સુરત : શહેરમાં 15 મેં 2015માં ટ્રેનની ચૈનકુલિંગ કરી હતી. ચૈનકુલિંગ કરી ગાંજો ઉતારવામાં આવતો હતો. તે સમયે દરમિયાન પેટ્રોલિંગના RPF ના જવાનોને શંકા જતા આ ત્રણે આરોપીઓની બેગ ચેક કરી હતી. ત્યારે RPF ના જવાનોને તેમના બેગમાંથી 106 કિલો ગાંજો મળી આવ્યો હતો. જોકે 106 કિલો ગાંજો છોડાવા માટે અન્ય આરોપીઓ એકઠા થઈ RPF ના જવાનો પર પથ્થર મારો પણ કર્યો હતો. જે મામલે પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ ચારે આરોપીઓને NDPS એક્ટ મુજબ ગુનો નોંધી કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. તેમાં એક આરોપીને જામીન મળી ગઈ હતી અને અન્ય ત્રણ આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટમાં કેસ ચાલ્યો હતો.
શું હતી ઘટના : સુરત શહેરમાં ગત 15 મેં 2015માં સુરત ઉત્રાણ રેલવે સ્ટેશન વચ્ચે ઉત્કલનગર પાસે વિશાખાપટ્ટનમ ગાંધીધામ ટ્રેનનું ચેઇન પુલિંગ કરવામાં આવતું હોવાની ફરિયાદ રેલવે પોલીસને કરવામાં આવી હતી. જેને લઈને RPF ના જવાનો રાત્રિ દરમિયાન સતત પેટ્રોલિંગ કરતા હતા. ત્યારે 29 મેX ના રોજ મોડી રાતે RPF ના જવાનો પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન વિશાખાપટ્ટનમ ગાંધીધામ ટ્રેનનું ઉત્કલનગર પાસે ચેઇન પુલિંગ થતા જ પોલીસ જવાનો એલર્ટ થઈ ગયા હતા. તેમને અચાનક જ ટ્રેનમાંથી બેગની હેરાફેરી કરતો શંકાસ્પદ વ્યક્તિ નજરે ચઢ્યો હતો. તે સાથે જ ટ્રેનમાં તપાસ કરતા અન્ય ત્રણ શંકાસ્પદ વ્યક્તિ પણ નજરે ચઢતા તેમને ઝડપી લેવામાં આવ્યો હતો.
આરોપીઓને છોડાવા માટે ટ્રેન પર પથ્થરમારો : પોલીસ ચાર આરોપીઓને લઈ ગઈ હતી, ત્યારે તેમને બચાવવા માટે અન્ય લોકો પણ એકઠા થઈ ગયા હતા તેમના દ્વારા ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારે પકડાયેલા આરોપીઓ છૂટી પણ ગયા હતા, પરંતુ પોલીસે ફરીથી આ ચારેય આરોપીને ઝડપી પાડ્યા હતા.
108 કિલો ગાંજા સહિતનો મુદ્દામાલ જપ્ત : પોલીસના જવાનોએ આરોપીઓને લઈ પોલીસ મથકે પહોંચી હતા, ત્યાં આરોપી કાલુચરણ અરખીત સ્વાંઈ, બસંત નીલાંચલ શેટ્ટી, સુશાન્ત જુરીયા રેડ્ડી, મિટ્ટુ મઝુ રાઉતની તપાસ કરવામાં આવી હતી. તમામ આરોપી પાસેથી કુલ 108 કિલો ગાંજા સહિતનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો.
આરોપીઓને 1.25 લાખનો દંડ : પોલીસે પકડેલા તમામ આરોપીઓ વિરુદ્ધ એન ડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. ત્યારબાદ નામદાર કોર્ટમાં કેસ ચાલ્યો હતો. ત્યારે આરોપી મિટ્ટી રાઉતને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો અને અન્ય ત્રણ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ગઈકાલે નામદાર કોર્ટ દ્વારા તમામ પુરાવાઓ જોઈ ત્રણે આરોપીઓને 15 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. તે ઉપરાંત 1.25 લાખનો દંડ પણ ફટકાર્યો છે.