ETV Bharat / state

નશામાં ભાન ભૂલેલા પ્રેમીએ પ્રેમીકાને 49થી વધુ ઘા માર્યા, કંટાળેલી મહિલાની હતી મોટી જીદ - સુરતમાં મહિલાની હત્યા

સુરતમાં નવેમ્બર મહિનામાં થયેલી મહિલાની હત્યાના ગુનાનો ભેદ સુરત ક્રાઈમબ્રાન્ચની ટીમે (Surat Crime Branch) ઉકેલી નાખ્યો છે. આ મહિલાનો હત્યારો તેનો જ પ્રેમી હોવાનું સામે આવ્યું છે. આરોપી મૃતક મહિલાને ઓરિસ્સાથી અહીં લાવ્યો હતો ને ત્યારબાદ પ્લાન મુજબ તેની હત્યા કરી ફરાર થઈ (Woman killed in Surat) ગયો હતો. જોકે ક્રાઈમબ્રાન્ચની ટીમે તેની ધરપકડ (Surat Crime Branch arrested accused) કરી છે. આરોપીએ પોતાની પ્રેમિકાને 49થી વઘુ ઘા માર્યા હતા.

અજબ પ્રેમ કી ગજબ કહાની, 15 દિવસ જે મહિલાની હત્યા થઈ તેનો હત્યારો પ્રેમી જ નીકળ્યો

author img

By

Published : Dec 15, 2022, 1:06 PM IST

Updated : Dec 15, 2022, 1:52 PM IST

મૃતક મહિલા વારંવાર સુરત આવવા દબાણ કરતી હતી

સુરત શહેરના અમરોલી અંજની ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં (Anjani Industrial Area) 28 નવેમ્બરે એક અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે જઈને તપાસ કરતા તિક્ષ્ણ હથિયારના 49થી વધુ ઘા ઝીંકી મહિલાની હત્યા કરાઈ (Woman killed in Surat) હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનામાં આખરે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી અન્ય કોઈ નહીં, પરંતુ મૃતક મહિલાનો પ્રેમી નીકળ્યો હતો. ત્યારબાદ આ મૃતક મહિલા કોણ છે અને શા માટે તેની હત્યા કરવામાં આવી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી.

ગુનાનો ભેદ ઉકેલાયો મૂળ ઓરિસ્સાનો વતની આ ઘટનામાં તપાસ કરી રહેલી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે આખરે ગુનાનો (Surat Crime Branch) ભેદ ઉકેલી કાઢ્યો હતો. આ ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે (Surat Crime Branch) અમરોલી કોસાડ આવાસ પાસે રહેતા જગન્નાથ ઉર્ફે જગ્ગા નબી ઉર્ફે રવી ગૌડાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની કડક પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તે પોતે મૂળ ઓરિસ્સાનો વતની છે. અને છેલ્લા 10 વર્ષથી સુરતમાં પરિવાર સાથે (Surat Crime Branch arrested accused) રહે છે. તેમ જ હાલ સુરતમાં વોટરજેટ મશીનમાં બોબીન ભરવાનું કામ કરે છે.

આરોપીએ કરી કબૂલાત આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, મૃતક મહિલાનું નામ કુનીદાસ સીમાદાસ હતું અને તે ઓરિસ્સાના ડુમડુમા વિસ્તારની રહેવાસી હતી. બંને વચ્ચે છેલ્લા 3 વર્ષથી પ્રેમસબંધ હતો. બંને મોબાઈલ ફોન થકી એકબીજાના અવિરત્ સંપર્કમાં હતા. મૃતક મહિલા પોતાને સુરત લઈ જવા અને પૈસા માટે આરોપી પર દબાણ કરતી હતી. આરોપી આખરે કંટાળીને મહિલાને સુરત લઈ આવ્યો હતો.

મૃતક મહિલા વારંવાર સુરત આવવા દબાણ કરતી હતી જોકે, મૃતક મહિલા તેના સમાજની નહતી. તેમ જ તેને રાખવા માટે કોઈ વ્યવસ્થા પણ આરોપી પાસે નહતી. ત્યારબાદ આરોપી મૃતક મહિલાને અવાવરું ખેતરમાં લઈ ગયો ને ત્યાં નશામાં ધૂત થઈને ચપ્પુના 49થી વધુ ઝાં ઝીંકી મહિલાની હત્યા (Woman killed in Surat) કરી નાખી હતી. ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો. આરોપીએ અગાઉથી જ હત્યાનો પ્લાન બનાવી રાખ્યો હતો.

મૃતક મહિલાને સુરત લાવી તરત લઈ ગયો ઘટનાસ્થળે આ અંગે એડિશનલ પોલીસ કમિશનર (Surat Additional Commissioner of Police) શરદ સિંઘલે જણાવ્યું હતું કે, આરોપીએ જ્યારે હત્યા કરી ત્યારે તે નશામાં હતો, જેથી તેણે નશામાં 49થી વધુ ઘા ઝીંકી હત્યા કરી હતી. મૃતક મહિલાને તે ટ્રેનમાં સુરત લઈ આવ્યો હતો અને સુરત આવ્યા પછી સીધો જ તેને હત્યાના (Woman killed in Surat) ઘટનાસ્થળે લઈ ગયો હતો ને પ્લાન મુજબ તેને હત્યા કરી હતી.

Last Updated : Dec 15, 2022, 1:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.