સુરતઃ શહેરના કુબેરજી ગ્રુપના ત્યાં આઈટીએ દરોડા પાડ્યા હતા. વહેલી સવારથી કુબેરજી ગ્રુપના નરેશ અગ્રવાલ, રાજેશ પોદ્દાર સહિત તમામ ભાગીદારો અને તેમના સંબંધીઓને ત્યાં સર્વેની કામગીરી હાથ ધરી ધરાઈ હતી. આ સર્વેની કામગીરી દરમિયાન મહત્વના દસ્તાવેજો જપ્ત કરાયા છે.
માર્ચ એન્ડિંગ પહેલા આવક વેરા વિભાગે પીચ પાર બેટિંગ શરૂ કરી દીધી છે. વહેલી સવારે 25 અધિકારીઓની 25 અલગ અલગ ટીમે શહેરના પ્રસિદ્ધ 2 બિલ્ડર અને તેમના ભાગીદારોના ત્યાં દરોડા અને સર્વેની કામગીરી હાથ ધરી હતી. કુબેરજી ગ્રુપના માલિક અને ભાગીદારોના ઘર,ઓફિસ અને કન્ટ્રક્શન સાઈટ પર આવક વેરાની ટિમ પહોંચી અને દસ્તાવેજોની ચકાસણી હાથ ધરી હતી. અમદાવાદ, વડોદરા અને સુરતના 25 થી 30 અધિકારીઓના કાફલાએ કાર્યવાહી શરૂ કરી હતી.
આવકવેરા વિભાગની નજર તમામ જમીનના સોદા ઉપર છે. જે આ વર્ષ થયેલ છે. જેથી આ જમીનના સોદાને લઇને આ સર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કુબેરજી બિલ્ડર ગ્રૂપની તમામ ઓફિસો, સાઇટ અને રહેણાંક વિસ્તારોમાં આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ દરોડા અને સર્ચ કાર્યવાહીમાં બેનામી આવક મળી આવે તેવુ અધિકારીઓ લગાવી રહ્યા છે.