ETV Bharat / state

Budget 2023: સરકારે ST માટે કરોડો ફાળવ્યા પણ પ્રવાસીઓ હજી પણ સુવિધાથી નારાજ - Gujarat Budget 2023

રાજ્યના નાણા પ્રધાન કનુ દેસાઈએ ગુજરાત વિધાનસભામાં વર્ષ 2023-24 માટેનું બજેટ રજૂ કર્યું હતું. ત્યારે 'એસટીની સવારી સલામત સવારી' આ મૂળ મંત્ર સાથે સરકારે એસટી બસ સેવાને વધુ વેગવંતી અને સુરક્ષિત બનાવવા બજેટમાં અનેક જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે આ અંગે ETV Bharatનાં સંવાદદાતાએ પ્રવાસીઓ સાથે ખાસ વાતચીત કરી હતી.

Budget 2023: સરકારે ST માટે કરોડો ફાળવ્યા પણ પ્રવાસીઓ હજી પણ સુવિધાથી નારાજ

author img

By

Published : Feb 24, 2023, 8:22 PM IST

પ્રવાસીઓમાં નિરાશા

સુરતઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે આજે (શુક્રવારે) નાણા પ્રધાન કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં સરકારે એસટી બસમાં પ્રવાસીઓને વધુને વધુ સુવિધા મળી શકે તેવા પ્રકારની જાહેરાત કરી છે, પરંતુ જ્યારે ETV Bharatની ટીમે એસટી બસના પ્રવાસીઓ સાથે વાતચીત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, દર વખતે બજેટમાં આવી જોગવાઈ હોય છે, પરંતુ યોગ્ય સેવા મળતી નથી.

આ પણ વાંચોઃ Gujarat Budget 2023 : બજેટ બાદ મુખ્યપ્રધાને કહી મહત્વની વાત, બજેટના લાભ કોને કોને મળવાના તે ચોખ્ખું કહ્યું

એસટી માટે કરોડોની જોગવાઈઃ એસટી બસ સેવાને વધુ સુરક્ષિત અને ઉપયોગી બનાવવા રાજ્ય સરકારના બજેટમાં કરોડો રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ખાસ કરીને દિવ્યાંગોને નિ:શુલ્ક યાત્રા સહિત બસ સ્ટેશન અને ડેપોના આધુનિકીકરણ સહિતના વિકાસની વાતો બજેટમાં કરવામાં આવી છે. એટલું જ નહીં, રાજ્યનું પ્રથમ સુરત રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનને જોડીને જેમ મલ્ટી લેવલ ટ્રાન્સપોર્ટેશન હબ બનવાનું છે. તેના પ્રથમ તબક્કા માટે પણ કરોડો રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.

પ્રવાસીઓ નિરાશઃ આ બજેટમાં હવાઈયાત્રીઓને જે રીતે સેવા એરપોર્ટ પર મળે છે. તે જ રીતેની સેવા બસ ડેપો પર મળી રહે તે માટેની કવાયત આ બજેટમાં જોવા મળી રહી છે. છતાં પ્રવાસીઓ પોતાના પ્રવાસના અનુભવથી હતાશ અને નિરાશ છે.

બસની હાલત જર્જરીતઃ એસટી બસમાં યાત્રા કરનારાં પ્રવાસીએ જણાવ્યું હતું કે, દર વર્ષે બજેટમાં બસ અને ટ્રાન્સપોર્ટેશનને લઈ જોગવાઈ કરવામાં આવતી હોય છે. છતાં પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવી પડતી હોય છે. ETV Bharat સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, બસની હાલત જર્જરીત તો છે અને બસમાં બેસવા બાદ સારો અનુભવ થતો નથી. એટલું જ નહીં, મોટા ભાગે બસ સ્ટેન્ડ અને બસમાં ગંદકી જોવા મળતી હોય છે. ખાસ કરીને જ્યારે રાજ્ય બહારથી આવનારી પ્રવાસીઓને કડવો અનુભવ થયો હોય તેવું જણાવ્યું હતું. તો બીજા રાજ્યથી આવેલા પ્રવાસીએ જણાવ્યું હતું કે, અમને લોકલ ભાષા આવડતી નથી અને ક્યાંક પણ બીજી ભાષામાં બસ ક્યાં ઉપડશે. તે અંગેની જાણકારી પણ નથી.

આ પણ વાંચોઃ Budget 2023: આ વર્ષનું બજેટ અત્યાર સુધીનું સૌથી અલગ, પ્રવાસન પર મૂકાયો ભારઃ નાણા પ્રધાન

બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓ પર નજરઃ સુરત ખાતે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવાના પ્રથમ તબક્કા માટે 57 કરોડ રૂપિયાની જોગવાઈ સરકારે કરી છે. સાથે જ દિવ્યાંગો નિ:શુલ્ક એસટી સવારી કરી શકશે. સરકારે 50 ઈલેક્ટ્રિક બસની ખરીદી માટે રૂપિયા 24 કરોડની જોગવાઈ કરી છે. તો એરપોર્ટ જેવી તમામ સુવિધા બસ સ્ટેશન ઉપર મળી રહે આ માટે પીપીપી ધોરણે 7 બસ સ્પોટને કાર્યરત્ કરવામાં આવશે. નવા 125 ડેપો વર્કશોપ ,16 વિભાગીય કચેરી સહિત 16 ડિવિઝનલ વર્કશોપ ખાતે સીસીટીવી સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.