યુવકે લગાવી મોતની છલાંગ

અઠવાલાઇન્સ વિસ્તારમાં બહુમાળી બિલ્ડીંગના ત્રીજા માળેથી 25 વર્ષીય રાજ પટેલ નામનો યુવક નીચે પટકાતા તેનું કરુણ મોત નિપજ્યું હતું. જે બાદ મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટના બાદ અઠવા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. શુક્રવારના રોજ યુવકની લાશનું સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ-મોર્ટમ કરવામાં આવ્યું હતું. જ્યાં મૃતકના મિત્રએ જણાવ્યું હતું કે, રાજ પટેલ વકીલની ઓફિસમાં ફરજ બજાવે છે.

યુવકે લગાવી મોતની છલાંગ

ગુરૂવારના રોજ તે પોતાના અન્ય ત્રણ મિત્રો સાથે બહુમાળી આવ્યો હતો. જે દરમિયાન ત્રીજા માળેથી રાજ નીચે પટકાતા તેનું મોત થયું હતું. જો કે, ચોથા માળેથી તેની એક બેગ પણ મળી આવી છે. આ ઘટના અગાઉ તેણે મોબાઈલ પર એક મેસેજ પણ કર્યો હતો. મેસેજમાં લખ્યું હતુ કે, હું બહુમાલીની ટેરેસ પર છે અને મારા શરીરમાં કોઈ ઘુસી ગયું છે. એક વ્યક્તિ પાસે રૂપિયા લેવાના હતા. જે લઈ લીધા છે અને પોતાની પાસે ચાલીસ હજાર રોકડા રૂપિયા પડ્યા છે. મારા શરીરમાં ઘુસેલ વ્યક્તિ મારી પ્રગતિ જોઈ નથી શકતું અને જેથી તે આવું કરી રહ્યો છે. તું મને બચાવવા આવ...આ પ્રમાણે નો એક મેસેજ મોબાઈલ પર કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતકનું બેગ બહુમાળી બિલ્ડીંગના ચોથા માળેથી મળી આવી હતી અને ઘટના ત્રીજા માળે બની હતી. જે પોલીસ માટે તપાસનો વિષય છે. બહુમાળી કચેરીમાં દરરોજ હજારો લોકોની અવરજવર રહેતી હોય છે ,ત્યારે આ ઘટના શંકા ઉપજાવનારી સામે આવી રહી છે. જો કે, યુવકના મોતના પગલે અઠવા પોલીસની તપાસ દરમિયાન ચોક્કસ હકીકત બહાર આવે તો કોઇ નવાઈ નહીં.

Intro:સુરત : અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી બહુમાળી ના ત્રીજા માળેથી નીચે પટકાતા 25 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.લોકોની ભારે અવરજવર રહેતા બહુમાળી બિલ્ડીંગ ના ત્રીજા માળેથી યુવક કઈ રીતે નીચે પટકાયો તેનું રહસ્ય ઘેરાય રહ્યું છે.બહુમાળી બિલ્ડીંગ માં બનેલી આ વિચિત્ર ઘટના અગાઉ યુવકે પોતાના મિત્રને એક મેસેજ પણ મોબાઈલ પર કર્યો હતો.જેમાં લખ્યું હતું કે,મારા શરીર માં કોઈ ઘુસી ગયું છે અને તે મને ટેરેસ પર લઈ આવ્યું છે.મારી પાસે ચાલીસ હજાર રૂપિયા રોકડા પડ્યા છે અને તું મને બચાવવા આવ.સરકારી કચેરી માં બનેલી આ ઘટના હવે પોલીસ માટે તપાસ નો વિષય બની રહે છે...

Body:અઠવાલાઇન્સ વિસ્તારમાં બહુમાળી બિલ્ડીંગ ના ત્રીજા માળેથી ગત રોજ 25 વર્ષીય રાજ પટેલ નામનો યુવક નીચે પટકાતા તેનું કરુણ મોત નિપજ્યું હતું.જે બાદ લાશને પોસ્ટ - મોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.ઘટના બાદ અઠવા પોલીસે અકસ્માત નો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.આજ રોજ યુવકની લાશનું સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ - મોર્ટમ કરવામાં આવ્યું હતું.જ્યાં મૃતક ના મિત્ર એ જણાવ્યું હતું કે,રાજ પટેલ વકીલ ની ઓફિસમાં ફરજ બજાવે છે .ગત રોજ તે પોતાના અન્ય ત્રણ મીત્રો જોડે બહુમાળી આવ્યો હતો.જે દરમ્યાન ત્રીજા માળેથી રાજ નીચે પટકાતા તેનું મોત થયું હતું.જો કે ચોથા માળેથી તેની એક બેગ પણ મળી આવી છે.ઘટના અગાઉ તેણે મોબાઈલ પર એક મેસેજ પણ કર્યો હતો.પોતે બહુમાલી ની ટેરેસ પર છે અને તેના શરીર માં કોઈ ઘુસી ગયું છે.એક વ્યક્તિ પાસે રૂપિયા લેવાના હતા.જે લઈ લીધા છે અને પોતાની પાસે ચાલીસ હજાર રોકડા રૂપિયા પડ્યા છે.મારા શરીર માં ઘુસેલ વ્યક્તિ મારી પ્રગતિ જોઈ નથી શકતું અને જેથી તે આવું કરી રહ્યો છે.તું મને બચાવવા આવ...આ પ્રમાણે નો એક મેસેજ મોબાઈલ પર કર્યો હતો.

Conclusion:અત્રે ઉલ્લેખનીય છે કે મૃતકનું બેગ બહુમાળી બિલ્ડીંગ ના ચોથા માળેથી મળી આવી હતી અને ઘટના ત્રીજા માળે બની હતી.જે પોલીસ માટે તપાસનો વિષય છે.બહુમાળી કચેરીમાં દરરોજ હજારો લોકોની અવરજવર રહેતી હોય છે ,ત્યારે આ ઘટના શંકા ઉપજાવનારી સામે આવી રહી છે.જો કે યુવકના મોતના પગલે અઠવા પોલીસ ની તપાસ દરમ્યાન ચોક્કસ હકીકત બહાર આવે તો નવાઈ નહીં.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.