સુરત : શહેરમાં દિવસે દિવસે અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. તેવી રોતે ગઈકાલે શહેરના પાલ ઉમરા બ્રિજ ઉપર ફિલ્મી ઢબે ઇકો સામેના રોડથી ઉભી એકટીવા સાથે અથડાઈ હતી. કાર સાથે અથડાતા એકટીવા ચાલક દંપતિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલમાં આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા 45 વર્ષીય મહેશ ઘોઘારીનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ નીપજ્યું હતું.
લગ્ન પ્રસંગમાં જઇ રહ્યા હતા દંપતી : આ બાબતે પાલ પોલીસ દ્વારા જણાવામાં આવ્યું કે, સાંજે 5:30 વાગ્યાની આસપાસ અમને આ ઘટનાની જાણકારી આપવામાં આવી હતી. આ ઘટનામાં મૃતક 45 વર્ષીય મહેશ ઘોઘારી જેઓ કતારગામ વિસ્તાર શિવધારા સોસાયટીમાં રહે છે. તેઓ વર્ષોથી સુરતમાં જ રહેતા અને રત્નકલાકાર હતા. તેઓ તેમની પત્ની શોભા ઘોઘારી સાથે વેસુ પાસે તેમના જ પરિવારમાં લગ્ન પ્રસંગમાં જઇ રહ્યા હતા, ત્યારે પાલ ઉમરા બ્રિજ પર આ અકસ્માત નડ્યો હતો. જોકે આ ઘટના થતા જ લગ્નનું પ્રસંગ માતમમાં ફેરવાઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
ગાડી ચાલકો ફરાર : વધુમાં જણાવ્યું કે, ઈકો ગાડી મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડી હોય તેમ લાગી રહ્યું છે. ઘટના સ્થળ પરથી ઇકો ગાડી ચાલકો જોવામાં આવ્યા નથી. લોકોનું કહેવું છે કે, તેઓને પણ નાની મોટી ઇજાઓ પહોંચી છે. જોકે તેમ છતાં પણ ગાડીમાંથી બહાર આવીને બહાર જતા રહ્યા હતા. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ કરી રહ્યા છીએ.
મૃતકના પુત્રએ શું કહ્યું : આ બાબતે મૃતક મહેશ ઘોઘારીના પુત્ર વૈદિકે જણાવ્યું કે, મારા પિતા રત્ન કલાકાર હતા. મારા કાકાના છોકરાના મેરેજમાં અમે જઈ રહ્યા હતા. તેવામાં જ અમને ફોન આવ્યો કે આ રીતે ઘટના બની થઈ છે. જેથી અમે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા પરંતુ ત્યાં જાણવા મળ્યું કે પપ્પા રહ્યા નથી. તારા પપ્પા સાથે મમ્મી પણ હતી. મમ્મીને પણ શરીરના ભાગે ઇજાઓ પહોંચી છે. તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Bhavnagar Murder Case: પત્નીની હત્યા કરી પતિ ભાગી નીકળ્યો, રસ્તામાં મોતનો ભેટો થયો
અજાણ્યા વ્યક્તિની મદદ : મૃતકને હોસ્પિટલ સુધી લઈ આવનાર કરણ પટનીએ જણાવ્યું કે, હું એક શિક્ષક છું. હું મારા ઘરે જઈ રહ્યો હતો, ત્યારે જોયું કે બ્રિજ પર લાંબી ટ્રાફિક હતો. ત્યારે મને નજરે જોવા મળ્યું કે, દૂર એક ઇકો કારને અકસ્માત નડ્યો છે પરંતુ નજીક જઈને જોયું તો ત્યાં અંકલ નીચે ઉંધા માથે પડ્યા હતા. બાજુમાં આંટી પડયા હતા. તેથી મેં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. તેમની સાથે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ સુધી હું લઈને આવ્યો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, લોકો તાત્કાલિક મદદે આવ્યા હતા. પરંતુ આ ઘટનામાં એ ઈકો ગાડીમાંથી બે લોકો ઉતરે છે. તેમને પણ નાની મોટી ઇજાઓ પહોંચી હતી પરંતુ તેઓ ક્યાં જતા રહે છે. કોઈને ખબર પડતી નથી.
આ પણ વાંચો : Viral Video: સિદ્ધપુર પાસે દારૂ ભરેલી કારને અકસ્માત, દારૂ-બિયર લેવા લોકોની પડાપડી
108માં અંકલ કશું કહેવા માંગતા : પટનીએ જણાવ્યું કે, 108માં હું લઈને આવી રહ્યો હતો, ત્યારે અંકલ કશું કહેવા માંગતા હતા. પરંતુ તેઓ કહી શકતા ન હતા. જેથી મેં તમને કહ્યું કે, અકલ હું તમારી સાથે જ છું. ફરી પાછી તેઓ બોલ્યા કે મારી પત્ની ક્યાં છે ત્યારે મેં તમને કહ્યું કે, તેમને પણ હોસ્પિટલ લઈ ગયા છે. હોસ્પિટલ પહોંચ્યો એટલે તાત્કાલિક ડોક્ટરો તેમની સારવાર શરૂ કરી દીધી હતી. પરંતુ તેમનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ થયું છે. ત્યાં મને પણ ખબર નહિ હતી કે તેમનું પરિવાર ક્યાં રહે છે શું કરે છે. તેમના પરિવારને કઈ રીતે જાણ કરવું. પરંતુ મને પણ ખ્યાલ નહિ હતો કે, હું એમ્બ્યુલન્સમાં બેઠો એટલે જ તેમની સાથે તેમના પરિવારના એક સભ્ય પણ એમ્બ્યુલન્સના ડ્રાઈવર સાથે બેસી ગયા હતા. જેથી મારે પરિવારનો સંપર્ક કરવાની જરૂર પડી નઈ હતી.