રાજ્યસભા બાદ લોકસભામાં પણ કાશ્મીરના પુનર્ગઠન બિલ પાસ થયું છે. જેને લઇ સૌથી વધારે ખુશી કાશ્મીરી પંડિતોમાં જોવા મળી રહી છે. જેથી સુરત અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓ કે જેઓ કાશ્મીરી પંડિત છે તેઓએ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા બદલ પ્રતિક્રિયા આપી હતી. તેમજ આ આર્ટીકલ નાબૂદ થવાથી જમ્મુ-કાશ્મીરમાં રોજગારીની તકો વધશે એવી આશા વ્યક્ત કરી હતી.
જમ્મુ કાશ્મીરથી સુરત ગાંધી એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ માટે આવેલા બે કાશ્મીરી પંડિત વિદ્યાર્થીઓએ સરકારના નિર્ણય અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી.. આર્ટીકલ 35A અને 370 કાશ્મીરથી નાબૂદ થતા કાશ્મીરી પંડિતોને રાહત થઈ છે. તેમના પરિવાર ઉપર ગુજારવામાં આવેલા ત્રાસ અને અત્યાચારને યાદ કરતાં કહ્યુ હતું કે, હવે કાશ્મીરમાં જે લઘુમતીમાં છે. તેઓને તેમના અધિકાર મળશે. તેઓએ જણાવ્યું હતું કે, કલમ 370 અને 35 A નાબૂદ થતા રોજગારની તકો ઊભી થશે. પર્યટન વધશે, શિક્ષણનું સ્તર પણ ઉચ્ચ સ્તરે જઈ શકશે. જેનાથી લોકોનું જીવનધોરણ સુધરશે.