ETV Bharat / state

Surat Airport gold smuggling case : આરોપી PSI Phd હોલ્ડર, પરાગ દવે માત્ર મોહરો, કોઇ ઉચ્ચ અધિકારી હોઈ શકે છે માસ્ટર માઈન્ડ - undefined

રાજ્યના સૌથી મોટા ગોલ્ડ સ્મગલિંગ કેસમાં સુરત પોલીસના પીએસઆઇની સંડોવણી બહાર આવી છે. આરોપી ઈમીગ્રેશનના પીએસઆઇ પીએચડીની ડિગ્રી ધરાવે છે. એટલું જ નહીં ડીઆરઆઈ ને માહિતી મળી હતી કે 48 કિલો ગોલ્ડ સ્મગલિંગ બાદ પણ અન્ય 20 ડીલવરી આરોપી પીએસઆઇ પરાગ દવે ને થવાની હતી.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 10, 2023, 10:31 PM IST

સુરત : આરોપી ઇમિગ્રેશન પીએસઆઇ પાસેથી 12 લાખના ચેક પણ મળી આવ્યા છે. આ કેસમા આરોપી પીએસઆઇ સહિત ત્રણ લોકોની કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પરાગ દવે નામના મોહરાને કયો માસ્ટર માઈન્ડ વાપરી રહ્યો હતો, તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી રહી છે. તે કયો ડિપાર્ટમેન્ટનો ઉચ્ચ અધિકારી છે તે અંગેની પણ તપાસ શરૂ કરાઈ છે.

PSI બન્યો આરોપી : કોઈએ વિચાર્યું પણ નહોતું કે એક વર્ષ પહેલાં સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવનાર પીએસઆઇ જ્યારે સુરત ઈમિગ્રેશનનો પીએસઆઇ બનશે, ત્યારે રાજ્યના સૌથી મોટા ગોલ્ડ સ્મગલિંગ કેસમાં આરોપી બની જશે. ગોલ્ડ સ્મગલિંગના કેસમાં હાલ જે આરોપી નું નામ સામે આવ્યું છે તે પોલીસના પીએસઆઇ પરાગ દવે છે. 48 કિલો ગોલ્ડ કેસમાં સુરત એરપોર્ટ પરથી અમદાવાદ અને સુરતના ડી.આર.આઇ અધિકારીઓએ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આ સમગ્ર મામલે એરપોર્ટ પર ઈમિગ્રેશન પીએસઆઇની શંકાસ્પદ ભૂમિકાના આધારે ડી.આર.આઈની ધરપકડ કરી ત્યારે ખબર પડી કે આ સમગ્ર મામલે પીએસઆઇ પરાગ દવે મહત્વની ભૂમિકા ભજવી રહ્યો હતો.

કોણ છે પરાગ દવે : એક વર્ષ પહેલા સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવનાર પરાગ દવેની બદલી સુરત એરપોર્ટ ખાતે થઈ હતી અને તે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવી રહ્યો હતો. પરાગ દવેના સોશિયલ હેન્ડલ પરથી મળતી માહિતી મુજબ તે એક્સપર્ટ એન્ડ મેન્ટર ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ મેજેસ્ટિક મેમરી એન્ડ એનએલપી ટ્રેનર અને કોચ છે અને પીએચડી પણ છે.

આરોપીઓ સાથે વીડિયો કોલ : આ સમગ્ર મામલે મોહમ્મદ સકીબ, ઉવેશ શેખ અને યાસીન શેખની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેયને દુબઈમાં સૂચના આપવામાં આવી હતી કે સુરત એરપોર્ટ પર પહોંચી વીડિયો કોલના મારફતે પીએસઆઇ પરાગ દવે સાથે વાત કરાવે અને ત્યાર પછી જે ગોલ્ડ છે તે પીએસઆઇને આપે.

પરાગ દવે પાસે 20થી વધુ ડીલીવરી થવાની હતી : ડીઆરઆઇના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપી પીએસઆઈ ને માત્ર આ મોટુ કન્સાઈમેન્ટ જ નહીં પરંતુ 20 જેટલા ગોલ્ડ કન્સાઇમેટ મળવાના હતા. સુરત એરપોર્ટ પર સહેલાઈથી આ ગોલ્ડ સ્મગલિંગ કરવામાં આવી રહી હતી અને આવનાર દિવસોમાં આવી જ રીતે 20 વાર ગોલ્ડ સ્મગલિંગ કરીને આવવાનો હતો. જેને સગેવગે કરવાનું કામ પીએસઆઇ પરાગ કરવાનો હતો.

પરાગ દવે માત્ર મોહરો છે માસ્ટરમાઈન્ડ કોણ : પીએસઆઇની પહોંચ દુબઈ સુધી કેવી રીતે છે? અને કઈ રીતે આટલા મોટા પ્રમાણમાં તે ગોલ્ડ મંગાવી શકે છે અને તે ગોલ્ડ માટે પૈસા કઈ રીતે અહીંથી લઇ જતો હતો. તે સમગ્ર મામલે ડીઆરઆઈ તપાસ કરી રહી છે. ડીઆરઆઈ ના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પરાગ દવે માત્ર મોહરો છે. તેની પાછળ માસ્ટર માઈન્ડ કોઈ ઉચ્ચ અધિકારી હોઈ શકે છે. જેના ઇશારે પીએસઆઇ આ સમગ્ર ઘટનાને અંજામ આપી રહ્યો હતો. આ ઉચ્ચ અધિકારીનો સંપર્ક દુબઈના લોકો સાથે છે અને સુરતમાં પણ આ ગોલ્ડ કોને આપવામાં આવી રહ્યું હતું તે અંગેની તપાસ શરૂ કરાઈ છે.

  • ડિમાન્ડ માટેના મહત્વના ગ્રાઉન્ડ જે ડીઆરઆઈ દ્વારા રજૂ કરાયા
  1. આરોપીના કબજામાંથી 42 કિલો સોનું (99 ટકા શુદ્ધતા) મળી આવ્યું હોવાનું સ્વીકાર્યું છે.
  2. આટલી મોટી માત્રામાં સોનું કોની મદદથી મેળવ્યું અને કોના માટે આટલી મોટી માત્રામાં સોનાની દાણચોરી કરી અને કેટલું કમિશન મેળવ્યું તે નક્કી કરવું પડશે.
  3. આ કેસમાં આતંકવાદ વિરોધી પ્રવૃત્તિઓ સામેલ છે કે કેમ તેની તપાસ કરવાની છે.
  4. તમામ આરોપીઓની કમાણી ક્ષમતા અને તેમને આટલી મોટી રકમ ક્યાંથી મળી તેની તપાસ કરવાની છે.
  5. સોનાની દાણચોરીમાં હવાલા માધ્યમો દ્વારા નાણાંનો માર્ગ અને આરોપીઓના બેંક ખાતાઓ સાથે આ એંગલની તપાસ કરવી જરૂરી છે.
  6. તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે દુબઈમાં કોઈએ સુરતના ઈમિગ્રેશન ઓફિસરનો ફોટો બતાવ્યો છે, તેઓ પી.ડી. દવેના સંપર્કમાં કેવી રીતે આવ્યા તેની તપાસ કરવાની છે.
  7. આટલા મોટા નાણાકીય વ્યવહાર માટે માસ્ટર માઇન્ડ અને રોકાણકારની તપાસ થવી જરૂરી છે.
  8. સીસીટીવી ફૂટેજ પણ રિકવર કરવામાં આવ્યા છે, તેથી અમારે એફએસએલમાં આરોપીઓના ફોટોગ્રાફની સરખામણી કરવી પડશે અને ગેઇટ એનાલિસિસ પણ કરવું પડશે.
  9. તેમના કબજામાંથી મોબાઇલ પણ મળી આવ્યો છે અને મોબાઇલમાં કેટલીક ગુનાહિત માહિતી પણ છે, તેથી અમારે તે લાઇન પર તપાસ કરવાની છે, તેથી આરોપીની કસ્ટડી માટેનું કારણ જરૂરી છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.