સુરતમાં અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના આચાર્ય મહાશ્રમનો 46મો દીક્ષા દિવસ હતો. જે અંતર્ગત સુરતમાં રેલીનું આયોજન કરાયું હતું. જેમાં નશામુક્તિના સંદેશા સાથે વીજળી બચાવો અને અહિંસાના નારા લગાવવામાં આવ્યા હતા. આ રેલી સુરતના વેસુ વિસ્તારથી નીકળી ઉધના, લીંબાયત, પર્વત પાટીયા જેવા વિસ્તારોમાંથી પસાર થઇ હતી. જેમાં 300 જેટલા તેરાપંથ સમાજના લોકોએ ભાગ લીધો હતો.
આ રેલીમાં યુવાઓ બાઇક દ્વારા, તો મહિલાઓ અને બાળકો ચાલતાં જોડાયા હતા. નશામુક્તિના સંદેશા માટે લોકોને પ્લે-કાર્ડ અપાતું હતું. સાથે તેના ગેરલાભો ગણાવી તેના વિશે લોકોને જાગ્રત કરવાના પ્રયાસો પણ કરાયા હતા.