જામનગર: જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા ભાડુકીયા ગામમાં ગઈકાલે સાંજે અચાનક પડેલા ધોધમાર વરસાદે ગામના ખેડૂતોને ભારે મુશ્કેલીમાં મુકી દીધા છે. ગામના સરપંચ જીગ્નેશભાઈ કમાણીના જણાવ્યા અનુસાર, ગઈકાલે સાંજે 4 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીમાં ગામમાં લગભગ 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને કારણે ગામની નદી બે કાંઠે ફૂટી નિકળી છે. જ્યારે ગામની અંદરના રસ્તાઓ, સેલા અને વોંકળાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
ખેડૂતોને આર્થિક રીતે ભારે નુકસાન: મુખ્યત્વે મગફળીની ઋતુ ચાલી રહી હોવાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ઘણા ખેડૂતોની મગફળીના પાથરા ધોવાઈ ગયા છે અને તણાઈ ગયા છે. આ અચાનક પડેલા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. પરિણામે ખેડૂતોને આર્થિક રીતે ભારે નુકસાન થયું છે. ખાસ કરીને, આ વર્ષે મગફળીનો પાક સારો થયો હતો અને ખેડૂતોને સારી આવકની આશા હતી. પરંતુ આ અચાનક પડેલા વરસાદે ખેડૂતોના આ સપના પર પાણી ફેરવી દીધું છે.
લોકો એકબીજા સાથે સંપર્ક કરી શકતા નથી: મહત્વની વાત એ છે કે, ગામના રસ્તાઓ બંધ થઈ જવાથી વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. પરિણામે ગામ લોકો એકબીજા સાથે સંપર્ક કરી શકતા નથી. આમ, આ અચાનક પડેલા વરસાદથી ગામમાં ભારે વિક્ષેપ સર્જાયો છે અને ખેડૂતોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો: