ETV Bharat / state

સુરતમાં મેઘરાજાનું આગમન, ભારે પવન સાથે વરસાદ - Gujarati news

સુરતઃ શહેરના અનેક વિસ્તારોમાં આજે વરસાદ પડતા લોકોને ભારે ગરમીથી રાહત મળી હતી. એક દિવસના વિરામ બાદ વાયુ વાવાઝોડું ફરી કચ્છ તરફની ફંટાતા સુરતમાં વરસાદી માહોલ છવાયો હતો. અડાજણ, પાલ, પીપલોદ, વેસુ વિસ્તારમાં સવારથી ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.

સુરતમાં મેઘરાજાનું આગમન,
author img

By

Published : Jun 15, 2019, 5:34 PM IST

બે દિવસથી મેઘરાજાએ સુરતમાં છૂટી-છવાઈ બેટિંગ કર્યા બાદ આજે કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધુંઆધાર બેટિંગ બોલાવી હતી. અડાજણ, રાંદેર સહિતના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડતાની સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો. મેઘરાજાના આગમનને લઈ વાતાવરણમાં અચાનક પલટો આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

સુરતમાં મેઘરાજાનું આગમન

છેલ્લા કેટલાક દિવસથી શહેરીજનો મેઘરાજાની આતુરતાપૂર્વકની રાહ જોઈ રહ્યા હતા. જ્યાં શહેરીજનોની આતુરતાનો આજે અંત આવ્યો હતો. જો કે, બાદમાં વરસાદે ફરી વિરામ લેતા શહેરીજનોઓ નિરાશા અનુભવી હતી.

R_GJ_05_SUR_15JUN_VARSAD_VIDEO_SCRIPT

FEED BY MAIL

સુરતઃ શહેરના અનેક વિસ્તારોમાં આજે વરસાદ પડતાં લોકો ને ભારે ગરમીથી રાહત મળી હતી. એક દિવસના વિરામ બાદ વાયુ વાવાઝોડું ફરી કચ્છ તરફની દિશા પકડતાં જ સુરતમાં આજે વરસાદી માહોલ છવાયો છે. અડાજણ,પાલ,પીપલોદ, વેસુ અને એક દિવસના વિરામ બાદ સવારથી ભારે પવન 40 કિમી પ્રતિકલાકની પવન સાથે વરસાદ પડ્યો. 

સુરત માં મેઘરાજા નું ફરી આગમન થયું છે.છેલ્લા એક - બે દિવસમાં મેઘરાજા ની સુરતમાં છૂટી - છવાઈ બેટિંગ જોવા મળી હતી.જ્યાં આજ રોજ સુરત માં કાળા- ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાએ પોતાની ધુવધાર બેટિંગ બોલાવી હતી.અડાજણ,રાંદેર સહિતના વિસ્તારોમાં છૂટો - છવાયો વરસાદ નોંધાવાની સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો.મેઘરાજા ના આગમન ને લઈ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો.જ્યાં વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જાવા પામી હતી.છેલ્લા કેટલાક દિવસથી શહેરીજનો મેઘરાજાની આતુરતાપૂર્વકની વાટ જોઈ બેઠા હતા.જ્યાં શહેરીજનોની આતુરતાનો આજે અંત આવ્યો હતો.જો કે બાદમાં મેઘરાજાએ ફરી વિરામ લેતા શહેરીજનોઓ નિરાશા અનુભવી હતી.

શહેરમાં ઉકળાટ બાદ પડેલા વરસાદના પગલે ખુશનુમાં માહોલ સર્જાયો. લોકો ઘરની બહાર વરસાદ માણવા માટે નીકળી પડ્યાં હતાં. લોકોએ વરસાદમાં નાહવાની મજા માણતાં મેઘરાજાની સવારીને આવકારી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.