ETV Bharat / state

સુરતમાં બોગસ બીલિંગ કૌભાંડ, GST વિભાગને 10 કરોડનો ચૂનો... - ઉદ્યોગકાર સંઘ કોમર્શિયલ કોમ્પલેક્ષ

સુરતઃ શહેરના ઉધના ઉદ્યોગનગરમાંથી 10 કરોડનું બોગસ બીલિંગ કૌભાંડ બહાર આવ્યું છે. ઉદ્યોગનગરમાં આવેલા કરીમ ટ્રેડર્સ દ્વારા આ બોગસ બીલિંગ રેકેટ આચરવામાં આવ્યું છે.

Etv Bharat, Gujarati News, Surat News, Surat Scam
સુરતમાં 10 કરોડનું બોગસ બીલિંગ કૌભાંડ બહાર આવ્યું
author img

By

Published : Jan 18, 2020, 11:58 AM IST

ડીજીજીઆઇ વિંગના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બોગસ બીલિંગ દ્વારા GST વિભાગને 10 કરોડથી વધુનો ચૂનો ચોપડતા ડીજીજીઆઇએ આ સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું છે. ઉધના ઉદ્યોગનગરમાં આવેલા સલીમ અહેમદ પંજવાણીએ કરીમ ટ્રેડર્સ નામથી કંપની શરૂ કરી હતી. વાપી, બીલીમોરા, અંકલેશ્વરમાં કંપની ખોલી હતી. જ્યાં તમામ કંપનીઓમાં માલ મોકલ્યા હોવાનું બતાવી લાંબા સમયથી ખોટી રીતે GST ક્રેડિટ મેળવવામાં આવતી હતી.

સુરતમાં 10 કરોડનું બોગસ બીલિંગ કૌભાંડ બહાર આવ્યું

આ જાણકારીને પગલે ડીજીજીઆઇએ 22 અલગ-અલગ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. જ્યાં પ્રાથમિક તપાસમાં જ 10 કરોડથી વધુના બોગસ બિલ બનાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. માત્ર કાગળ પર જ માલ મોકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખોટી રીતે મેળવવામાં આવી હતી. જેને પગલે દસ્તાવેજી કાગળો જપ્ત કરી તપાસ હાથ ધરવામાં આવી છે. જે આંક ઘટવાની પણ શક્યતા છે.

આ ઉપરાંત અરિહંત કોર્પોરેશન, મહાવીર એન્ટરપ્રાઇઝ અને સંકલ્પ એન્ટરપ્રાઇઝ પાસેથી બે કરોડની GSTની ચોરી ઝડપી પાડવામાં આવી હતી. જ્યારે શહેરમાં આવેલા શ્રીરામ ટ્રેડર્સ અને રઘુનાથ ટ્રેડર્સને ત્યાંથી 1.50 કરોડની જીએસટી ચોરી ઝડપી પાડવામાં આવી હતી.

Intro:સુરત : ઉધના ઉદ્યોગનગર માંથી રૂપિયા 10 કરોડનું બોગસ બીલિંગ કૌભાંડ બહાર આવ્યું છે.ઉદ્યોગનગર માં આવેલ કરીમ ટ્રેડર્સ દ્વારા આ બોગસ બીલિંગ રેકેટ આચરવામાં આવ્યું છે.

Body:ડીજીજીઆઈ વિંગ ના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બોગસ બીલિંગ દ્વારા જીએસટી વિભાગને 10 કરોડથી વધુનો ચૂનો ચોપડતા ડીજીજીઆઈએ આ સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું છે..ઉધના ઉદ્યોગ નગરમાં આવેલ સલીમ અહેમદ પંજવાણીએ કરીમ ટ્રેડર્સ નામથી કંપની શરૂ કરી હતી.વાપી,બીલીમોરા,અંકલેશ્વર,માં કંપની ખોલી હતી.

જ્યાં તમામ કંપનીઓમાં માલ મોકલ્યા હોવાનું બતાવી લાંબા સમયથી ખોટી રીતે જીએસટી ક્રેડિટ મેળવવામાં આવતી હતી.જાણકારી ના પગલે ડીજીજીઆઈ એ 22 અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા.જ્યાં પ્રાથમિક તપાસમાં જ 10 કરોડથી વધુના બોગસ બિલ બનાવ્યા હોવાનું બહાર આવ્યું હતું.કાગળ પર જ માલ મોકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખોટી રીતે મેળવવામાં આવી ,જેના પગલે દસ્તાવેજી કાગળો જપ્ત કરી તપાસ શરૂ કરવામાં આવી હતી.જે આંક વધવાની પણ શકયતા રહેલી છે..આ સિવાય અરિહંત કોર્પોરેશન,મહાવીર એન્ટરપ્રાઇઝ અને સંકલ્પ એન્ટરપ્રાઇઝ પાસેથી બે કરોડની Conclusion:જીએસટી ચોરી ઝડપી પાડવામાં આવી હતી.જયારે શહેરમાં આવેલ શ્રીરામ ટ્રેડર્સ અને રઘુનાથ ટ્રેડર્સના ત્યાંથી 1.50 કરોડની જીએસટી ચોરી ઝડપી પાડવામાં આવી.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.