ETV Bharat / state

ચોકીદારની હત્યા કેસઃ 2.21 લાખના મુદ્દામાલ સાથે 5 આરોપીની ધરપકડ

સુરતઃ જિલ્લાના માખીંગા ગામે બે દિવસ પહેલા આંબાવાડીના ચોકીદારની હત્યા કર્યા બાદ મૃતદેહ મળી આવ્યો હતો. જે બાબતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. તે દરમિયાન બાતમી મળતાં 5 આરોપીઓની ધરપકડ કરાઇ હતી તો સાથે જ કુલ 2.21 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો હતો.

author img

By

Published : May 26, 2019, 2:04 PM IST

સુરત

સુરત જિલ્લાના પલસાણાના માખીંગા ગામે બે દિવસ પહેલા શેરડીના ખેતરમાંથી એક આંબાવાડીના ચોકીદારની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે બાબતે પલસાણા પોલીસ સાથે ગ્રામ્ય SOG અને LCBની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. આ તપાસ દરમિયાન બાતમીને આધારે કડોદરા નજીકથી 5 આરોપીઓની ધરપકડ કરાઇ હતી. આ સાથે જ તેમની પાસેથી કેરી ભરેલું 180 કેરેટ, 29 હજાર રોકડા અને બે મોબાઈલ ફોન તેમજ એક બાઈક સહિત કુલ 2.21 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો હતો.

આ 5 આરોપીઓ પૈકી બારડોલીના આશિયાના નગરમાં રહેતા રિઝવાન રાએન, વસીમ શેખ, શાહરુખ અંસારી ત્રણેયે ભેગા મળી ગંગાધરાનો જુમ્માન રાએન અને બારડોલી સુરતી પાર્ક રહેતો સહબાન રાએન સાથે ભેગા મળી પ્લાન બનાવ્યો હતો. આ ઘટનાના દિવસે આંબાવાડીના એક મજૂરને હોટેલમાં જમવાના બહાને લઇ ગયા હતા. તે દરમિયાન પોલીસને પ્રાથમિક તપાસમાં CCTV ફૂટેજ હાથ લાગ્યા હતા. જો કે, આરોપી રિઝવાન જેમને વાડી ભાડે રાખી હતી ત્યાં મજૂરી કરતો હોવાથી તેને કેરીના ઉતાર વિશે માહિતી હતી અને ત્યાં મજૂરને મુકી નાસી છૂટ્યા હતા. જે બાદમાં આંબાવાડીમાં હાજર એક ચોકીદાર સુરેન્દ્ર મેવાલાલ બનવાસીને ચપ્પુના ઘા મારી 240 કેરેટ ભરેલો ટેમ્પો લૂંટ કરી ભાગી છૂટ્યા હતા. જુમમાન કેરીનો વેપાર કરતો હોવાથી લૂંટ કરેલી કેરી ચીખલીના આલીપોર વેેચવા લઇ ગયો હતો અને અમુક વેચાયેલી કેરીના પૈસા ભાગ પાડવા તમામ ભેગા થયા હતા તે દરમિયાન પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.

સુરતમાં ચોકીદારની હત્યાના કેસમા 2.21 લાખનો મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો.

R_GJ_SUR_01_25MAY_LOOT WITH MURDER DETECTION_GJ10025

એન્કર : સુરત જિલ્લા ના પલસાણા માં ત્રણ દિવસ પહેલા આંબાવાડી ના ચોકીદાર ની હત્યા નો જિલ્લા એલ.સી.બીએ ભેદ ઉકેલી કાઢ્યો હતો.  કડોદરા નજીક થી બારડોલી ના રહીશ એવા  5 આરોપીની  ધરપકડ કરી હતી. આરોપીઓ એ ચોકીદાર ની હત્યા કરી 240 કેરેટ કેરી ની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા.

વિઓ : 1  સુરત જિલ્લા ના પલસાણા ના માખીંગા ગામે બે દિવસ પહેલા શેરડી ના ખેતરમાંથી એક આંબાવાડીના ચોકીદારની હત્યા કરેલ મૃતદેહ મળી આવ્યો હતો. જે બાબતે પલસાણા પોલીસ સાથે ગ્રામ્ય એસ.ઓ.જી અને એલ.સી.બીની ટિમ તપાસ માં જોતરાઈ હતી. દરમિયાન આજે બાતમીને આધારે કડોદરા નજીકથી ટીવી સ્ક્રીન પર દેખાતા આ 5 આરોપીઓની ધરપકડ કરી હતી . સાથેજ તેમની પાસેથી કેરી ભરેલ 180 કેરેટ , 29 હજાર રોકડા , બે મોબાઈલ ફોન , એક બાઈક મળી 2.21 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો હતો. 

બાઈટ : 1  રૂપલ સોલંકી...ડીવાયએસપી...બારડોલી

વિઓ : 2 આતો વાત થઈ હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયાની પણ હત્યા શા માટે અને કયા કારણસર કરાય તે જાણવા જેવું છે. 5 આરોપી પેકી બારડોલીના આશિયાના નગરમાં રહેતા રિઝવાન રાએન ,વસીમ શેખ , શાહરુખ અંસારી ત્રણેય એ ભેગા મળી ગંગાધરાનો જુમ્માન રાએન અને બારડોલી સુરતી પાર્ક રહેતો સહબાન રાએન સાથે ભેગા મળી પ્લાન બનાવ્યો હતો. અને ઘટના દિવસે આંબાવાડીના એક મજૂરને હોટેલમાં જમવાના બહાને લઇ ગયા હતા. અને ત્યાં મજૂરને મૂકી ભાગી આવ્યા હતા. બાદમાં આંબાવાડીમાં હાજર એક ચોકીદાર સુરેન્દ્ર મેવાલાલ બનવાસીને ચપ્પુ ના ઘા મારી 240 કેરેટ ભરેલ ટેમ્પો લૂંટ કરી ભાગી છૂટ્યા હતા.

બાઈટ : 2   રૂપલ સોલંકી...ડીવાયએસપી...બારડોલી

વિઓ : 3 પોલીસને પ્રાથમિક તપાસ માં એક મજૂરને જે હોટેલ લઇ ગયા ત્યાંના સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા હતા. અને સીસીટીવી મદદરૂપ નીવડ્યા હતા. જોકે આરોપી રિઝવાન જેમને વાડી ભાડે રાખી હતી ત્યાં મજૂરી કરતો હોવાથી તેને કેરીના ઉતાર વિસે ખબર હતી. જુમમાન કેરી નો વેપાર કરતો હોય લૂંટ કરેલ કેરી ચીખલીના આલીપોર વેચવા લઇ ગયો હતો. અને આજે અમુક વેચાયેલ કેરી ના પૈસા ભાગ પાડવા તમામ ભેગા થતા પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.