ETV Bharat / state

શ્રી હરી સત્સંગ સમિતિને 25 વર્ષ પૂર્ણ

શ્રી હરી સત્સંગ સમિતિ દ્વારા 1996થી લઇને આજ સુધી વનવાસી યુવક-યુવતીઓને 9 મહિના અયોધ્યા અને વૃંદાવનમાં પ્રશિક્ષણ આપી કથાકાર બનાવામાં આવે છે અને આજ સુધી આશરે 4000 યુવક-યુવતીઓ કથાકાર બની ચૂક્યા છે. વનવાસી સમાજ અને યુવક-યુવતીઓ માટે અનેક કાર્ય કરનારા શ્રી હરિ સત્સંગ સમિતિના 25 વર્ષ પુરા થતાં 6 અને 7 માર્ચના રોજ રજત જયંતી સમારોહ ઉજવાશે. જે અંતર્ગત 'ભારતની સાથે એકલના રંગ' કાર્યક્રમ યોજાશે.

'ભારતની સાથે એકલના રંગ' કાર્યક્રમ યોજાશે

author img

By

Published : Mar 1, 2021, 3:17 PM IST

  • 4000 વનવાસી યુવક-યુવતીઓને કથાકાર બનાવ્યા
  • 'ભારતની સાથે એકલના રંગ' કાર્યક્રમ યોજાશે
  • 6 અને 7 માર્ચના રોજ રજત જયંતી સમારોહ ઉજવાશે

સુરત: શ્રી હરી સત્સંગ સમિતિના પ્રથમ અધ્યક્ષ સાધુરામ બંસલ હતા. સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા વનવાસી કથાકારો છેલ્લા 25 વર્ષથી ગામેગામ ફરીને રામ અને કૃષ્ણની કથાઓ કરે છે. તેનો પ્રભાવ વનવાસી સમાજમાં એ થયો છે કે તેમને વ્યસનમુક્તિમાં સફળતા મળી છે અને વ્યાસપીઠ પર બેસવાને કારણે સામાજિક સમરસતા વધી છે. અછૂતપણાનો પણ અંત આવ્યો છે અને ગાંધીજીના સપના સાકાર કર્યા છે. વનવાસી ગામમાં મંદિર એક પણ નહોતા ત્યારે લોકો ભગવાન રામ, હનુમાનજી અને કૃષ્ણને ભૂલી ગયા હતા પરંતુ સમિતિએ શ્રી હરી મંદિર રથને વનવાસી ગામોમાં ફેરવ્યા. આ રથ એક મહિનામાં 40 ગામમાં ફરે છે અને લોકોની પૂજા કરે છે જેના કારણે તેઓની પોતાના ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યેની નિષ્ઠા વધી છે અને કોઈપણ વ્યક્તિ તેમને ફોસલાવીને ધર્મ પરિવર્તન કરાવી શક્યા નથી.

શ્રી હરી સત્સંગ સમિતિને 25 વર્ષ પૂર્ણ થયા

8000 ગાયોને ઝારખંડ અને બંગાળમાં ગૌશાળાથી લઈને ખેડૂતોને ઘરે મોકલાવાશે

22 નવેમ્બરે ગોકુળ અષ્ટમીના દિવસે વૃંદાવનમાં એકલ ગૌ ગ્રામ યોજનાનું ઉદ્દઘાટન થયું. આ અભિયાનનો મુખ્ય હેતુ દૂધ આપનારી ગાયોને વેચાતી અટકાવીને તેમનો જીવ બચાવવાનો છે. શરૂઆતમાં 8000 ગાયોને ઝારખંડ અને બંગાળમાં ગૌશાળાથી લઈને ખેડૂતોની ઘરે મોકલવામાં આવશે. તેમના છાણ અને ગૌમુત્રનો ઉપયોગ કરવા માટે જરૂરી પ્રશિક્ષણ અપાશે જેથી પણ આત્મનિર્ભર બને છે અને ભારત ફરીથી વિશ્વભરમાં વિશ્વગુરુનું સ્થાન પ્રાપ્ત કરી શકે.

શ્રી હરી સત્સંગ સમિતિ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.