ETV Bharat / state

શાસકોનું બદલા'પૂર': વિપક્ષના વર્ચસ્વવાળા વિસ્તારમાં ધ્યાન નહીં આપતા પૂર જેવી સ્થિતી - SURAT

સુરતઃ જિલ્લામાં બે દિવસથી મેઘરાજાની મહેર છે. બારડોલીમાં પ્રથમ વરસાદમાં તંત્રની પોલ ઉઘાડી પડી છે. મામલતદાર કચેરી સામે તલાવડી વિસ્તારમાં 15થી વધારે ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા. જેના કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતાં.આ વિસ્તારમાં વિપક્ષનું વર્ચસ્વ છે. જેથી શાસકપક્ષ દ્વારા સમસ્યાઓનું નિવારણ થતું ન હોવાના આક્ષેપો લાગ્યા છે.

ઘરમાં ઘુસ્યા પાણી
author img

By

Published : Jun 29, 2019, 9:38 PM IST

બારડોલી નગરપાલિકા પ્રિમોન્સુન કામગીરી પાછળ લાખો રુપિયાનો ખર્ચો કરે છે. પરંતુ પહેલા જ વરસાદમાં જ પાલિકાની નિષ્ફળતા ખુલ્લી પડી જાય છે. સુરત જિલ્લામાં બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો તો ઠીક પરંતુ શહેરમાં પણ લોકોની હાલત કફોડી બની છે. વરસાદ વરસતા બારડોલીમાં પાણીનો ભરાવો જોવા મળ્યો છે. બારડોલી મામલતદાર કચેરી નજીક તલાવડી વિસ્તારના ઘરોમાં પાણી ફરી વળ્યા હતાં. સવારથી જ પાણી ભરાવાની શરૂઆત થતાં લોકોએ પાણીનો નિકાલ કરવા જહેમત ઉઠાવવી પડી હતી.

શાસકોનું બદલા'પૂર': વિપક્ષના વર્ચસ્વવાળા વિસ્તારમાં ધ્યાન નહીં આપતા પૂર જેવી સ્થિતી

દર વર્ષે આ જ પ્રકારની સમસ્યાનો સામનો સ્થાનિક રહીશો કરે છે. વરસાદ વરસતા 15થી વધારે ઘરોમાં પાણી ફરી વળ્યા હતાં. ઘરનો સામાન પણ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. આ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ ઉદ્ભવી છે. જેથી આ વિસ્તારના લોકોની દશા બગડી હતી. પાણી ભરાવાના કારણે આ પરિવારો રસ્તા ઉપર આવી ગયા હતા. પાલિકામાં વારંવાર રજુઆત છતાં તેમની ફરીયાદ ધ્યાને લેવાતી નથી. જેથી લોકોમાં રોષ ફેલાયો છે. શાળામાં અભ્યાસ કરતાં બાળકોના પુસ્તકો પણ પાણીમાં પલળી ગયા હતાં. આ વિસ્તારમાં વિપક્ષનું વર્ચસ્વ છે. જેથી ભાજપના શાસકો તેમની સમસ્યાને ગંભીરતાથી લેતાં નથી. શાસકો બદલાની ભાવનાથી તેમના વિસ્તારની ઉપેક્ષા રાખી રહ્યા હોવાનો આક્ષેપ સ્થાનિક લોકોએ લગાવ્યો છે.

Intro: સુરત જિલ્લા માં બે દિવસ થી મેઘરાજા વરસી રહ્યા છે ત્યારે જિલ્લા ના બારડોલી માં પ્રથમ ધોધમાર વરસાદ એ તંત્ર ની પોલ ખોલી કાઢી હતી . મામલતદાર કચેરી સામે તલાવડી વિસ્તાર માં ૧૦ થી ૧૫ ઘરો માં પાણી ઘુસી ગયા હતા .

Body:
નગર માંથી મહા નગર ના સ્વપ્નો સેવતું સુરત જિલ્લા નું બારડોલી નગર પાલિકા  પ્રિમોન્સુન કામગીરીમાં  સુન્ય રહ્યું છે .  સુરત જિલ્લા માં બે દિવસ થી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે . ત્યારે જિલ્લા ના ગ્રામ્ય વિસ્તારો તો ઠીક પરંતુ નગર માં હાલત ભૂંડી બની છે . હાલ વરસાદ ની પ્રથમ હેલી થઇ છે . ત્યારે બારડોલી નગર માં પાણી નો ભરાવો જોવા મળ્યો હતો . બારડોલી મામલતદાર કચેરી નજીક તલાવડી વિસ્તાર માં પ્રથમ વરસાદ એ ઘરો માં પાણી પ્રવેસ્યા હતા . વહેલી સવાર થી પાણી ભરાવાની શરૂઆત થઇ હતી . જેથી સ્થાનિકો ઘર માંથી પાણી કાઢવા કામે લાગ્યા હતા .

દર વર્ષે આજ પ્રકાર ની સમસ્યા નો સ્થાનિક રહીશો સામનો કરી રહ્યા છે . તલાવડી વિસ્તાર માં શ્રમજીવી પરિવારો વસવાટ કરતા હોય છે . ત્યારે પાલિકા દ્વારા અને સત્તાધીશો દ્વારા અહીં કોઈ દરકાર રાખવામાં આવી ના હતી .  ૧૦ થી ૧૫ ઘરો માં પાણી  અને ઘર નો સમાન પણ પાણી માં ગરકાવ થઇ જતા લોકો દશા કફોડી બની હતી . અને પરિવારો રસ્તા ઉપર આવી ગયા હતા . પાલિકા માં રજૂઆત છતાં કોઈ કર્મચારીઓ નહિ આવતા લોકો માં રોષ ફેલાયો છે .Conclusion:શાળામાં અભ્યાસ કરતા બાળકો એ પણ આજ પાણી ભરાવા ની સમસ્યા નો સામનો કરી જવું પડ્યું હતું . એજ દ્રશ્યો બારડોલી પાલિકા ના સત્તાધીશો કર્મચારીઓ ની નિષ્ફળ  કામગીરી ની પોલ છાતી કરી હતી . બારડોલી નગર માં વરસાદી આફત અને સ્થાનિકો ને પરેશાની છતાં પાલિકા દ્વારા અહીં પણ રાજકીય દાવપેચ ની નજર રખાઈ હોય તેવો સુર પણ ઉઠ્યો હતો . કારણ પાણી થી પ્રભાવિત આ તલાવડી વિસ્તાર વિપક્ષ  સાથે રહેતો હોવાથી ભાજપ શાસકો આંખ આડાકાન કરી રહ્યા હોય તેમ પાણી ભરવાની સમસ્યા નું કાયમી નિરાકરણ લાવી શક્યાં નથી . જો પ્રથમ વરસાદ એજ આ સમસ્યા ઉદ્ભવે તો આખું ચોમાસુ કઈ રીતે જશે એજ પ્રશ્ન આ શ્રમજીવી ઓ ને સતાવી રહ્યો છે .

બાઈટ ...... વિકી રાઠોડ .... સ્થાનિક

બાઈટ....... શકિલાબેન..... સ્થાનિક

બાઈટ..... પ્રિતેસભાઈ..... સ્થાનિક
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.