સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ સૌરાષ્ટ્ર સોસાયટી વિભાગ 2માં CAનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ઘરમાં એસિડ પીને (Drinking acid shortened life) આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે પછી તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાની જાણકારી મળી રહી છે. જે અંગે વરાછા પોલીસે (Surat Varachha Police) વધુ તપાસ કરી રહી છે.
પરિવાર શોકમાં વરાછા વિસ્તારમાં (Varachha area in surat) આવેલ અશ્વિનીકુમાર રોડ ઉપર સૌરાષ્ટ્ર સોસાયટી 2 માં રહેતી 17 વર્ષીય ક્રિતિકા રાજુ લાલુ જેઓ CA નો અભ્યાસ કરી રહી હતી. તેમણે એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો કર્યો હતો. પરિવારે તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સ્વીમેર હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં કૃતિકાનું ટૂંકી સારવાર બાદ મોત થયું છે. આ મામલે વરાછા પોલીસે (Surat Varachha Police) વધુ તપાસ હાથ ધરી છે. કૃતિકાનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
અભ્યાસ અઘરો આ મામલે તપાસ કરતાં પોલીસ અધિકારી મહેન્દ્રસિંહએ જણાવ્યુંકે, આ ઘટના શનિવારે રાત્રે થઈ હતી. ક્રિતિકાનેં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સ્વીમેર હોસ્પિટલ ખાસેડવામાં આવી હતી. જ્યાં તેમનું ગતરોજ સવારના સમયગાળા દરમિયાન ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. તેઓ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતા. હાલ CAનો અભ્યાસ કરી રહ્યા હતા. પરંતુ તેમને CA અભ્યાસ ખૂબ જ અઘરો લાગતા આ બાબતની જાણ તેમણે પોતાના પરિવારમાં કરી હતી.
માનસિક તણાવ ક્રિતિકાના પિતા અને નાનો ભાઈ બંને રત્ન કલાકાર છે. તેઓ વર્ષોથી સુરતમાં સ્થાયી છે. તેમનું મૂળ વતન અમરેલી જિલ્લાના સાવરકુંડલા માં આવેલ ચરખાડીયા ગામના છે. અભ્યાસના માનસિક તણાવમાં આપઘાત (Drinking acid shortened life) કર્યો હોય તેવું માની શકાય છે. પરંતુ હાલ તો અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.