ડીંડોલી ઓવર બ્રીજ પરથી બે પિતરાઇ ભાઇઓ ખમણની ડિલિવરી કરવા જતાં હતા. ત્યારે મોટર સાયકલને ઓવર ટેક કરતાં ગાડી સ્લીપ થઈ ગઇ હતી. જેમાં બન્ને પિતરાઈ ભાઈઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિકોએ 108ને ફોન કરી તેમને સુરત સિવિલ હૉસ્પિટલમાં ખસેડ્યાં હતા.
ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં બંને ભાઇ ડીંડોલી ગામના છે અને ફૂડ ડિલિવરીનું કામ કરતાં હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે હૉસ્પિટલની મુલાકાત લીઘી ત્યારે ઇજાગ્રસ્ત પ્રકાશ રાઠોડ નામના યુવકની હાલત ગંભીર અને રાકેશ રાઠોડની હાલતમાં સુધાર હોવાનું જાણવા મળ્યું હતું.