ETV Bharat / state

સુરત જિલ્લામાં આગામી 5 દિવસમાં વરસાદ પડે તેવી શક્યતા - સુરત જિલ્લાના કૃષિ હવામાન વિભાગ

સુરત જિલ્લાના કૃષિ હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે જિલ્લાના હવામાનની આગાહી કરવામાં આવી છે. જેમાં કેટલાક તાલુકાઓમાં અતિ હળવો વરસાદ પાડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પાંચ દિવસ દરમ્યાન જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે.

સુરત જિલ્લામાં આગામી 5 દિવસમાં વરસાદ પડે તેવી શક્યતા

author img

By

Published : May 25, 2021, 8:32 PM IST

  • વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડી શકે તેમ છે
  • મહત્તમ તાપમાન 34થી 36 સે. રહેવાની સંભાવના
  • લઘુત્તમ તાપમાન 27 થી 28 સે. રહેવાની શક્યતા

બારડોલી: સુરત જિલ્લામાં આગામી પાંચ દિવસ દરમ્યાન વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના જિલ્લા કૃષિ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ દિવસો દરમ્યાન જિલ્લાના કેટલાક તાલુકાઓમાં અતિ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી આગામી 26 થી 30મી મે સુધી કરવામાં આવી છે.

સુરત જિલ્લામાં આગામી 5 દિવસમાં વરસાદ પડે તેવી શક્યતા
સુરત જિલ્લામાં આગામી 5 દિવસમાં વરસાદ પડે તેવી શક્યતા

20થી 28 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

આ દિવસો દરમ્યાન જિલ્લામાં સરેરાશ મહત્તમ તાપમાન 34 થી 36 સે. અને લઘુત્તમ તાપમાન 27 થી 28 સે.ની વચ્ચે રહેવાની સંભાવના છે. જ્યારે હવામાં સરેરાશ ભેજનું પ્રમાણ 39થી 79 ટકા રહેશે. તેમજ નૈઋત્ય દિશા તરફથી 20 થી 28 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની સંભાવના રહેલી છે.

આ તાલુકાઓમાં અતિ હળવો વરસાદ પડી શકે છે

તાલુકા કક્ષાના હવામાનની આગાહીની વાત કરવામાં આવે તો બારડોલી તાલુકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આગામી 28મીના રોજ અતિ હળવા વરસાદ પડી શકે છે. ચોર્યાસી અને માંગરોળ તાલુકામાં 27મીના રોજ અતિ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. કામરેજ, ઉમરપાડા અને પલસાણા તાલુકામાં 27 અને 28 એમ બે દિવસો દરમ્યાન અતિ હળવા વરસાદ પાડવાની સંભાવના હવામાન ખાતે દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આ તાલુકાઓમાં વરસાદ પાડવાની સંભાવના નથી

મહુવા, માંડવી અને ઓલપાડ તાલુકામાં આકાશમાં વાદળો છવાયેલા રહેશે પરંતુ વરસાદ પાડવાની સંભવના ન હોવાનું હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીમાં જણાવવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.