સુરત: શહેર સહિત રાજ્યભરની શાળાઓમાં નવા પડકારો નવા પ્રશ્નો સાથે આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત (Start of new academic session) કરવામાં આવી છે. વહેલી સવારથી જ શાળાના પરિસરો નાના બાળકોના કલરવથી ગુંજી( Primary education in Gujarat )ઊઠી છે. જોકે કોરોના બે વર્ષ બાદ ધોરણ 1 થી 12 ની તમામ વર્ગો ઓફલાઈન શરૂ કરવામાં આવ્યા છે. નિયમિત શાળા શરૂ થવાની સાથે જ બે વર્ષની તુલનાએ પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક વિભાગમાં વિદ્યાર્થીઓ સંખ્યામાં સંતોષકારક વધારો થયો છે. ગત વર્ષે પ્રાથમિકના વર્ગો અને શાળાઓમાં વિદ્યાર્થીઓને માત્ર બેથી ત્રણ કલાક માટે શાળા બોલવામાં આવ્યા હતા. આ વર્ષે નવા શૈક્ષણિક સત્રમાં પાંચ કલાક નિયમિત વર્ગો ચાલશે. બે વર્ષની સરખામણીએ વધેલી વિદ્યાર્થીની સંખ્યા અને નિયમિત શાળા શરૂ થવાની સાથે શિક્ષકો આચાર્યમાં પણ ઉત્સાહનો માહોલ છે.
આ પણ વાંચોઃ ભગવાન જગન્નાથજીની જળયાત્રાના એક દિવસ પહેલાં મેઘરાજાએ આ રીતે કર્યો જળાભિષેક
ઓફલાઈન અભ્યાસથી વિદ્યાર્થીઓમાં ખુશી - રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની 3000 શાળાઓમાં 15 લાખથી વધારે વિદ્યાર્થીઓ ઓફલાઈન અભ્યાસ કરશે. કોરોના મહામારીને કારણે ગત વર્ષે નવા શૈક્ષણિક સત્રની આરંભે જ અને પ્રશ્નો જોવા મળ્યા હતા. ખાસ કરીને છેલ્લા બે વર્ષમાં નવા સત્ર વર્ગમાં વિદ્યાર્થીઓમાં હાજરીનો આદેશ કરાયો હતો. આ સિવાય પ્રાથમિક વર્ગના અને નીચલા વર્ગના વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ આપવામાં આવતો હતો. પરંતુ હવે ઓફલાઈન અભ્યાસથી વિદ્યાર્થીઓ પણ ખૂબ જ ખુશખુશાલ જોવા મળી છે.
બે વર્ષ બાદ ફરી વિદ્યાર્થીઓને ઓફલાઈન અભ્યાસ કરશે - આજ થી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ચૂકી છે. વાલીઓ બાળકો અને શિક્ષકો સજ્જ છે. આમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ખૂબ જ ખુશ છે કારણ કે પોણા બે વર્ષ બાદ ફરી વિદ્યાર્થીઓને ઓફલાઈન અભ્યાસ કરશે. જો કોઈ વિદ્યાર્થીને કોઈ તકલીફ હોય તો તેમના વાલીઓને સ્વૈચ્છિક રીતે કહેવામાં આવ્યું છે કે તેઓને શાળા ન મોકલવા. બાકી આરતી સંપૂર્ણ હાજરી સાથે સારો શરૂ થઈ ચૂકી છે. કારણ કે વિદ્યાર્થી અને શિક્ષકો વચ્ચે ઓફલાઈન એજ્યુકેશનમાં તે વિદ્યાર્થીઓને ઘરે બેસીને ગુમાવ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી અમે વાલીઓ સાથે સતત સંપર્કમાં છીએ. જેથી હવે વિદ્યાર્થીઓ આ ઓફલાઈન વર્ગમાં આવી ચૂક્યા છે. તે ઉપરાંત છેલ્લા ત્રણ દિવસથી અમે વાલી અને વિદ્યાર્થીઓને સ્કૂલમાં પણ બોલાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ ભલે પધાર્યા... પહેલાં દિવસે વિદ્યાર્થીઓનું આ રીતે થયું ભવ્ય સ્વાગત
પ્રથમ દિવસે 92 થી 95 ટકા જેટલી બાળકોની હાજરી - વધુમાં જણાવ્યું કે, આજે પ્રથમ દિવસે જ 92 થી 95 ટકા જેટલી હાજરી જોવા મળી છે. આજે નાના બાળકોએ શાળાના પગથીયા ઉપર પગલાં પડ્યા છે. તેમનું નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. આની માટે સ્કૂલ સંચાલકો દ્વારા ખૂબ જ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો છે. આ તમામ નાના બાળકોને સ્કૂલ ગેટથી વર્ગખંડ સુધી શાળા સંચાલકો દ્વારા દોરીને લઈ જતા હતા.