ETV Bharat / state

International Yoga Day: બારડોલી પોસ્ટ ઓફિસમાં ટપાલ રવાનગી માટે વિશેષ સિક્કાનો ઉપયોગ કરાયો - post office yoga day photos

સોમવારના રોજ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભારતીય ટપાલ વિભાગની બારડોલી હેડ પોસ્ટ ઓફિસ ખાતે યોગ જાગૃતિ માટે એક વિશેષ સિક્કો મારી ટપાલ રવાના કરવામાં આવી હતી. જેનો પ્રારંભ રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન ઈશ્વરભાઈ પરમારે કરાવ્યો હતો.

બારડોલી
બારડોલી
author img

By

Published : Jun 21, 2021, 5:01 PM IST

  • જન જાગૃતિ માટે યોગનું ચિત્ર દર્શાવતો સિક્કો લગાવ્યો
  • બારડોલી હેડ પોસ્ટ ઓફિસથી પ્રધાન ઈશ્વર પરમારે પ્રારંભ કરાવ્યો
  • ગોળ સિક્કાની જગ્યાએ યોગના ચિત્ર વાળી ટિકિટનો પત્ર રવાના કરાયો

બારડોલી: સોમવારના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભારતીય ટપાલ વિભાગ દ્વારા આજે ટિકિટ કેન્સલેશન માટે વિશેષ સિક્કાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. યોગની જાગૃતિ માટે આ સિક્કો આજે સોમવારે રવાના થયેલી તમામ પોસ્ટ પર મારવામાં આવ્યો હતો. જેનો રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન ઈશ્વર પરમારે બારડોલી હેડ પોસ્ટ ઓફિસથી પ્રારંભ કરાવ્યો હતો.

યોગ દિવસ નિમિત્તે વિશેષ સિક્કાનો ઉપયોગ
યોગ દિવસ નિમિત્તે વિશેષ સિક્કાનો ઉપયોગ

આ પણ વાંચો: જૂનાગઢની માહી વાછાણીએ યોગમાં મેળવી વિશેષ તાલીમ, કઠિન આસન પણ કરે છે આરામથી

આજે રવાના થયેલી તમામ ટપાલ પર યોગ જાગૃતિ માટેનો સિક્કો લગાવ્યો

આજે સાતમા વિશ્વ યોગ દિવસની દેશ ભરમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે યોગ દિવસની સાથે ભારતીય ટપાલ વિભાગ દ્વારા પણ આજે અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ટપાલ વિભાગ દ્વારા બારડોલી ખાતે પણ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન ઈશ્વર પરમારની ઉપસ્થિતિમાં બારડોલી પોસ્ટ કચેરી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ભાજપના સાંસદની 'અગ્નિસાધના'

લોકજાગૃતિના હેતુથી કરાયું આયોજન

જેમાં પોસ્ટ વિભાગના અધિકારીઓ તેમજ નગરપાલિકાના પદાધિકારીઑ ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય દિવસોમાં પોસ્ટ ઓફિસમાંથી રવાના થતી ટપાલ પર ટિકિટ રદ્દ કરવા માટે પોસ્ટનો ગોળ સિક્કો મારવામાં આવે છે. પરંતુ આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે આજના દિવસે પોસ્ટથી રવાના થનાર તમામ ટપાલ ઉપર યોગ અંગે જાગૃતિ અંગેનું ચિત્ર દર્શાવતો સિક્કો મારવામાં આવ્યો હતો. યોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુ સાથે ભારતીય ટપાલ વિભાગ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.