ETV Bharat / state

Union Budget 2022 : ડાયમંડ ઉદ્યોગમાં કસ્ટમ ડ્યુટીનો ઘટાડો, જાણો ફાયદો કે નુકસાન?

આજે કેન્દ્રીય બજેટ (Union Budget 2022) નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ (Cut and Polished Diamond Custom Duty) દ્વારા કુલ સાત જેટલી માગણીઓ રજૂ કરવામાં આવી હતી. તેમાંથી મુખ્ય બે માંગણી બજેટમાં મંજૂર કરવામાં આવી છે.

Union Budget 2022 :  ડાયમંડ ઉદ્યોગમાં કસ્ટમ ડ્યુટીનો ઘટાડો..જાણો ફાયદો કે નુકસાન?

author img

By

Published : Feb 1, 2022, 2:58 PM IST

સુરત : સુરતમાં 100માંથી 90 હીરા કટિંગ અને પોલિશિંગ થાય છે. જેમાં અત્યાર સુધીમાં 7.5 ટકા કસ્ટમ ડ્યુટી લાગી હતી. તેને ઘટાડીને 5 કરવામાં આવ્યું છે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે પણ નવો કાયદો લાવવા વાત કરવામાં આવી છે. તેને લઈએ સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોર ઉદ્યોગપતિઓએ પ્રતિક્રિયા આપી છે.

ડાયમંડ ઉદ્યોગમાં કસ્ટમ ડ્યુટીનો ઘટાડો

GJEPC ના ચેરમેનની બે મહત્વપૂર્ણ માંગણી પૂર્ણ કરવામાં આવી

જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વેસ્ટન ઝોન ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, અમારી જેટલી માગણીઓ હતી. જેમાંથી બે મહત્વપૂર્ણ માંગણી પૂર્ણ કરવામાં આવી છે. કટ એન્ડ પોલિશ્ડ માં કસ્ટમ ડ્યુટી (Cut and Polished Diamond Custom Duty) 7.5 ટકા હતી. અમારી માંગણી હતી કે એને ઘટાડીને 2.5 ટકા કરવામાં આવે તેને ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યું છે. અને સૌથી મોટી રાહતના સમાચાર છે કે હાફ કટીંગ ડાયમંડ આવતું હતું તેની ઉપર પણ વિરોધ ડ્યુટી (Custom Duty on Diamonds) કરી દેવામાં આવ્યું છે. જેની ઉપર અગાઉ 7.5 ટકા ડ્યુટી હતી. જેના કારણે MSME સેક્ટરમાં જે બ્રોકન ડાયમંડ, પ્રિન્સેસ કટ અને જે રો મટીરીયલ ઈમ્પોર્ટ થતું હતું. ઝીરો ડ્યુટી કરવાના કારણે મોટી રાહત ડાયમંડ ઇન્ડસ્ટ્રીના મળશે.

આ પણ વાંચો: Union Budget Railway: આગામી ત્રણ વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવશે

સ્ટેબલ બજેટ છે

જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા નૈનેશ પચ્ચીગરે જણાવ્યું હતું કે, જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે આ બજેટ સ્ટેબલ બજેટ (Stable Budget 2022) છે. અમારી માંગણી હતી કે, ગોલ્ડમાં કસ્ટમ ડ્યુટી (Customs Duty in Gold) ઓછી કરવામાં આવે. એમાં કોઈ ફેર બદલ કરવામાં આવ્યું નથી. પરંતુ ડાયમંડમાં કસ્ટમ ડ્યુટી માં ફેરફાર કરવામાં આવ્યો છે. આ બજેટ જેમ એન્ડ જ્વેલરી માટે લાભકારી થશે.

ઐતિહાસિક એક્સપોર્ટ નોંધાયું

હીરા વેપારી પ્રવીણ નાણાવટીએ જણાવ્યું હતું કે, સુરતમાં 4 હજારથી વધુ નાના મોટા કારખાનાઓ છે. જેમાં 5 લાખથી વધુ લોકો કામ કરે છે. કોરોના કાળમાં પણ જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં ઐતિહાસિક એક્સપોર્ટ નોંધાયું છે. અને બજેટમાં જે જોગવાઈ કરવામાં આવી છે. તેના કારણે આ ઉદ્યોગને બુસ્ટર મળશે.

આ પણ વાંચોઃ Budget Education Sector: કોરોનાકાળમાં શિક્ષણના નુકસાનને પહોચી વળવા ડિજિટલ યુનિવર્સિટી સ્થાપાશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.