સુરત દક્ષિણ ગુજરાતમાં પાછોતરા વરસાદમાં પાક નુકશાની અંગે વળતર ચૂકવવામાં આવે તે માગ ( South Gujarat Farmers Demand to pay compensation ) સાથે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા મુખ્યપ્રધાન સમક્ષ રજૂઆત ( CM Bhupendra Patel )કરવામાં આવી છે.
આર્થિક નુકશાનીની રજૂઆત દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો ડાંગર,શેરડી સહિતના પાકોમાં થોડા દિવસ પહેલા થયેલા માવઠાથી નુકસાન ( crop loss due to Rain )થયું હોવાની રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવાનો વારો ( South Gujarat Farmers Demand to pay compensation ) આવ્યો છે.
પાક સર્વેની કામગીરીની માગ દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે હજુ સુધી ખેતીવાડી અધિકારીઓ દ્વારા પાક ( crop loss due to Rain )સર્વેની કામગીરી કરવામાં આવી નથી. જેને લઇને ખેડૂતોને વળતર મળ્યું નથી. ત્યારે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને આ બાબતે રજૂઆત કરી છે કે તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેવી અમારી ( South Gujarat Farmers Demand to pay compensation ) માગ છે.