ETV Bharat / state

રેટિંગ એજન્સી ક્રિસિલઃ ડાયમંડની નિકાસમાં મોટો ઘટાડો - જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સીલ

કોરોના વાયરસના વધતા જતા ફેલાવાને કારણે ડાયમન્ડ ટ્રેડ અને ઈન્ડસ્ટ્રીઝ ઉપર પણ આ વાયરસની ગંભીર અસર જોવા મળી રહી છે. વેપાર ઘટતાં રેટિંગ એજન્સીઓ દ્વારા ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝના સંદર્ભમા નેગેટિવ રેટિંગ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં ICRA દ્વારા ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝનું રેટિંગ ટેબલમાંથી નેગેટિવ કર્યા બાદ, રેટિંગ એજન્સી સંસ્થા ક્રિસિલે પણ ડાયમંડની નિકાસમાં મોટો ઘટાડો રહેવાનું તારણ રજૂ કર્યું છે. આ કારણે હીરા ઉદ્યોગકારો ચિંતામાં મુકાયા છે. બીજી બાજુ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાંતો માની રહ્યાં છે કે, આવી વિકટ પરિસ્થિતિને કારણે આવનારા જૂન-જુલાઈ માસ સુધી પેમેન્ટ અંગે સમસ્યા રહેશે, તેમજ બેરોજગારીની સમસ્યા પણ ઊભી થઈ શકે છે.

rating-agency-organization-crisil-said-a-big-drop-in-diamond-exports
રેટિંગ એજન્સી ક્રિસિલઃ ડાયમંડની નિકાસમાં મોટો ઘટાડો
author img

By

Published : Mar 6, 2020, 6:52 PM IST

સુરતઃ રેટિંગ એજન્સી ક્રિસિલ દ્વારા રજૂ કવામાં આવેલા રિપોર્ટમાં કોરોના ઈફેક્ટથી હોંગકોંગ અને ચાઈનાના ટ્રેડને થઈ રહેલા નુકસાનની ગંભીર અસર દર્શાવી છે. ખાસ કરીને ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ પર વધુ અસર દર્શાવવામાં આવી રહી છે. ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા હોંગકોંગમાં કરવામાં આવતી નિકાસનો હિસ્સો 40 ટકા આસપાસ છે. વર્તમાન સંજોગોમાં 20 જાન્યુઆરી બાદથી નિકાસ ઓછી થઈ છે. આ સંજોગોમાં ડાયમંડની નિકાસ પર પણ અસર થઈ શકે છે.

રેટિંગ એજન્સી ક્રિસિલઃ ડાયમંડની નિકાસમાં મોટો ઘટાડો

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન દિનેશ નાવડિયાના જણાવ્યા અનુસાર જે પેમેન્ટ 90 દિવસમાં આવતું હતું, એ પેમેન્ટ હાલ 120 દિવસ થયા બાદ પણ કેવી રીતે ક્લિયર થશે, તેની મૂંઝવણ જોવા મળી રહી છે. ચીન અને હોંગકોંગ સાથેનો મિલિયન્સ ડોલરની વાર્ષિક આવક હીરા ઉદ્યોગને કારણે થાય છે, પરંતુ કોરોના વાયરસના કારણે સીધી અસર પડી રહી છે. નાણાકીય વર્ષ 2018-19માં હીરાની નિકાસ 24 મિલિયન ડોલર આસપાસ રહી હતી. જે બાદ તેમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમ નવ માસ દરમિયાન ડાયમંડની નિકાસ 18 ટકા જેટલી ઘટી છે. પ્રવર્તમાન સંજોગોમાં ચાલુ નાણાકીય વર્ષના અંતિમ સમયમાં 1 બિલિયન ડોલર જેટલો ઘટાડો થાય તેવો અંદાજ છે. આ તમામ બાબતોની અસર લાંબી ચાલવાના સંજોગોમાં આગામી નાણાકીય વર્ષ 2020માં હીરાની નિકાસ 19 મિલિયન ડોલર સુધી સરકી જવાની શક્યતાઓ રહેલી છે.

કોરોના વાયરસની સ્થિતિમાં સુધાર આવે, તો પણ નવા નાણાકીય વર્ષનો અર્ધવાર્ષિક સમયગાળામાં નુકસાન રહેવાની ભીતિ સેવાઈ રહી છે. પ્રતિવર્ષ જાન્યુઆરી માસમાં નોંધાતી રફ ડાયમંડની આયાતની સરખામણીના આંકડા તાજેતરમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે મુજબ જાન્યુઆરી 2009માં નોંધાયેલા 200 મિલિયન ડોલરની રફ આયાત બાદ જાન્યુઆરી 2020માં સૌથી ઓછી 763 મિલિયન ડોલરની રફ ડાયમંડની આયાત થઈ છે. આ અગાઉ જાન્યુઆરી 2018માં 400 મિલિયન ડોલરથી વધુ કિંમતની રફ ડાયમંડ આયાત થઈ હતી.

ચીનમાં હીરા વેપાર કરનાર સુરતના હીરા વેપારી કીર્તિ શાહે જણાવ્યું હતું કે, ચીનના હજારથી વધુ સ્ટોર ધરાવતા બે મોટા શો-રૂમ હાલ કેટલાક દિવસોથી બંધ છે. માર્કેટમાં જે 550 સાઈટ હતા, તે ઘટાડીને 360 સાઈટ કરી દેવામાં આવ્યા છે. રફ ડાયમંડની ખરીદ શક્તિ ઓછી થઈ છે. હાલ 18 થી 20 ટકા એકસપોર્ટમાં ઘટાડો પણ થયો છે. જેની સીધી અસર આવનાર દિવસોમાં ઉદ્યોગમાં રોજગારીની સમસ્યાને ઉત્પન્ન કરી શકે છે. હાલની પરિસ્થિતિના કારણે જૂન-જુલાઈ સુધી માર્કેટની સ્થિતિ સામાન્ય થશે નહીં, અને પેમેન્ટ સાયકલની પણ સમસ્યા જે તે સમયે ઊભી થાય તેવી શક્યતાઓ છે.

ઉલ્લેખનીય છે કે, ચીનમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને કારણે ડાયમંડ ઉદ્યોગ પર તેની સીધી અસર જોવા મળી રહી છે. જો આવનાર દિવસોમાં આવી સ્થિતિ રહેશે, તો ડાયમંડ ઉદ્યોગનો વેપાર સંકટમાં મુકાઈ શકે તે શક્યતા નકારી શકાય નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.