ઉત્તરપ્રદેશમાં થયેલા નરસંહાર બાદ પીડિતોના પરિવારજનોને મળવા જતા કોંગ્રેસના ઉત્તરપ્રદેશના પ્રભારી અને AICCના મહામંત્રી પ્રિયંકા ગાંધીને પોલીસ દ્વારા રોકી તેમની અટકાયત કરવામાં આવી છે.
પ્રિયંકા ગાંધીની અટકાયતથી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિમાં રોષનો માહોલ છવાયો હતો. જેમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા ચોક બજારમાં ધરણા કરી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. તો આ ધરણા દરમિયાન પોલીસ વિભાગ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 7 લોકોની અટકાયત કરવામાં આવી છે.