ETV Bharat / state

સુરતના પ્રિતિશ પટેલે થાઇલેન્ડમાં વગાડ્યો ડંકો, રીયલ ગોલ્ડ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપમાં મેળવ્યો ગોલ્ડ મેડલ - Gujarat

સુરત: થાઈલેન્ડની ધરતી પર ભારતના સુપુત્રએ ભારતનો ત્રિરંગો લેહરાવ્યો છે.8 દેશના 80 સ્પર્ધકોને માત આપી સુરતે ફરી ડંકો વગાડ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી સુરતના વિદ્યાર્થી પ્રિતિશ પટેલે માત્ર સુરત અને ગુજરાત જ નહીં પરંતુ ભારત દેશનું નામ રોશન કર્યું છે.

રીયલ ગોલ્ડ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપમાં ગોલ્ટ મેડલ જીતનાર પ્રિતિશ પટેલ
author img

By

Published : May 20, 2019, 1:23 PM IST

'સિદ્ધિ એને જઈ વળે જે પરસેવે ન્હાય' આ પંક્તિને ઓલપાડના સામાન્ય પરિવારના દીકરા પ્રિતિશે સાર્થક કર્યું છે. તેની ત્રણથી ચાર મહિનાની મહેનત આખરે રંગ લાવી છે. બેંગકોક થાઈલેન્ડ ખાતે યોજાયેલી બીજી રીયલ ગોલ્ડ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપમાં 8 દેશના 80 સ્પર્ધકોને માત આપી ઓલપાડના વિદ્યાર્થી પ્રિતિશ પટેલે ડંકો વગાડ્યો છે. સિંગાપોર, બેંગકોક, થાઈલેન્ડ, મલેશિયા સહિતના વિશ્વના 8 દેશોના 80 સ્પર્ધકોએ સ્કેટિંગની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ભારતના પુત્ર એવા પ્રિતિશે ગોલ્ડ મેડલ મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.

રીયલ ગોલ્ડ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રિતિશ પટેલ

પ્રિતિશ પટેલ ઓલપાડની મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયમાં ધોરણ 8 માં અભ્યાસ કરે છે. પહેલા જિલ્લા કક્ષાએ અને બાદમાં નેશનલ લેવલે દિલ્હી ખાતે સિલ્વર મેડલ જીતી પ્રિતિશ એ થાઈલેન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય સ્કેટિંગની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં અંડર -14 માં 500 મીટરની સ્કેટિંગમાં તેણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ગોલ્ડ મેડાલિસ્ટ પ્રિતિશ પટેલ જ્યારે વતન પરત ફર્યો ત્યારે શાળા તથા પરિવારના સભ્યો દ્વારા તેનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. પ્રિતિશની આ સિદ્ધી બાદ તેના પરિવારમાં ખુશીનો વાતાવરણ છવાઇ ગયો હતો.

સામાન્ય રીતે શહેરમાં પ્રતિભાની કોઈ કમી નથી, પરંતુ ધીરે ધીરે હવે ગામડાઓમાંથી પણ પ્રતિભા બહાર આવી રહી છે. એ પછી શાળાના વિદ્યાર્થી હોય કે ગામડાનો યુવાન. જે રીતે પ્રિતિશ જેવા બાળકો વિદેશની ધરતી પર ઝળકી રહ્યા છે એ આપણા સૌ માટે ખૂબ ગૌરવપૂર્ણ બાબત છે.

R_GJ_SUR_01_SCATING MA GOLD_20MAY_GJ10025

એન્કર _થાઈલેન્ડ ની ધરતી પર લહેરાયો ભારતનો ત્રિરંગો, 8 દેશના 80 સ્પર્ધકોને માત આપી સુરતે ફરી ડંકો વગાડ્યો છે. આંતર રાષ્ટ્રીય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી એક વિદ્યાર્થીએ માત્ર સુરત અને ગુજરાત જ નહીં પરંતુ ભારત દેશનું નામ રોશન કર્યું છે. કોણ છે એ વિદ્યાર્થી અને કેવી છે તેની પ્રતિભા, તે જાણવા માટે જુઓ અમારો આ સ્પેશિયલ રિપોર્ટ...

વીઓ_ 'સિદ્ધિ એને જઈ વળે જે પરસેવે ન્હાય' આ પંક્તિ સાર્થક કરી છે ઓલપાડ ના સામાન્ય પરિવારના એક દીકરા એ...ત્રણ થી ચાર મહિનાની સખત મહેનત આખરે રંગ લાવી છે. બેંગકોક થાઈલેન્ડ ખાતે યોજાયેલી બીજી રીયલ ગોલ્ડ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપ માં 8 દેશના 80 સ્પર્ધકોને માત આપી ઓલપાડના વિદ્યાર્થી પ્રિતિશ પટેલે ડંકો વગાડ્યો છે. સિંગાપોર, બેંગકોક, થાઈલેન્ડ, મલેશિયા સહિતના વિશ્વના 8 દેશોના 80 સ્પર્ધકોએ સ્કેટિંગ ની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ગોલ્ડ મેડલ મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે ઝળકી ગુજરાતની સાથે દેશનું નામ રોશન કરનાર પ્રિતિશ તેના કોચ અને શાળા પરિવારને આભાર વ્યક્ત કરી રહ્યો છે.

બાઈટ _ પ્રિતિશ પટેલ_ સ્પર્ધક
બાઈટ_ વિરલ ચૌહાણ_ કોચર

વીઓ _ પ્રિતિશ પટેલ ઓલપાડ ની મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય માં ધોરણ-8 માં અભ્યાસ કરે છે. પહેલા જિલ્લા કક્ષાએ અને બાદમાં નેશનલ લેવલે દિલ્હી ખાતે સિલ્વર મેડલ જીતી પ્રિતિશ થાઈલેન્ડ ખાતે આંતર રાષ્ટ્રીય સ્કેટિંગની સ્પર્ધા માં ભાગ લીધો હતો. જેમાં અંડર -14 માં 500 મીટર ની સ્કેટિંગ માં અવ્વ્લ રહી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આજરોજ ગોલ્ડ મેડાલીસ્ટ પ્રિતિશ પટેલ વતન પરત ફરતા શાળા પરિવાર દ્વારા તેનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. શાળા પરિવાર તથા ત્યાં ઉપસ્થિત પ્રિતિશ ના માતાપિતા તેને હરખથી ભેટી પડયા હતા અને જાણે હરખનો કોઈ પાર રહ્યો નહતો. 

બાઈટ _ કેન્યાબેન મનોજભાઈ પટેલ_ માતા

ફાઇનલ વીઓ _આમ તો સામાન્ય રીતે શહેરમાં પ્રતિભા ની કોઈ કમી નથી, પરંતુ ધીરે ધીરે હવે ગામડાઓમાં પણ પ્રતિભા બહાર આવી રહી છે. એ પછી શાળાના વિદ્યાર્થી હોય કે ગામડાનો યુવાન. જે રીતે પ્રિતિશ જેવા બાળકો વિદેશી ધરતી ઉપર ઝળકી રહ્યા છે એ આપણા સૌ માટે ખૂબ ગૌરવપૂર્ણ બાબત કહી શકાય.

ReplyForward
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.