સુરત: અકસ્માતમાં લોકોના મોત થવાના આંકડામાં વધારો થઈ રહ્યો છે. કિમ પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ઓલપાડ તાલુકાના કીમ ગામે નટવરભાઈ ભગુભાઈ પરમાર જેમની ઉંમર 66 છે. જેઓ હરીઓમ સોસાયટી કીમ ખાતે રહેતા હતા. તેઓ સવારે 11 કલાકે કીમ બજારમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. ઘરેથી બજારમાં જવાનું કહી નીકળેલ નિવૃત્ત જમાદાર નટવરભાઈ પરમાર ટ્રેન હેઠળ અકસ્માત થયો હતો.
કમકમાટી ભર્યું મોત: કીમ-કુડસદ રેલવે સ્ટેશન વચ્ચે ડાઉન લાઇન પર મુંબઈથી અમદાવાદ જતી 12925 પશ્ચિમ એક્સપ્રેસ નીચે કોઈ અગમ્ય કારણ સર આવી ચઢતા શરીર અને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. જેના કારણે તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થઈ ગયું હતું. રેલવે સત્તાધીશોને જાણ થતાં પોલીસ અને પરિવારને જાણ કરાઈ હતી. ઘટનાની જાણ થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસે અકસ્માત મોત ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માત સર્જાયો: ગતરોજ નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો.ગતરોજ બનેલી અકસ્માતની ઘટનાની વાત કરીએ તો અમદાવાદ નેશનલ હાઇવે પર કન્ટેનર એક હાઇવે ડમ્પરના કારણે ટ્રક અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને વાહનો સર્વિસ રોડ પર બનાવવામાં આવેલ ડ્રેનેજ બોક્સ પર ચડી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ ના સમાચાર મળ્યા ન હતા. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ તેમજ NHAI ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી.
સુરતમાં વધ્યા અકસ્માતના કેસ: સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે પર સતત અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ગતરોજ વધુ એક અકસ્માત સર્જાયો હતો. કામરેજ તાલુકાના વલથાણ ગામ પાસે મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે પર એક હાઇવે ડમ્પર ચાલક નેશનલ હાઇવે ક્રોસ કરી રહ્યો હતો તે દરમિયાન અકસ્માતની શક્યતાને લઈને કન્ટેનરના ચાલકે તેઓના કબજાનું વાહન સાઈડ કરી દીધું હતું. ટ્રક સાથે અથડાવી દીધું હતું. આ ઘટનામાં કન્ટેનર અને ટ્રક બન્ને વાહન સર્વિસ રોડની સાઈડમાં બનાવેલ ડ્રેનેજ લાઈનના બોક્સ પર ચડી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ ના સમાચાર મળ્યા ન હતા. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ તેમજ NHAI વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી.