ETV Bharat / state

અમુક તત્વો મને બદનામ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે: કુમાર કાનાણી - કુમાર કાનાણી

મહિલા LRD જવાનના વિવાદ મામલે રાજ્યના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ નિવેદન આપતા જણાવ્યું છે કે, અમુક તત્વો પ્રજા સમક્ષ મને બદનામ કરવાનું ષડયંત્ર રચી રહ્યાં છે. જે આગામી દિવસોમાં ઉઘાડા પડશે.

અમુક તત્વો પ્રજા સમક્ષ તેમને બદનામ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે જે આગામી દિવસોમાં ઉઘાડા પડશે : કુમાર કાનાણી

author img

By

Published : Jul 15, 2020, 12:35 PM IST

સુરત: આરોગ્ય પ્રધાનના પુત્ર પ્રકાશ કાનાણી અને મહિલા LRD જવાન વચ્ચે સર્જાયેલા વિવાદ અંગે પ્રધાન કુમાર કાનાણીએ મોટું નિવેદન આપ્યું છે. આ વચ્ચે કુમાર કાનાણીએ નિવેદન આપતા જણાવ્યું છે કે, અમુક તત્વો પ્રજા સમક્ષ વ્યક્તિગત રીતે મને બદનામ કરવાનું ષડયંત્ર કરી રહ્યાં છે. જેમાં સરકાર અને ભારતીય જનતા પાર્ટીની તેમજ મારી છબીને ખરડાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

તેમણે કહ્યું કે, હાલની જે કોઈ પણ ઘટનાઓ છેલ્લા થોડા સમય દરમિયાન મારી સાથે થઈ છે, આ તમામ વખતે આવા તત્વો ઉઘાડા પડ્યા છે. શહેરની જનતાએ મને આવા સમયે યોગ્ય પીઠબળ અને સાહસ પૂરું પાડ્યું છે. કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે પણ કેટલાક તત્વો આ પ્રકારનું કૃત્ય કરી રહ્યાં છે.

અમુક તત્વો પ્રજા સમક્ષ તેમને : કુમાર કાનાણી બદનામ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે

પ્રધાને મીડિયાનો આભાર વ્યક્ત કર્યો

આ સમગ્ર મામલાને લઇને પ્રધાને મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. જેમાં પ્રધાને જણાવ્યું કે, મીડિયાએ ઘટનાના મૂળ સુધી પહોંચી સત્યને પ્રજા સમક્ષ મૂક્યું છે. હું સત્યની સાથે ચાલનાર વ્યક્તિ છું અને સત્યની સાથે આગળ પણ ચાલીશ. શહેરની જનતાએ મને જે સાથ સહકાર આપ્યો છે, તે બદલ હું શહેરની મારી તમામ જનતાનો આભાર વ્યક્ત કરૂ છું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.