ETV Bharat / state

રાકેશ ટિકૈત સોમવારે બારડોલીની મુલાકાતે

ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ગુજરાતમાં પણ ખેડૂત આંદોલન ઉગ્ર બને તે માટે તેઓ અલગ-અલગ જગ્યાએ ખેડૂતોને સંબોધન કરશે. જે પૈકી સોમવારે તેઓ બારડોલી આવશે. અહીં કેદારેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ખેડૂત સભાને સંબોધન કરશે.

સંયુક્ત કિસાન મોરચા દ્વારા કરવામાં આવ્યું છે સભાનું આયોજન

author img

By

Published : Apr 4, 2021, 3:47 PM IST

  • સંયુક્ત કિસાન મોરચા દ્વારા કરવામાં આવ્યું છે સભાનું આયોજન
  • 900 ખેડૂતો માટે માંગવામાં આવી છે પરવાનગી
  • તંત્રએ હજી સુધી પરવાનગી આપી નથી

બારડોલી: કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નવા ત્રણ કૃષિ કાયદાનો દેશભરના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ વધુને વધુ ખેડૂતો કાયદાના વિરોધમાં આગળ આવે તે માટે સંયુક્ત કિસાન મોરચાના નેતા રાકેશ ટિકૈત બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. રવિવારે અંબાજીથી પાલનપુર પહોંચ્યા બાદ તેઓ સોમવારના રોજ ઐતિહાસિક ભૂમિ બારડોલીમાં આવી પહોંચશે. જ્યાં તેઓ કેદારેશ્વર મહાદેવ મંદિરમાં ખેડૂત સભાને સંબોધન કરશે.

રાકેશ ટિકૈત બે દિવસના ગુજરાત પ્રવાસે

દિલ્હી ખાતે દેશભરના ખેડૂતો લગભગ 125 દિવસથી વધુ સમયથી આંદોલન કરી રહ્યા છે. સરકાર સાથે અનેક વખત વાતચીત કરવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી, ત્યારે આ આંદોલનમાં વધુને વધુ ખેડૂતો જોડાય તે માટે સંયુક્ત કિસાન મોરચાના નેતા રાકેશ ટિકૈત રાજસ્થાન બાદ 4 એપ્રિલથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. તેઓ રવિવારના રોજ પાલનપુર ખાતે ખેડૂતોને સંબોધન કરશે.

આ પણ વાંચો : રાકેશ ટિકૈતની ગુજરાત મુલાકાતને લઈને રાજકીય નેતાઓએ આપી પ્રતિક્રિયા

સ્વરાજ આશ્રમની મુલાકાત બાદ કેદારેશ્વર મંદિરના પટાંગણમાં કરશે સંબોધન

તેઓ અમદાવાદમાં રાત્રી રોકાણ બાદ બીજા દિવસે 5મી એપ્રિલના રોજ બારડોલી આવવા માટે રવાના થશે. રાકેશ ટિકૈત 3 વાગ્યાની આસપાસ બારડોલી આવી પહોંચશે. જ્યાં પહેલા તેઓ સરદાર વલ્લભભાઇ પટેલના ઐતિહાસિક સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે. ત્યારબાદ સાંજે 4 વાગ્યે તેઓ બારડોલીની નજીક આવેલા કેદારેશ્વર મહાદેવ મંદિરે પહોંચશે. જ્યાં તેઓ તે વિસ્તારના ખેડૂતોને સંબોધન કરશે.

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોને આગળ આવવા અપીલ કરશે

આઝાદી પૂર્વે અંગ્રેજ સરકાર દ્વારા વેરામાં કરવામાં આવેલા જંગી વધારાના વિરોધમાં વર્ષ 1928માં અહીંના ખેડૂતોએ વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં સત્યાગ્રહ કર્યો હતો. જે બારડોલી સત્યાગ્રહ તરીકે ઓળખાય છે. આ સત્યાગ્રહમાં ખેડૂતોની જીત થઈ હતી. જે ભારતમાં આઝાદી માટે ચાલેલી લડતો પૈકીની પ્રથમ જીત હતી. અહીંના ખેડૂતો પણ આ કાળા કાયદાના વિરોધમાં આગળ આવે તે હેતુથી અહીં રાકેશ ટિકૈત દ્વારા સભાનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું સ્થાનિક ખેડૂત નેતાઓ જણાવી રહ્યા છે.

આ પણ વાંચો : જૂનાગઢના ખેડૂતોએ રાકેશ ટિકૈતની ગુજરાતની મુલાકાતને આવકારી

પોલીસ અને વહીવટી તંત્ર એલર્ટ

બીજી તરફ રાકેશ ટિકૈતના આવવાથી વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ અને વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. જો કે તંત્ર દ્વારા સભાને હજી સુધી પરવાનગી આપવામાં આવી નથી. બીજી તરફ આયોજકો દ્વારા કોરોના ગાઈડલાઈનનો ભંગ ન થાય તે માટે મેદાનની ક્ષમતા કરતા અડધી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેશે એવું ખેડૂત સમાજ દ્વારા જણાવવામાં આવ્યું છે.

900 વ્યક્તિઓ માટે પરવાનગી માંગવામાં આવી છે

ગુજરાત ખેડૂત સમાજ દ્વારા કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને 900 વ્યક્તિઓ એકત્રિત થાય તે માટે પોલીસ પાસે પરવાનગી માંગવામાં આવી છે પરંતુ હજી પરવાનગી આપવામાં આવી ન હોવાની સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલે જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.