ETV Bharat / state

સુરતની આ શાળાએ 3થી 6 મહિનાની ફી માફ કરી

સુરતની ઇશ્વરલાલ મોતીરામ જિનવાળા કેળવણી સંચાલીત શાળાઓએ 3થી 6 મહિનાની ફી માફ કરી વિદ્યાર્થીઓના ભણતરમાં અમુલ્ય ફાળો આપ્યો છે. જેમાં નર્સરીના વિદ્યાર્થીઓની 6 માસની અને 1થી 12 ધોરણના વિદ્યાર્થીઓની 3 માસની ફી માફ કરી છે.

school waived fees
school waived fees
author img

By

Published : Jun 26, 2020, 5:44 PM IST

સુરત: એક તરફ રાજયની મોટા ભાગની સ્કુલો દ્વારા વાલીઓ પર ફી ભરવા માટે દબાણ આપવામા આવી રહ્યુ છે. ત્યારે સુરતની ઇશ્વરલાલ મોતીરામ જિનવાળા કેળવણી સંચાલિક શાળાઓની 3થી 6 મહિનાની ફી માફ કરી માનવતાભર્યુ પગલુ ભર્યુ છે. આ શાળાઓમાં નર્સરીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની 6 મહિનાની તથા 1થી 12 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની 3 મહિનાની ફી માફ કરશે. કોરોના વાઇરસના કારણે લાદવામાં આવેલા લોકડાઉનના લીધે પડતી આર્થિક મુશ્કેલીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઇશ્વરલાલ મોતીરામ જિનવાળા કેળવણી સંચાલીત શાળાઓએ 3થી 6 મહિનાની ફી માફ કરી

ફી માફ કરી હોય તેવી શાળા

  • મોરબીની શ્રીમતી એસપી આહીર વિદ્યાલયે 500 વિદ્યાર્થીઓની 3 માસની ફી માફ કરી
  • અમદાવાદમાં દરિયાપુરની જે. પી. હાઈસ્કૂલે 350 વિદ્યાર્થીઓની 7 માસની કુલ 8.5 લાખ રૂપિયા ફી માફ કરી
  • ઇશ્વરલાલ મોતીરામ જિનવાળા કેળવણી સંચાલીત શાળાએ નર્સરીના વિદ્યાર્થીઓની 6 માસની અને 1થી 12 ધોરણના વિદ્યાર્થીઓની 3 માસની ફી માફ કરી

હાલમા સમગ્ર દેશમા કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. મોટા ભાગના બેરોજગાર બન્યા છે, તો કેટલાક લોકોના પગાર પર કાપ મુકવામા આવ્યા છે. ત્યારે શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાનુ શરૂ કર્યુ છે અને બીજી તરફ વાલીઓ પર ફી ભરવા માટે દબાણ કરવામા આવી રહ્યુ છે. આવા કપરા સમયે સુરતની ઇશ્વરલાલ મોતીરામ જિનવાળા કેળવણી મંડળ સંચાલિત 6 શાળામાં વિદ્યાર્થીઓની ફી માફ કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે.

પ્રી-પ્રાઇમરીના વિદ્યાર્થીઓની 6 મહિનાની ફી તથા ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓની 3 મહિનાની ફી માફ કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે. આ નિર્ણય બાદ વાલીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આવા કપરા સમયે જ્યારે શાળા સંચાલકોએ તેમને સાથ સહકાર આપ્યો છે. ત્યારે વાલીઓએ તેમનો આભાર પણ વ્યકત કર્યો હતો. આ સાથે ફી માફ કર્યા બાદ પણ શાળા દ્વારા ઓનલાઇન એજયુકેશન આપવાનુ શરૂ રાખવામા આવ્યુ છે. વિદ્યાર્થીઓનુ કરિયર ન બગડે તે માટે પુરતી તકેદારી શાળાના સંચાલકોએ લીધી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.