સ્મૃતિ ઈરાનીએ CAAના સંબોધન પ્રસંગે JNU હિંસાની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ સમગ્ર ઘટનામાં હિંસાકારીઓએ સુરતના વિદ્યાર્થીઓ પાસે કંઈક શીખવું જોઈએ. સુરતના વિદ્યાર્થીઓ રોજ કંઈક વિશેષ કાર્યક્રમો કરે છે. તેઓ લોકહિતાર્થે કાર્યરત હોય છે.
સ્મૃતિ ઈરાનીએ CAA સંદર્ભે કહ્યું કે, આ કાયદો ભારતીયોને કોઈ નુકશાન પહોંચાડતો નથી. તેમાં ફક્ત નાગરિકતા આપવાની વાત છે. નાગરિકતા છીનવવાની નહીં. વિપક્ષ આ મુદ્દે ખોટી રીતે રાજકારણ કરી રહ્યું છે. તેમજ લોકો સુધી ખોટી માહિતી પહોંચાડી રહ્યું છે. આ કાયદાથી વર્ષોથી પીડિત લોકોને ન્યાય મળશે. પાકિસ્તાનમાં ત્યાંના લઘુમતીઓ પર અપરાધની ઘટનાઓ વધી છે. તેવામાં ભારત જેવા દેશમાં આ કાયદો લાગુ કરવો જરૂરી હતો.
આ પહેલા સ્મૃતિ ઈરાનીએ સુરતના ડુમ્મસ બીચ પર જઈને સ્વચ્છતાના કાર્યક્રમમાં ભાગ લીધો. જ્યાં સફાઈ કરી શ્રમદાન કર્યુ હતું.