સુરત: આપઘાતના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સુરતમાંથી ક્રાઇમનો દર આત્મહત્યાના કેસમાં વધી રહ્યો છે. સુરતમાં માતાએ પોતાની દોઢ વર્ષની દીકરી સાથે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ પછી માતાએ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં રહેતા બલબીર કેવટ જે કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
આપઘાતનો પ્રયાસ: પત્ની અંજુ અને તેની દોઢ વર્ષની દીકરી શિખા જેઓને માતા અંજુએ કોઈ કારણોસર જીંદગી ટૂંકાવવાનો પ્રયાસ કરાવ્યો હતો. ત્યારબાદ પોતે પણ જાતને પડતી મૂકવા પ્રયાસ કર્યો હતો. આ વાતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. સ્થાનિકોને જાણ થતા જ તેઓ દોડી આવ્યા હતા. માતા-પુત્રીને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતો. હાલ બંનેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
તબિયત સ્થિર:બંનેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. બીજીબાજુ આ મામલે પાંડેસરા પોલીસે પણ આગળની તપાસ હાથ ધરી છે. માતાનું નિવેદન લીધા બાદ જ આપઘાત કરવા પાછળનું કારણ બહાર આવી શકશે. આ બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશન પોલીસ કોન્સ્ટેબલ અનિલસિંહ જણાવ્યું કે, આ ઘટના બપોરે બની હતી. અમને સિવિલ પોલીસ ચોકી દ્વારા જાણ કરવામાં આવી હતી. હાલ તો આ મામલે પોતાનો જ જીવ લેવાનો પ્રયાસ કરનાર બલબીર કેવટનું જ નિવેદન લીધું છે. તેમને પણ ખ્યાલ નથી કે તેમની પત્નીએ શા માટે તેમની પુત્રી સાથે જીવનનો અંત આણવાનો પ્રયાસ કર્યો
નિવેદન લેવાનું બાકી: આસપાસના સ્થાનિકોએ જણાવ્યું હતું કે, માતા પુત્રી બંને આપઘાતની કોશિશ કર્યા બાદ મોટે મોટેથી રાડો પાડતા તેઓને ખબર પડી હતી. માતા અંજુબેન હાલ પણ બેભાન અવસ્થામાં છે. જેથી તેમનું નિવેદન લેવાનું બાકી છે. પુત્રી સીખાને હોસ્પિટલના પીઆઈસીયું વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. તેમની સ્થિતિ પણ નાજુક છે. માતાનું નિવેદન લીધા બાદ જ આપઘાત કરવા પાછળનું કારણ બહાર આવી શકશે. તેમનો ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. તેમના ફોન થકી કશું જાણી શકાયું નથી.