સુરત: ભગવાન રામના જીવનકાળને રામભક્તો સ્વર્ણકાલ માની રહ્યા છે. ભગવાન હોવા છતાં એક સામાન્ય માનવીની જેમ તેઓએ પોતાનું જીવન વ્યતીત કર્યું અને મર્યાદા પુરુષોત્તમ કહેવાયા. રામની જીવની અંગે ૠષિ વાલ્મિકીની રામાયણ અંગે ઘણું સાંભળ્યું હશે, પરંતુ સુરત ખાતે એક 19 કિલોની દુર્લભ કહી શકાય એવી સોનાની રામાયણ છે, કે જે માત્ર વર્ષમાં એક વાર રામનવમીના દિવસે જાહેર જનતા માટે મુકવામાં આવે છે.
એકજ દિવસ લોકોના દર્શન માટે મુકવામાં આવે: ભગવાન શ્રી રામના જન્મને તેમના ભક્તો ભક્તિ ભાવથી ઉજવે છે. ભક્તિ અને શક્તિ ના પ્રતીક ભગવાન રામને ભક્તો રામનવમીને દિવસે ભાવપૂર્વક ઉજવીને ભગવાન રામ પ્રતિ એમની આસ્થાના ભાવ વ્યક્ત કરે છે. સુરતના લોકો માટે રામનવમીના દિવસે ભક્તિ કરવાની સાથે અન્ય એક બાબત ખાસ છે. કારણ કે આ દિવસે રામ ભક્તોને સોનાની રામાયણ જોવા મળે છે. આ સોનાની રામાયણ ભક્તો માટે વર્ષમાં એકજ દિવસ લોકોના દર્શન માટે મુકવામાં આવે છે. માત્ર રામનવમીના દિવસે ભક્તો આ સુવર્ણ રામાયણ જોઈ શકે છે. બીજી વાર જો આ સુવર્ણ રામાયણ જોવી હોય તો એક વર્ષ રાહ જોવી પડે છે.
RAM NAVAMI 2023 : રામ નવમીમાં આ શુભ મુહૂર્તમાં કરો પૂજા, મળશે શુભ ફળ!
5 કરોડ વાર શ્રી રામ લખવામાં આવ્યુ: 530 પાનાની સોનાનીઆ રામાયણ 222 તોલાના સ્વર્ણની સ્યાહીથી લખવામાં આવી છે. જેનું વજન 19 કિલો છે. 10 કિલો ચાંદી, ચાર હજાર હીરા, માણેક, પન્ના અને નીલમ થી સજાવવામાં આવી છે. જેની કિંમત કરોડોમાં છે. સ્વર્ણ રામાયણના મુખ્ય પૃષ્ટ પર એક તોલા સોનાથી શિવની, અર્ધા તોલા સોનાથી હનુમાનની પ્રતિમા બનાવવામાં આવી છે. 1981માં રામ ભાઈ ભક્ત દ્વારા આ સુવર્ણ રામાયણને ખાસ પુષ્ય નક્ષત્ર માંજ લખવામાં આવી છે. એટલે કુલ 9 મહિના અને 9 કલાકમાં આ રામાયણ લખવામાં આવી. જેમાં 12 લોકો શામેલ હતા. 530 પાના પર રામના જીવનને ચિત્રિત કરવામાં આવ્યુ છે. આ રામાયણમાં 5 કરોડ વાર શ્રી રામ લખવામાં આવ્યુ છે.
Chaitra Navratri 2023: નવમાં દિવસે મા દુર્ગાના નવમાં સ્વરૂપ મા સિદ્ધિદાત્રીની પૂજા
પાણીથી ધોવા છતાં પણ તેની ઉપર કોઈ અસર થતી નથી: આ રામાયણ લખનાર રામભાઈ ભક્તના સંબધી ગુણવંત ભાઈએ જણાવ્યું કે, રામાયણ માટે જર્મનીથી પાના મંગાવવમાં આવ્યા હતા. જેને પાણીથી ધોવા છતાં પણ તેની ઉપર કોઈ અસર થતી નથી. જર્મનીનો આ કાગળ એટલા સફેદ છે કે, હાથ લાગે તો પણ એની પર કોઈ ડાઘ લાગતો નથી. વર્ષમાં એક વાર આ રામયણ ભક્તોના દર્શન માટે મુકવામાં આવે છે. ભક્તો પણ આ સોનાની રામાયણના દર્શન કરીને ધન્ય થઈ જાય છે. દર્શન બાદ તેને બેંકમાં રાખવામાં આવે છે.