ETV Bharat / state

સુરતમાં ખેંચની બીમારીનું સફળ ઓપરેશન, હવે કયારે દવાઓ ખાવી પડશે નહિ

સુરત: ખેંચની બીમારીથી અનેક લોકો પીડિત હોય છે, પરંતુ મોટાભાગના લોકો એમ માની લે છે કે, ખેંચની બીમારીની કોઈ સારવાર નથી. એટલું જ નહીં કેટલાક લોકો તો ભુવાનો સહારો લેતા હોય છે. પરંતુ આજે મેડિકલ ક્ષેત્રે ખેંચની બીમારીની પણ સારવાર શોધી કાઢી છે. અને વ્યક્તિ આ બીમારીથી મુક્ત થઈ શકે છે. આ માટે દર્દીને માત્ર એક સર્જરી કરાવવાની જરૂરીયાત હોય છે. યુનિક હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ન્યૂરો સર્જન ડૉ. કિરીટ શાહે તાજેતરમાં જ મહિલા ખેંચની બીમારીથી પીડાતી હતી અને તેના પર સફળતા પૂર્વક સર્જરી કરીને બીમારીથી છુટકારો અપાવ્યો છે.

etv bharat surat
author img

By

Published : Sep 18, 2019, 12:34 PM IST

આ અંગે ડૉ.કિરીટ શાહે જણાવ્યુ હતું કે, ખેંચની બીમારીથી પીડિત વ્યક્તિ સામાન્ય જીવન જીવી શકતો નથી. ગમે ત્યારે ખેંચ આવી જવાના કારણે તે પડી જાય છે અને ઈજાગ્રસ્ત પણ થઈ જાય છે. હંમેશા પાંચ થી સાત ગોળીઓ લેવી પડતી હોય છે. જે સારવાર ખૂબજ ખર્ચાળ હોય છે. એટલું જ નહીં લાંબે ગાળે વ્યક્તિ યાદશક્તિ પણ ગુમાવવા લાગે છે.

ત્યારે એક માત્ર 'એન્ટરોમેશીયલ ટેમ્પોરલ લોબેકટોમી વિથ સિલેક્ટિવ અમિગડાલો હાઈપોકેમ્પોકટોમી' સર્જરી (Anteromesial Temporal Lobectomy Surgery with Selective Amygdalo hippocampectomy)થી મુક્તી મેળવી શકાય છે. આ સર્જરી બાદ વ્યક્તિ ક્વૉલિટી લાઈફ જીવી શકે છે. મગજનું સીટી સ્કેન અને MRIથી નિદાન કરીને આ સર્જરી કરવામાં આવે છે.

આ સર્જરી બાદ આંશિક રીતે અથવા તો પૂર્ણ પણે બીમારીથી છુટકારો મેળી જાય છે. સર્જરીનો સક્સેસ રેશિયો 70 થી 80 ટકા જેટલો છે. અત્યાર સુધી આ સર્જરી માટે દર્દીઓને દક્ષિણ ભારતમાં જવું પડતું હતું. પરંતુ હવે આ સારવાર સુરતના આંગણે અને તે પણ યુનિક હૉસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે. 4 માસથી ઉપરના દર્દીની ખેંચની સર્જરી કરવી શક્ય છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે, આ સર્જરીને માં કાર્ડ યોજનામાં આવરી લેવાઈ હોવાથી ગરીબ દર્દીઓ પણ આ યોજના હેઠળ સર્જરી કરાવીને ખેંચની બીમારીમાંથી મુક્તિ મેળવી શકે છે.

Intro:સુરત : ખેંચની બીમારીથી અનેક લોકો પીડિત હોય છે, પરંતુ મોટાભાગના લોકો એમ માની લે છે કે ખેંચની બીમારીની કોઈ સારવાર નથી. એટલું જ નહીં કેટલાક લોકો તો ભગત-ભુવાનો સહારો લેતા હોય છે. પરંતુ આજે મેડિકલ ક્ષેત્રે ખેંચની બીમારીની પણ સારવાર શોધી કાઢી છે અને વ્યક્તિ આ બીમારીથી મુક્ત થઈ શકે છે. આ માટે દર્દીને માત્ર એક સર્જરી કરાવવાની જરૂરીયાત હોય છે .યુનિક હોસ્પિટલ ખાતે ફુલટાઈમ ફરજ બજાવતા ન્યૂરો સર્જન ડૉ. કિરીટ શાહે તાજેતરમાં જ લિંબાયતની અમલા કંડાગટલા નામની પરિણિતા કે જે ખેંચની બીમારીથી ગ્રસ્ત હતી તેના પર સફળતા પૂર્વક સર્જરી કરીને આ પરિણિતાને આ બીમારીથી છુટકારો અપાવ્યો.

Body:આ અંગે ડૉ.કિરીટ શાહે જણાવ્યુ હતું કે ખેંચની બીમારીથી પીડિત વ્યક્તિ સામાન્ય જીવન જીવી શકતો નથી. ગમે ત્યારે ખેંચની આવી જવાના કારણે તે પડી જાય છે અને ઈજાગ્રસ્ત થઈ જાય છે. હંમેશા પાંચ થી સાત ગોળીઓ લેવી પડતી હોય છે જે સારવાર ખૂબજ ખર્ચાળ હોય છે. એટલું જ નહીં લાંબે ગાળે વ્યક્તિ યાદશક્તિ પણ ગુમાવવા લાગે છે. ત્યારે એક માત્ર 'એન્ટરોમેશીયલ ટેમ્પોરલ લોબેકટોમી વિથ સિલેક્ટિવ અમિગડાલો હાઈપોકેમ્પોકટોમી' સર્જરી (Anteromesial Temporal Lobectomy Surgery with Selective Amygdalo hippocampectomy) થકી આ બધી જફામાંથી મુક્તી મેળવી શકાય છે. આ સર્જરી બાદ વ્યક્તિ ક્વૉલિટી લાઈફ જીવી શકે છે. મગજનું સીટી સ્કેન અને એમઆરઆઈ થકી નિદાન કરીને આ સર્જરી કરવામાં આવે છે. આ સર્જરી બાદ આંશિક રીતે કાંતો પૂર્ણ પણે બીમારીથી છુટકારો મેળી જાય છે. સર્જરીનો સક્સેસ રેશિયો 70 થી 80 ટકા જેટલો છે. અત્યાર સુધી આ સર્જરી માટે દર્દીઓને દક્ષિણ ભારતમાં જવું પડતું હતું પરંતુ હવે આ સારવાર સુરતના આંગણે અને તે પણ યુનિક હૉસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે. 4 માસથી ઉપરના દર્દીની ખેંચની સર્જરી કરવી શક્ય છે.

Conclusion:મહત્વપૂર્ણ બાબત એ છે કે આ સર્જરીને માં કાર્ડ યોજનામાં આવરી લેવાઈ હોવાથી ગરીબ દર્દીઓ પણ આ યોજના હેઠળ સર્જરી કરાવીને ખેંચની બીમારીમાંથી મુક્તિ મેળવી શકે છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.