સુરત: ઈચ્છાપુર વિસ્તારમાં 4 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ મામલે આદિવાસી સમાજ દ્વારા રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીને રજૂઆત કરવામાં આવી છે. રજુઆતમાં આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી છે. રાજ્ય ગૃહપ્રધાન દ્વારા 7 દિવસની અંદર ચાર્જશીટ ફાઇલ કરવામાં આવશે તે ખાતરી આપવામાં આવી છે જેથી આરોપીને ઝડપથી સજા થશે.
ફાંસીની સજાની માંગ: આ બાબતે આદિવાસી સમાજના પ્રમુખ હિતેશ ભીલે જણાવ્યું હતું કે અમે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવામાં આવી છે કે થોડા દિવસો પેહલા જ રીતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જે રીતે અમારા સમાજની ચાર વર્ષની દીકરી ઉપર દુષ્કર્મ કરી કરવાની કોશિશ કરવામાં આવી છે. જેને લઈને અમારા આખો આદિવાસી સમાજ આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી છે. જે રજુઆત અમે રાજ્ય ગૃહ પ્રધાન સમક્ષ કરી છે અને તેઓ એ પણ અમને આશ્વાસન આપ્યું છે કે 7 દિવસની અંદર ચાર્જશીટ ફાઇલ કરવામાં આવશે તે ખાતરી આપવામાં આવી છે. જેથી આરોપીને ઝડપથી સજા થશે.
શું હતી ઘટના?: સુરત શહેરમાં ગત 21મી મોડી રાત્રીએ ઈચ્છાપુર વિસ્તારમાં આવેલ RJD પાર્ક પાસે આવેલ નવનિર્મિત બાંધકામ સાઈટ પર એક શ્રમિક પરિવાર રાતે સુઈ રહ્યું હતું ત્યારે જ આરોપી અજય રાય દ્વારા પરિવારની 4 વર્ષીય બાળકીને ઉંચકી લઇ ગયો હતો. ત્યારબાદ બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું અને તેની હત્યાનો પણ પ્રયાસ કર્યો હતો. બાળકી કોઈક રીતે ભાગીને પાસે પહોંચ્યું હતું. રાત્રિ બે વાગ્યાના અરસામાં બાળકીનો રડવાનો અવાજ પરિવાર ઊંઘમાંથી જાગી ગયા હતા. દીકરીને લોહીલુહાણ હાલતમાં જોતા પરિવાર ચોકી ગયું હતું.
આરોપીની ધરપકડ: તાત્કાલિક 108 ને જાણ કરી સારવાર અર્થ બાળકીને હોસ્પિટલમાં ખસેડાઈ હતી. બાળકીની હાલત ગંભીર સારવાર માટે ખસેડાઈ હતી. બીજી બાજુ નવી સિવિલ પોલીસ ચોકી દ્વારા ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં માહિતી આપતાં ઈચ્છાપુર પોલીસ સિવિલ હોસ્પિટલમાં દોડી આવી હતી. પોલીસે પરિવારનું નિવેદન લઈ દુષ્કર્મની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે આરોપીની ધરપકડ કરી હતી.