10 વર્ષ જુના પ્રફુલ સાડી ખંડણી કેસમાં આજે ચાર્જફ્રેમની કાર્યવાહી કોર્ટમાં હાથ ધરાઈ હતી. હાઈ પ્રોફાઈલ ખંડણી પ્રકરણમાં શિલ્પા શેટ્ટીએ પ્રફુલ સાડીની સ્વીટઝરલેન્ડ અને પેરીસમાં શુટિંગ કરી એક એડ ફિલ્મ બનાવી હતી. કેસના ફરિયાદી મુજબ આ એડ રિલિઝ કરવાની કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી ન હતી. ફરિયાદીએ આ એડના શુટિંગ પેટે રૂપિયા 5 લાખ ચૂકવી દીધાં હતા. જોકે એડને લઈ રોયલ્ટીની રકમ બાબતે વિવાદ સર્જતાં સુન્નદા શેટ્ટી અને સુરેન્દ્ર શેટ્ટી પર આરોપ છે કે, તેઓએ દિનેશ અને પદ્મનાથન મારફતે અંડરવર્લ્ડ ડોન ફજલું અને અશરફને 2 કરોડની ખંડણી વસૂલવા અંગે સોપારી આપી હતી.
તા. 24,25મી માર્ચ, 2003થી તા 1લી મે, 2003 દરમિયાન ફરિયાદીના ઘરે 22 વખત ફોન કરી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. અને બે કરોડની ખંડણી માગવામાં આવી હતી. આ કેસમાં સુનંદા શેટ્ટી તરફથી ડિસ્ચાર્જ અરજી કરવામાં આવી હતી. જેણે કોર્ટે રદ્દ કરી આજે 30મી સપ્ટેમ્બર હાજર રહેવા જણાવ્યું હતું. હવે આ કેસમાં 17મી ઓક્ટોબરની તારીખ કોર્ટે આપી છે.