ETV Bharat / state

ઉધના વિસ્તારમાં તસ્કરોએ 5 દુકાનોને બનાવી નિશાન

સુરત: ઉધના વિસ્તારમાં તસ્કરોએ ફરી એક વખત તરખાટ મચાવ્યો છે. તસ્કર ટોળકી દ્વારા એકસાથે પાંચ દુકાનોને નિશાન બનાવવામાં આવી છે. ચોરીની ઘટનાને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

ઉધના વિસ્તારમાં તસ્કરોએ 5 દુકાનોને બનાવી નિશાને
author img

By

Published : May 18, 2019, 12:50 PM IST

નવસારી રોડ પર આવેલ મનપાના શોપિંગ સેન્ટરમાં રાત્રી દરમિયાન તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. મોડી રાત્રે તસ્કરોએ એકસાથે 5 દુકાનોને નિશાન બનાવી હતી. જેમાં કેટલીક દુકાનોમાંથી રોકડ રકમની ચોરી કરવામાં આવી હોવાનું બહાર આવી રહ્યું છે. તસ્કરો દ્વારા દુકાનોના શટર ઊચકાવી પ્રવેશ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરીની ઘટનાની જાણ થતાં વેપારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવી આ બનાવની જાણ ઉધના પોલીસને કરી હતી.

ઉધના વિસ્તારમાં તસ્કરોએ 5 દુકાનોને બનાવી નિશાન

આ બનાવની જાણ થતા ઉધના પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગળની તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં ઈસમો CCTV ફુટેજમાં પણ કેદ થયા છે. જેથી ફુટેજના આધારે આરોપીઓનું પગેરું મેળવી તે દિશામાં પોલીસે કવાયત હાથ ધરી છે. દુકાનોમાંથી કેટલા રૂપિયાની ચોરી થઈ છે તેનો આંક બહાર આવ્યો નથી. જે અંગે પોલીસ દ્વારા વેપારીઓના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે. જે બાદ બહાર આવશે કે ચોરીનો આંક કેટલો છે.

R_GJ_05_SUR_18MAY_CHORI_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : ઉધના વિસ્તારમાં તસ્કરોએ ફરી એક વખત તરખાટ મચાવ્યો છે. તસ્કર ટોળકી દ્વારા એકસાથે પાંચ દુકાનોને નિશાન બનાવવામાં આવી છે. પાંચ દુકાનોમાં ચોરીની ઘટના ના પગલે ઉધના પોલીસ પણ દોડતી થઇ છે.ચોરીની ઘટના બનતા પોલીસ દ્વારા તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ બોલાવવામાં આવ્યો છે.

જ્યાં શોપિંગ સેન્ટરના સીસીટીવી ફૂટેજ ના આધારે તસ્કર ટોળકી નું પગેરું મેળવવાની દિશામાં કવાયત હાથ ધરવામાં આવી છે.જો કે ચોરીનો આંક પોલીસ તપાસ બાદ જ બહાર આવી શકે તેમ છે.અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઉધના વિસ્તારમાં ચોરીની આવું અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી ચુકી છે ,જ્યાં ફરી એકસાથે પાંચ દુકાનોના તાળા તૂટતા પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલ ઉભા થયા છે.

ઉધના - નવસારી રોડ પર આવેલ મનપા ના શોપિંગ સેન્ટરમાં રાત્રી દરમ્યાન તસ્કર ટોળકીએ તરખાટ મચાવ્યો છે.મોડી રાત્રે પ્રવેશેલ તસ્કર ટોળકી દ્વારા એકસાથે પાંચ જેટલી દુકાનોને નિશાન બનાવવામાં આવી છે.જેમાં કેટલીક દુકાનોમાંથી રોકડ રકમની ચોરી કરવામાં આવી હોવાનું બહાર આવી રહ્યું છે.તસ્કર ટોળકી દ્વારા દુકાનોના શટર ઊંચા કરી પ્રવેશ કરવામાં આવ્યો હતો.જ્યાં બાદમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો ..ચોરીની ઘટના ની જાણ થતાં વેપારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને બનાવની જાણ ઉધના પોલીસને કરી હતી.

બનાવની જાણ થતા ઉધના પોલીસ નો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો અને તપાસ શરૂ કરી હતી.પોલીસ ની તપાસમાં કેટલાક ઈસમો સીસીટીવી ફુટેજમાં પણ કેદ થયા છે તે ફુટેજના આધારે આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં પોલીસે કવાયત હાથ ધરી છે.પાંચ દુકાનોમાંથી કેટલા રૂપિયાની ચોરી થઈ છે તેનો આંક બહાર આવી શક્યો નથી.જે અંગે પોલીસ દ્વારા વેપારીઓના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે.જે બાદ બહાર આવશે કે ચોરીનો આંક કેટલો છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.