ETV Bharat / state

બારડોલીમાં વેરો નહીં ભરનારા મિલકતધારકો સામે નગરપાલિકાની કડક કાર્યવાહિ - બારડોલી ન્યુજ

બારડોલીમાં વેરો નહીં ભરનારા મિલકતધારકો સામે નગરપાલિકાએ લાલ આંખ કરી છે. બુધવારના રોજ જે જે મિલકતધારકોએ વેરો ભર્યો ન હતો. તેના નળ કનેક્શન કાપવાની શરૂઆત કરી હતી. જે પૈકી ત્રણ મિલકતધારકોના નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા.

બારડોલીમાં વેરો નહીં ભરનારા મિલકતધારકો સામે નગરપાલિકાની કડક કાર્યવાહિ

author img

By

Published : Dec 31, 2020, 3:34 PM IST

  • બારડોલી નગરપાલિકાનો 27 ટકા વેરો વસૂલવાનો બાકી
  • ગત અઠવાડિયે વેરો નહીં ભરતા 40 દુકાનો સીલ કરાઈ
  • બે સોસાયટીના ત્રણ મકાનોના નળ કનેક્શન કાપ્યા

સુરત:કોમર્શિયલ વેરો નહીં ભરનારી દુકાનો સીલ કર્યા બાદ પાલિકાએ હવે ઘર વેરો નહીં ભરનારા મિલકતધારકો સામે કાર્યવાહી હાથ ધરી છે. બુધવારના રોજ પાલિકા દ્વારા ત્રણ મિલકતોના વેરો નહીં ભરવા બદલ નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક મિલકતધારકોએ પાલિકાની ટીમ કનેક્શન કાપવા જાય તે પહેલા જ વેરો ભર્યો હતો.

નગરપાલિકા દ્વાર 73 ટકા જ કરાઈ વસૂલાત

નગરપાલિકાઓમાં 90 ટકા વેરો વસૂલાત કરવામાં આવે તો જ 100 ટકા સરકારી ગ્રાન્ટ મળી શકશે. એવા પરિપત્ર બાદ બારડોલી નગરપાલિકાએ વેરા વસૂલાત માટે કડક કાર્યવાહી હાથ ધરી છે. ચાલુ વર્ષની 27 ટકા જેટલી વસૂલાત બાકી છે. એટલે કે હજુ 73 ટકા જેટલી જ વસૂલાત થઈ શકી છે. 90 ટકાથી વધુ વસૂલાત માટે પાલિકાએ વધુ કડક કાર્યવાહી કરી છે.

કોમર્શિયલ બાદ હવે રહેણાક મકાનો સામે કાર્યવાહી

ગત દિવસો દરમિયાન પાલિકાએ કોમર્શિયલ વેરો નહીં ભરનારા 40 જેટલી દુકાનો સીલ કરી હતી. જેને લઈને વેરા ભરવામાં મોડું કરાનારા મિલકત ધારકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ત્યારે બુધવારથી પાલિકાની વેરા વિભાગની ટીમ દ્વારા રહેણાંક મકાનોના બાકી વેરા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બારડોલીના જનતા નગરમાં આવેલી એક મિલકત અંગે ગાંધી રોડ પર બાળાદેવી આનંદ નગર સોસાયટીમાં બે મિલકતોનો દસથી 15 હજારનો વેરો બાકી હોવાથી પાલિકાએ તેમના નળ કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ અન્ય કેટલાક મિલકત ધારકો પાલિકાની ટીમ ઘર પર પહોંચતા જ પાલિકા કચેરીએ દોડી ગયા હતા અને બાકી વેરો ભરી દીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.