સુરત: એસીબી પોલીસે સુરત સેન્ટ્રલ સી.જી.એસ.ટીનાસુપ્રિટેન્ડેન્ટ અધિકારી રંજીતકુમાર ક્રિષ્નાકુમાર સાહને 1500 રૂપિયા લાંચ લેતા ઝડપી પાડ્યા છે. આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી રંજીતકુમાર ક્રિષ્નાકુમાર શાહ જેઓ પોતે સેન્ટ્રલ સી.જી.એસ.ટી સુપ્રિટેન્ડેન્ટ અધિકારી છે.
સંપર્ક કરી પોતાની ફરિયાદ: સુરતમાં ઘણા સમય બાદ એસીબી પોલીસે ફરી ટ્રેપ ગોઠવી લાંચીયાને પોતાના સકજામાં લીધો છે.સુરત એસીબી પોલીસે આ વખતે સેન્ટ્રલ સી.જી.એસ.ટી અધિકારીને 1500 રૂપિયા લાંચ લેતા ઝડપી પડ્યો છે.આ અધિકારીએ ફરિયાદી પાસે જીએસટી નંબર માટે રૂપિયા 3000 ની લાંચ માગી હતી. પરંતુ ફરીયાદી પાસે સગવડ ન હોય તો રૂપિયા 1500 આપવાનું નક્કિ થયેલા હતી.જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય તેઓએ એ.સી.બી.નો સંપર્ક કરી પોતાની ફરિયાદ આપેલ હતી.
રકમ સ્વીકારી: જે ફરિયાદ આધારે એસીબીએ ફરિયાદીના કહેવા પ્રમાણે શહેરના દિલ્હીગેટ વિસ્તાર ફ્લાય ઓવર નીચે, કૈલાસપતિ મહાદેવ મંદિરની બાજુમાં બોમ્બે બરોડા હેર આર્ટેની સામે લાંચના છટકા ગોઠવ્યું હતું. આ કામના આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા 1500 લાંચની રકમ સ્વીકારી સ્થળ જ ઉપર પકડાઇ ગયેલ હતી. આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે.આરોપી રંજીતકુમાર ક્રિષ્નાકુમાર શાહ જેઓ પોતે સેન્ટ્રલ સી.જી.એસ.ટી સુપ્રિટેન્ડેન્ટ અધિકારી છે.
આ પણ વાંચો Surat News : લોકસભા ચૂંટણી 2024નું લક્ષ્ય નક્કી, સુરત ભાજપની કારોબારી બેઠકમાં ચર્ચા
રાજી થઇ ગયા: ઉલ્લેખનીય છે કે, સરકારી ખાતું હોય કે પછી બિનસરકારી ખાતું જેમાં કોઈને કોઈક ખૂણે આવા ભ્રષ્ટાચાર થતા હોય છે. જેમાં ઘણી વખત એવું બન્યું છે કે, સરકારી કર્મચારી, અધિકારી અને બિનસરકારી કર્મચારીઓ,અધિકારીઓ મોટા લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ જતા હોય છે. મહત્વની વાત એ છે કે, આ અધિકારીઓના મહિને હજારો રૂપિયાની સેલેરી હોય છે.
લાંચિયો અધિકારીઃ કાળા ભ્રષ્ટાચાર કરી પોતાનું પરિવારનું પેટ ભરે છે. આ કેસમાં પણ આરોપી રંજીતકુમાર ક્રિષ્નાકુમાર શાહ જેઓ પોતે સેન્ટ્રલ સી.જી.એસ.ટી સુપ્રિટેન્ડેન્ટ અધિકારી છે.જેઓ પોતે 3000 રૂપિયા ની લાંચ માંગી હતી. ફરિયાદી જોડે રકઝક કરી 1500 રૂપિયા આપવા માટે રાજી થઇ જતા તેઓ 1500 રૂપિયા લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા હતા.