ETV Bharat / state

મહાશિવરાત્રિ પર જાણો બારડોલીના પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિરનું મહાત્મ્ય - મહાશિવરાત્રિ

બારડોલી નજીક આવેલું પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિર સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરને દક્ષિણ ગુજરાતનું કેદારનાથ પણ કહેવામાં આવે છે. 700 વર્ષ જુના આ મંદિરમાં બિરાજમાન શિવલિંગ સ્વયંભૂ છે અને તેથી જ અહીં દર્શન માટે ભક્તોની લાંબી કતાર જોવા મળે છે. બારડોલી શહેરમાંથી પસાર થતી મીંઢોળા નદીના સામે પાર આવેલા ખલી ગામમાં આ મંદિર આવેલું છે.

મહાશિવરાત્રિ પર જાણો બારડોલીના પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિરનું મહાત્મ્ય

author img

By

Published : Mar 10, 2021, 8:16 PM IST

  • બારડોલીના મીંઢોળા નદીના કિનારે આવેલું છે મંદિર
  • 700 વર્ષ પુરાણું છે આ મંદિર
  • દક્ષિણ ગુજરાતનું કેદારનાથ તરીકે ઓળખાય છે

બારડોલી : પુરાણ કાળનું મહાત્મ્ય ધરાવતા અલૌકિક તીર્થ એવા બારડોલીના કેદારેશ્વર મંદિરના દર્શન કરવાનો લહાવો અનેરો જણાય છે. અસંખ્ય લોકોની શ્રદ્ધા અને દાતાઓના દાનથી વિકસેલું આ કેદારનાથ ધામ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ધાર્મિકની સાથે સાથે આ મંદિરનું સામાજિક મહત્વ પણ વધી રહ્યું છે.

કેદારેશ્વર મહાદેવ મંદિર સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે

જે જગ્યાએ ગાય દૂધની ધારા છોડતી હતી ત્યાંથી મળ્યું હતું શિવલિંગ

લોકવાયકા અને પુરાણોમાં ઉલ્લેખ મુજબ ખલી ગામની નિર્જન ગૌચરવાળી જગ્યામાં એક ગોવાળ ગાય ચરાવવા આવતો ત્યારે એક ગાય ખુલ્લી જમીનમાં દૂધની ધારા છોડતી નજરે પડી હતી. બાદમાં ગાયના માલિકને તે જગ્યા પર ખનન કર્યું હતું. શિવને બહાર કાઢવા સ્વપ્નમાં પ્રેરણા મળી અને ત્યાં ખોદકામ કરતા એક શિવલિંગ મળી આવ્યું. ત્યારબાદ અહીં મંદિર બન્યું હોવાની લોકવાયકા છે.

આ પણ વાંચોઃ જાણો, સોમનાથમાં મહાશિવરાત્રિના પાવન પર્વ ઉપર કેવો છે ભક્તોનો ઉત્સાહ...

મંદિર 700 વર્ષ પુરાણું

આ મંદિર એકથી વધુ વખત નિર્માણ પામ્યું હોવાનું જણાયું છે. ઇ.સ. 1900 પહેલાની વિસ્તૃત માહિતી પ્રાપ્ત નથી પરંતુ 1910માં આ મંદિર અંગે ચાલેલા એક કોર્ટ કેસમાં આ મંદિર આશરે 500 થી 700 વર્ષ વચ્ચે નિર્માણ થયાનું જણાય છે. હાલમાં પુનઃ નિર્માણને કારણે તોડવામાં આવેલ મંદિર પણ 100 વર્ષથી વધુ જૂનું હોવાનું મનાય છે. જો કે હવે અહીં ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે અને ભક્તો માટે અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

મીંઢોળા નદીના સામે પાર આવેલા ખલી ગામમાં આ મંદિર આવેલું છે.

ચીનના યાત્રી હ્યુ એન શાંગે પણ તેના પ્રવાસમાં આ મંદિરનો ઉલ્લેખ કર્યો છે

મંદિરના ઇતિહાસ અંગે વાત કરવામાં આવે તો ચીનના પ્રવાસી હ્યુ એન શાંગની ભારત ભ્રમણ યાત્રા દરમિયાન તેમણે આ મંદિરની મુલાકાત લીધી હોવાનું અને મંદિરની તે સમયની ભવ્યતા અંગે નોંધ પણ કરી છે. જેના પરથી મંદિરનું ઐતિહાસિક મહત્વ સમજી શકાય એમ છે.

કેદારનાથ અને કાબાના શિલ્પ સાથે સરખામણી

શ્રી ચિન્મયાનંદ મહારાજે આ મંદિરની મુલાકાત લીધી હતી. તેઓ આ મંદિરની પૌરાણિક પવિત્રતાથી ખૂબ જ પ્રભાવિત થયા અને મંદિરની ચૈતન્યતાના સંબંધમાં જણાવ્યું હતું કે, આખા દેશમાં ત્રણ જ મંદિરો આ મંદિરની જ્યોતિ સાથે સમાવિષ્ટ કરી શકાય છે. જેમાં હિમાલયમાં આવેલ કેદારનાથનું મંદિર અને કાબાના શિલ્પનો સમાવેશ થાય છે. તો હિમાલયના સંત અભિરામ બાબાને અહીં નેપાળના પશુપતિનાથ જેવી અનુભૂતિ થઇ હતી.

કેદારનાથ જેટલું પવિત્ર સ્થાન છે કેદારેશ્વર

શંકરાચાર્ય રહી ચૂકેલા સત્યમિત્રાનંદગિરિજી કે જેમણે હરિદ્વારમાં ભારતમાતા મંદિર બનાવ્યું છે તેઓ જ્યારે બારડોલી પધાર્યા અને કેદારેશ્વર મહાદેવના દર્શન કર્યા તો તેમને પણ અહીં હિમાલયના કેદારનાથ જેવી લાગણી થઈ. તે સમયે તેમણે જણાવ્યું કે, આ સ્થાનના દર્શન કેદારનાથ જ્યોતિર્લિંગ જેટલા જ પવિત્ર અને કલ્યાણકારી છે.

શિવાજી મંદિરના શિખર પર ધજા ચઢાવતા

છત્રપતિ શિવાજી મહારાજ પણ આ રસ્તે સુરત ઉપર ચઢાઈ કરવા જતાં હતાં ત્યારે બારડોલીનું કેદારેશ્વર મંદિર તેમના રસાલાનો વિસામો બની રહેતું. તેઓ શ્રદ્ધાપૂર્વક અહીં પૂજન અર્ચન કરતા અને મંદિર પર ધજા પણ ચડાવતા હતાં એવી લોકવાયકા છે.

આ પણ વાંચોઃ વલસાડનું પારદેશ્વર મહાદેવનું મંદિર આ કારણે છે વિશિષ્ટ !

મહાશિવરાત્રિનો મેળો નહીં ભરાય

પવિત્ર શ્રાવણ માસમાં અહીં આખો મહિનો ભક્તોની ભીડ ઉમટે છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીએ શ્રદ્ધાળુઓને મંદિરથી દૂર રહેવાની ફરજ પડી. ગુરુવારના રોજ મહાશિવરાત્રિ હોવા છતાં અહીં યોજાતો મેળો મંદિર પ્રશાસન દ્વારા રદ કરી દેવામાં આવ્યો છે. માત્ર દર્શન માટે જ મંદિર ખુલ્લું રહેશે. મહાશિવરાત્રિ નિમિતે ભીડ ન થાય તે માટે મંદિરના સંચાલકો દ્વારા ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. મંદિરના પ્રવેશ દ્વાર પર સેનેટાઇઝરની કેબિન બનાવાઇ છે જેમાંથી તમામને પ્રવેશ આપવામાં આવશે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સનું પણ ચુસ્તપણે પાલન કરાશે. શ્રદ્ધાળુઓએ માસ્ક પહેર્યું હશે તો જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.