સુરત : ભારતીય રાષ્ટિય કોગ્રેસ પ્રમુખ મલિકા અર્જુન ખર્ગે સાથે આ દેશમાં એક કલાક માટે મૌન ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દેશની લોકશાહી બચાવાની છે. આ દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રીતે ભ્રષ્ટાચાર કરી રહી છે. કોંગ્રેસના આગેવાનો સામે ઇડી ઇન્કમટેક્ષનો અને સરકારી એજન્સીઓનો આ તમામનો ઉપયોગ કરી રહી છે.
સત્ય સાથે અહિંસાની રાહે ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ લાંબી છે : સુરત જિલ્લા કોગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈએ જણાવ્યું હતું કે, સુરત જિલ્લા કલેકટર કચેરીની બહાર એક કલાક માટે દેશમાં લોકશાહી, મોઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર સહીતના મુદ્દે મૈન ધરણા ઉપર બેઠા હતા. ભાજપ સરકારના ભ્રષ્ટરાજમાં કરોડો રૂપિયાના ફુલેકા ફેરવી ગયા છે. નીરવ મોદી, મેહુલ ચોકસી, લલિત મોદી સહિત ભાગેડુએ દેશની જનતાના પરસેવાની કમાણી લૂટીને ભાગી ગયા છે. તેમના પર કાર્યવાહી કરવાને બદલે લોકશાહીના હનન કરી રહ્યા છે. ઇડી, સીબીઆઈ, ઇન્કમટેક્ષ સહીતની કેન્દ્રીય એજન્સીઓનાં દુરપયોગ કરીને વારંવાર વિપક્ષના અવાજને દબાવવા સતત ભાજપ સરકાર કામ કરી છે. સત્ય સાથે અહિંસાની રાહે ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ લાંબી છે. ભાજપ ગમે તેટલો ડરાવવા, ધમકાવવા, અવાજ દબાવવા, ખોટા કેસ દાખલ કરવાનો પ્રયાસ કરે અવાજ દબાવવાનો નથી. રાહુલ ગાંધી ગરીબ-સામાન્ય વર્ગ માટે મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દા સતત ઉઠાવી રહ્યા છે, પરંતુ મોદી સરકારનું ધ્યાન ત્યાં જતું નથી. ભાજપ સરકાર માત્રને માત્ર રાહુલનો અવાજ બંધ કરવા બદલાની રાજનીતિ કરવામાં વ્યસ્ત છે. ભારત દેશમાં લોકતંત્રને બચાવવા, મોઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર સહીતના મુદ્દે રાહુલ ગાંધી સવાલ ઉઠાવતા રહેશે. કોન્ગ્રેસ પક્ષનો એક એક કાર્યકર રાહુલ ગાંધી સાથે ખભેથી ખભો મિલાવી આ ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં લડત આપતા રહેશે.
આ પણ વાંચો : Jantri Rate: જંત્રીના મામલે સરકારે આપી રાહત, આ શરત હેઠળ જૂના ભાવ લાગુ રેહશે
આ લોકશાહીને બચાવવા માટે રાહુલ ગાંધી લડી રહ્યા છે : ભારતીય રાષ્ટિય કોગ્રેસ પ્રમુખ મલિકા અર્જુન ખર્ગે સાથે આ દેશમાં એક કલાક માટે મૌન ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દેશની લોકશાહી બચાવાની છે. આ દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રીતે ભ્રષ્ટાચાર કરી રહી છે. કોંગ્રેસના આગેવાનો સામે ઇડી ઇન્કમટેક્ષનો અને સરકારી એજન્સીઓનો આ તમામનો ઉપયોગ કરી રહી છે. ત્યારે આ દેશની લોકશાહી બચે તે દેશના હીતમાં જરૂરી છે. આ લોકશાહીને બચાવવા માટે રાહુલ ગાંધી લડી રહ્યા છે. એને તેને બચાવવા માટે જ અમે સુરત સેવા સદન કલેકટર કચેરીની બહાર કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ આગેવાનો મૌન ધરણા ઉપર બેઠા હતા.
આ પણ વાંચો : Gujarat Assembly : સરકારની ઝાટકણી, ફક્ત ગુજરાતમાં મળી આવતા તરતા ઊંટ લુપ્ત થવાના આરે : CAG
દેશમાં કોઈનું લાગણી દુભાઈ તેવું રાહુલ ગાંધી કદી ઈચ્છતા નથી : સુરત જિલ્લા કોગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આ દેશના લોકશાહી તંત્રમાં કોંગ્રેસ માને છે અને આવા લોકશાહી તંત્રમાં જે પણ કોર્ટના નિર્ણય હોય છે તેને અમે માન્ય ગણીયે છીએ, પરંતુ આજે ચુકાદો આવ્યો છે તેને આગળ પણ પડકરવામાં આવશે. આ દેશની અંદર લોકશાહી બચાવામાં માટે લડતા રહીશું. આ દેશમાં કોઈનું લાગણી દુભાઈ તેવું રાહુલ ગાંધી કદી ઈચ્છતા નથી. તેથી તેમણે સ્પષ્ટતા કરી છે કે, દેશની અંદર જે ખોટું થઈ રહ્યું છે. જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જે નીરવ મોદી, લલિત મોદી જેવા છોરો છે. એમની સામે હું લડતો રહીશ અને હું ક્યારેય ઝૂકવાનો નથી. આ લડાઈ લોકશાહી બચાવવા માટેની છે.