સુરત: દેશ સહિત રાજ્યમાં કોરોના વાઈરસના કારણે સ્થિતિ ગંભીર બની છે. કોરોના વાઈરસનો વ્યાપ ઘટાડવા કેન્દ્ર સરકારને લોકડાઉન કરવાની ફરજ પડી છે. પરંતુ કેટલાક લોકો લોકડાઉનનો ચુસ્ત રીતે અમલ નથી કરી રહ્યા. જેને જોતા રાજ્ય સરકારે તેની ગંભીર નોંધ લીધી છે. લોકડાઉનનું ચુસ્ત રીતે અમલીકરણ કરાવવા માટે રેપીડ એક્શન ફોર્સની ટીમ મુખ્ય મહાનગરોમાં ફાળવી દીધી છે.
સુરત આવેલી રેપીડ એક્શન ફોર્સની કંપની દ્વારા ભાગળ, મહિધરપુરા, સરથાણા અને વરાછા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યુ હતુ. રેપીડ એક્શન ફોર્સ દ્વારા એરિયા ફ્લેગ માર્ચ કરવામાં આવ્યુ હતું. સુરતમાં હવેથી લોકડાઉનનું ચુસ્ત અમલ કરાવવા રેપીડ એક્શન ફોર્સ દ્વારા મોરચો સંભાળી લેવામાં આવ્યો છે.