સુરત: સમાજમાં પ્રેમ સાથે પરંપરાઓ અને ધર્મની માન્યતા યથાવર્ત છે. જેના કારણે પ્રેમ પછી પછતાવાના કિસ્સા વધારે હોય છે. દેશ આજે આઝાદી કા 75 મો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. પરંતુ દેશ ધર્મ, જાત, નાત અને કુરિવાજોમાંથી બહાર આવ્યો નથી. વિચાર આઝાદ નહીં કરો ત્યાં સુધી તમામ આઝાદી પાંખ વગરની છે. સુરતમાં એક બનાવ સામે આવ્યો છે.મહિલાને ધર્મ પરિવર્તન બાદ કુરાન વાંચવા તેમજ નમાજ પઢવા માટે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.
દુષ્કર્મ ગુજાર્યો: શહેરના લિંબાયત વિસ્તારમાં વિધર્મી યુવકે પહેલા અને ત્યારબાદ દુષ્કર્મ ગુજાર્યો હતો. લગ્ન કરવા પર મજબુર કરી હતી. એટલું જ નહીં જ્યારે યુવતી સાસરે ગઈ ત્યારે તેને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કરવામાં આવ્યા હતા. સાથે કુરાન વાંચવા તેમજ નમાજ પઢવા માટે માનસિક અને સારી રીતે ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. જેથી એ સુરતના લિંબાયત પોલીસ મથકમાં પતિ અને પરિવારના અન્ય સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો Surat News : બિલ્ડીંગની મીટર પેટીમાં એકાએક આગ ભભૂકી ઉઠતા લોકોમાં ભયનો માહોલ
પરિવારના સભ્યોએ પ્રતિબંધ મૂક્યો: સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતી એક યુવતીને ફસાવી ને છ વર્ષ પહેલા વાજીદ નામના શોષણ લગ્ન કરવા પર મજબુર કરી દીધો હતો. લગ્ન બાદ વાજીદ તેને પોતાના ઘરે પણ લઈ ગયો હતો. યુવતી વાજીતના લીંબાયતના સરદાર નગર ખાતે આવેલા મકાનમાં રહેવા મજબૂર થઈ ગઈ હતી. યુવતી વાજીદ ના ઘરે તેના માતા પિતા બે ભાઈ અને ભાભી સાથે રહેતી હતી. લગ્નના બે મહિના બાદ યોગીને ઘરની બહાર આવા અને જવા પર કડકાઈ મૂકવામાં આવી એટલું જ નહીં યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેને મંદિર જવા પણ પરિવારના સભ્યોએ પ્રતિબંધ મૂક્યો હતો.
પોલીસ ફરિયાદ: ધર્મ પરિવર્તન કરી લીધું યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, તેને પરિવારના સભ્યો અને પતિ વાજીદ બુરખા પહેરવા માટે દબાણ કરતા હતા. ધીમે ધીમે ઇસ્લામ ધર્મ અપનાવવા માટે દબાણ કરવા લાગ્યા હતા. જ્યારે તેણે ધર્મ પરિવર્તન ના પાડી તો તેને માનસિક મને સારી રીતે તેઓ હેરાન કરવા લાગ્યા હતા. જેથી તેને દબાણમાં આવેલી ધર્મ પરિવર્તન કરી લીધું હતું. પરિવારના સભ્યોએ તેને કુરાન વાંચવા અને નમાજ પડવા માટે કહ્યું હતું. યુવતી માનસિક તરફથી કંટાળી ગઈ હતી. એ પોતાના પરિવારને પણ કશું કહી શકતી નહોતી કારણ કે તેને લગ્ન કર્યા હતા. જેથી કંટાળી તેને પોલીસ ફરિયાદ કરી હતી.
જેઠ અને દિયરે બળજબરી કરી: આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથ સિંહ ગઢવીએ જણાવ્યું હતું કે, એક યુવતી તેની માતા સાથે ફરિયાદ નોંધાવા આવી હતી. આજથી પાંચેક વર્ષ પહેલા ત્યારે તે 18 વર્ષની નીચે હતી. ત્યારે એક વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ થઈ જતા તે તેની સાથે લગ્ન કરીને જતી રહી હતી. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાહેરાત ન તો એની માતાએ કરી હતી ના દીકરીએ કરી હતી. લગ્ન બાદ યુવતીના પતિએ તેને હેરાન કરવાની શરૂઆત કરી હતી. યુવતીના પતિ બે ત્રણ ગુનામાં ગુનેગાર હોવાથી તેને જેલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યારે તે જેલમાં ગયો હતો. ત્યારે તે દરમિયાન યુવતી સાથે તેના જેઠ અને દિયરે બળજબરી કરી તેની સાથે શારીરિક શોષણ કર્યું હતું. આ તમામ ઘટનાઓ ચાર પાંચ વર્ષથી બની હતી.
સાત માસનો ગર્ભ: તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ છોકરી કંટાળીને પોતાના ઘરે આવી ગઈ હતી. ત્યારે તેને સાત માસનો ગર્ભ હતો. યુવતી માતા સાથે આવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વારંવાર ટોર્ચર કરવામાં આવતા હતા. શારીરિક શોષણ કરવામાં આવતું હતું. એમના પરિવારમાં જે પ્રકારની સિસ્ટમ ચાલે છે તેને કરવા માટે દબાણ કરવામાં આવતું હતું. તેને વારંવાર ધર્મ પરિવર્તન કરવા માટે પણ કહેવામાં આવતું હતું. તેઓ પોતાની ધાર્મિક પદ્ધતિઓ પૂર્ણ કરવા માટે કહેતા હતા.
પોલીસે તપાસ શરૂ કરી: લીંબયાત પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ઝાલાએ જણાવ્યું હતું કે, ફરિયાદ એ આપેલી ફરિયાદ બાદ અમે પતિ અને તેના માતા-પિતા સહિત બે ભાઈ અને ભાભી સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. ધર્મ પરિવર્તન સહિત અન્ય બાબતો માટે ફરિયાદીને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ કરી છે. ફરિયાદીના પતિએ તેને જણાવ્યું હતું કે, જો તમારા માતા પિતા કે ભાભી શું કહે છે તો હું તને તારા પિયર મોકલી આપીશ.