સુરત : હાલ સમગ્ર વિશ્વમા કોરોના વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે. જેને કારણે ભારતીયો જુદા-જુદા દેશોમાં ફસાયા છે. ત્યારે હાલ યુરોપના બેલારુસમાં ફસાયેલા વિદ્યાર્થીઓએ મદદની ગુહાર લગાવી છે. અંદાજિત 300થી વધુ ભારતીયો યુરોપમા ફસાયા છે. આ ઉપરાત 20 હજારથી વધુ કેસ પોઝિટિવ નોંધાયા છે. જેને કારણે ત્યાં અભ્યાસ અર્થે ગયેલા વિધાર્થીઓમા ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથો સાથ તેમના પરિવારજનોમા પણ ચિંતાનુ મોજુ ફરી વળ્યું છે.
છેલ્લા એક મહિનાથી તેઓ પીએમઓ તથા સીએમઓને આ અંગે મેઇલ કરી તમામ હકીકતને જાણ કરવામા આવી છે. તેમ છતા સરકાર દ્વારા કોઇ પણ પ્રકારની વ્યવસ્થા કરવામા આવી નથી. હાલમાં જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા વિદેશથી લોકોને લાવવાની વ્યવસ્થા કરવામા આવી છે. તેમ છતા યુરોપના આ શહેરને તેમાથી બાકાત રાખવામા આવ્યો છે. જેથી વિદ્યાર્થીઓ દ્વારા એક જ અપીલ કરવામા આવી રહી છે કે તેઓની કેન્દ્ર સરકાર મદદ કરે અને ફસાયેલા લોકોને ફરી ભારત લાવવાની વ્યવસ્થા કરે.