સુરત ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે લિંબાયત સુરત પશ્ચિમ સુરત પૂર્વ સુરત ઉતર એમ કુલ ચાર વિધાનસભા બેઠકોના ઉમેદવારોનું સેન્સ લેવામાં આવ્યું હતું. 54 અને પશ્ચિમ વિધાનસભા બેઠક માટે 62 દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી.
ભારતીય જનતા પાર્ટી પૂર્વ વિધાનસભા માટે 54 અને પશ્ચિમ વિધાનસભા બેઠક માટે 62 દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ લેવા બીજો દિવસ પૂર્ણ થયો છે. ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે લિંબાયત સુરત પશ્ચિમ સુરત પૂર્વ સુરત ઉતર એમ કુલ ચાર વિધાનસભા બેઠકોના ઉમેદવારોનું સેન્સ લેવામાં આવ્યું હતું.
સમર્થકો મોટી સંખ્યામાં એમાં સવારના 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી પૂર્વ અને પશ્ચિમ બેઠક માટે ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા. તેમાં પૂર્વ વિધાનસભા માટે 54 અને પશ્ચિમ વિધાનસભા બેઠક માટે 62 દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. તે સાથે જ દાવેદારો સાથે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એમાં પૂર્વ વિધાનસભાની બેઠક માટે અરવિંદ રાણાએ ફરી એક વખત ટિકિટ માંગી છે.
દાવેદારોને સાંભળવાનું શરૂ લિંબાયત વિધાનસભા (Limbayat Assembly) માટે 29 અને ઉત્તર વિધાનસભા માટે 35 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. જયારે બીજા રાઉન્ડમાં 2 30 વાગ્યે લીંબાયત અને ઉત્તર વિધાનસભા બેઠક માટે દાવેદારોને સાંભળવાનું શરૂ કરવામાં આવ્યું હતું. એમાં લિંબાયત વિધાનસભા બેઠક માટે કુલ 29 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. તો ઉત્તર સુરત વિધાનસભા બેઠક માટે કુલ 35 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. એમાં લિંબાયત વિધાનસભાની બેઠક માટે સંગીતા પાટીલે ફરી એક વખત ટિકિટ માંગી છે. તેઓ છેલ્લા બે ટમથી આ બેઠક ઉપર જીત મેળવતા આવ્યા છે.