રાજકોટ: રાજકોટના ભુપેન્દ્ર રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે વર્ષો જૂની એક બોરડી આવેલી છે. આ બોરડીની વિશેષતા એ છે કે તેમાં એક પણ કાંટો ઉગતો નથી. તેમજ બારેમાસ આ બોરડીમાં બોર ઉગે છે. આ સાથે જ અહીંયા સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનના દર્શન કરવા આવતા ભક્તો પણ આ બોરડીની પ્રદક્ષિણા કરે છે. જ્યારે પ્રદક્ષિણા કરવાના કારણે તેમના દુઃખ દર્દ ભગવાન હરે છે. તેવી માન્યતાઓ છે. રાજકોટની મધ્યમાં આવેલી આ બોરડી હાલ ધાર્મિક આકર્ષણનું કેન્દ્ર બની છે. જ્યારે અહીંયા ભક્તો પણ હોશે હોશે આવે છે અને બોરડીની પ્રદક્ષિણા કરે છે તેમ જ પ્રસાદી રૂપે તેમાં ઉગતા બોર પણ આરોગે છે.
બોરડીની વિશેષતા: સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન થયા હતા. આ બોરડી અંગે માહિતી આપતા ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના મહંત રાધારમણદાસ સ્વામીએ જણાવ્યું હતું કે જ્યારે કોઈ ભક્ત ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના પ્રવેશ દ્વારમાં પ્રવેશે છે. ત્યારે જમણા હાથ ઉપર એક વર્ષો જૂની બોરડી જોવા મળે છે. આ બોરડીનું વૃક્ષ પ્રથમ દ્રષ્ટિએ સામાન્ય વૃક્ષ હોય તેવું લાગે છે. પરંતુ આ બોરડીની ખૂબ જ અનોખી વિશેષતા છે. આ બોરડીની વિશેષતા એ છે કે તેનો સંબંધ ભગવાન સાથે જોડાયેલો છે. સવંત 1856ના ફાગણવદ પાંચમના રોજ ભગવાન સ્વામિનારાયણ તે સમયના અંગ્રેજ ગવર્નરના અતિ આગ્રહવસ થઈને રાજકોટ ખાતે પધાર્યા હતા. આ બોરડી નીચે તેઓ બિરાજમાન થયા હતા. તેમજ અંગ્રેજ ગવર્નરને ધર્મ અંગેનો ઉદ્દેશ્ય સ્વામિનારાયણ ભગવાને આપ્યો હતો.
હનુમાનજી મહારાજની સ્થાપના: બોરડી નીચે ધર્મનો ઉપદેશ આપ્યો હતો. જ્યારે સ્વામિનારાયણ ભગવાન આ બોરડી નીચેથી વિદાયમાં થાય છે. ત્યારે તે સમયે સ્વામિનારાયણ ભગવાન સાથે રહેલા ગોપાલાનંદ સ્વામી કે જેમને સાળંગપુરમાં હનુમાનજી મહારાજની સ્થાપના કરેલી છે. જ્યારે આ ઘટના દરમિયાન ગોપાલાનંદ સ્વામીના પાઘડીમાં આ બોરડીનો કાંટો ભરાય છે. જેને લઇને ગોપાલાનંદ સ્વામીએ બોરડી ઉપર દ્રષ્ટિ રાખીને કહ્યું હતું કે એ બોરડી તારી નીચે સ્વયં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન થયા હતા. તેમને અહીંયા જ્ઞાનનો ઉદ્દેશ પણ આપ્યો હતો.
વિશાળ વડ વૃક્ષ: આ ઘટનાના 193 વર્ષ વીત્યા હાલ આ ઘટના વીત્યા એના 193 વર્ષ થયા છે. આજે આ બોરડી ખૂબ જ વિશાળ વડ વૃક્ષ બન્યું છે. છતાં પણ આ બોરડીમાં હજુ એક પણ કાંટા ઉગતા નથી. ભુપેન્દ્ર રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મંદિરની આ બોરડીનું વૃક્ષ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોનું ધાર્મિક અને આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ સાથે જ વહેલી સવારથી જ ભક્તો આ મંદિર ખાતે આવે છે. આ બોરડીની પ્રદક્ષિણા કરે છે અને સાંજ સુધી આ બોરડીની પ્રદક્ષિણા કરતા હોય છે. જ્યારે અહીં આવતા દર્શનાર્થીઓ પોતાની શારીરિક માનસિક સહિતની બીમારીઓની માનતા રાખતા હોય છે. સ્વામિનારાયણ ભગવાન તેમના દુઃખ દૂર કરતા હોય છે.